બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / PM modi with vvip guests mught visit ahmedabad flower show, entry will be closed for general public

BREAKING / અચાનક ગોઠવાયો પ્લાન: PM મોદી વિદેશ મહેમાનો સાથે અમદાવાદ ફ્લાવર શૉની લેશે મુલાકાત, લોકોને AMCએ કરી અપીલ

Vaidehi

Last Updated: 06:22 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર બાદ PM નરેન્દ્ર મોદી અમદાવાદનાં પ્રવાસે છે. તેવામાં શક્ય છે કે પીએમ મોદી રિવર ફ્રંટ પર ચાલતાં ફ્લાવર શોની મુલાકાત લે. તેથી હાલમાં તમામ લોકોને ફ્લાવર શોમાંથી બહાર નીકળવાની મનપાએ અપીલ કરી છે.

  • PM મોદી અમદાવાદ ફ્લાવર શોની મુલાકાત લઈ શકે છે
  • વિદેશી મહેમાનો પણ ફ્લાવર શો જોવા આવે તેની શક્યતા
  • તેથી સામાન્ય જનતા માટે 2 કલાક માટે ફ્લાવર શોમાં એન્ટ્રી બંધ રાખવામાં આવી છે

ગાંધીનગર બાદ PM નરેન્દ્ર મોદી અમદાવાદનાં પ્રવાસે છે.  તેવામાં PM મોદી અમદવાદમાં રિવર ફ્રન્ટ ખાતે ચાલતા ફ્લાવર શોની મુલાકાત લે તેવી શક્યતા છે. એટલું જ નહીં વાયબ્રન્ટમાં આવેલા વિદેશી મહેમાનો પણ આ ફ્લાવર શોની મુલાકાત લેવાનાં છે. VVIP મુવમેન્ટને લઈને ફ્લાવર શોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પરિણામે અમદાવાદ મહાનગર પાલિકાએ ત્યાં આવેલાં લોકોને ફ્લાવર શોમાંથી બહાર જવાની અપીલ કરી છે. VVIPનાં વીઝીટને ધ્યાનમાં લેતાં તમામ લોકોને ફ્લાવર શો માંથી બહાર નીકળવાની મનપાએ અપીલ કરી છે અને સામાન્ય જનતા માટે આ ફ્લાવર શો બે કલાક માટે બંધ કરવામાં આવ્યો છે.

કરોડો રૂપિયાનાં ખર્ચે ફ્લાવર શો નું આયોજન

અમદાવાદમાં AMC   દ્વારા રિવરફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કરોડો રૂપિયાનાં ખર્ચે ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ફ્લાવર શો માં અને આકર્ષક સ્કલ્પચર બનાવવામાં આવ્યા હતા. એએમસી દ્વારા આયોજન કરેલ ફ્લાવર શો એ રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે અમદાવાદ ફ્લાવર શો ને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.   અગાઉ આ રેકોર્ડ 166 મીટરનો ચીનનાં નામે હતો.

વધુ વાંચો: ગુજરાતને મળ્યું વાયબ્રન્ટ રોકાણ, અદાણી, અંબાણી, ટાટા, મિત્તલે કર્યા મોટા એલાન, જુઓ કોણ કયા સેક્ટરમાં રૂપિયા નાખશે

તા. 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શો માં 11 દિવસમાં કુલ 5 લાખ 73 હજારથી વધુ ટિકિટનું વેચાણ થયું હતું.   AMC   નાં ફ્લાવર શો માં 3 કરોડ 45 લાખની આવક થવા પામી હતી. ત્યારે કુલ 7 લાખ 60 હજાર મુલાકાતીઓએ ફરી ફ્લાવર શો ની મુલાકાત લીધી હતી. 50 થી વધુ શાળાનાં બાળકોએ પણ ફ્લાવર શો ની મુલાકાત લીધી હતી.

31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે ફ્લાવર શો
31 ડિસેમ્બરથી ફ્લાવર શો રિવરફ્રન્ટનાં ઈવેન્ટ સેન્ટર ખાતે શરૂ થયો છે. AMC દ્વારા કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ફ્લાવર શો માં વિવિધ સ્કલ્પચર પણ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ G 20 , સ્પોર્ટ્સ, ઋષિમુનિ, હનુમાનજીના સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. બે વર્ષ બાદ ફ્લાવર શો યોજાઈ રહ્યો છે. ત્યારે 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ