બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Adani Ambani tata annouced big investments in gujarat in upcoming future

એલાન / ગુજરાતને મળ્યું વાયબ્રન્ટ રોકાણ, અદાણી, અંબાણી, ટાટા, મિત્તલે કર્યા મોટા એલાન, જુઓ કોણ કયા સેક્ટરમાં રૂપિયા નાખશે

Vaidehi

Last Updated: 05:22 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત માટે આજનો દિવસ ઘણો મોટો રહ્યો.. દેશનાં દિગ્ગજ અરબોપતિઓએ રાજ્યમાં રોકાણ કરવા માટે પોતાના ખજાનાઓ ખુલ્લા મૂક્યાં છે. આ લિસ્ટમાં અંબાણી, અદાણી, ટાટાથી લઈ સુઝુકી પણ સામેલ છે.

  • વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મોટી ઘોષણા
  • દેશનાં દિગ્ગજ બિઝનેસમેને ગુજરાતને આપી ભેટ
  • અંબાણી, અદાણી સહિત અનેક બિઝનેસમેને કર્યું કરોડોનું રોકાણ

આજે ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સમિટનાં પ્રથમ દિવસે જ રાજ્યને મોટી ભેટ મળી ગઈ છે. રિલાયંસ ચેરમેન અંબાણીથી લઈને અદાણી-ટાટા-સુઝુકી સહિતનાં મોટા દિગ્ગજોએ ગુજરાતમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જાણો કોણે શું જાહેરાત કરી?

મુકેશ અંબાણી-રિલાયંસ ચેરમેન
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં એશિયાનાં સૌથી અમીર વ્યક્તિ અને રિલાયંસ ઈંડસ્ટ્રીનાં ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે તેમની કંપની રિલાયંસ આવનારાં 10 વર્ષો સુધી રાજ્યમાં રોકાણ ચાલુ રાખશે. અને 2030 સુધી ગુજરાતની કુલ ગ્રીન એનર્જી ખતપનો અડધો હિસ્સો તેમની કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવશે. આ સાથે જ રિલાયંસ JIOએ દુનિયાનો સૌથી તેજ 5Gનો રોલઆઉટ પૂર્ણ કર્યો છે. AI ક્રાંતિથી ગુજરાતમાં નોકરીઓ પેદા થશે. રિલાયંસ રિટેલ ગુજરાતમાં ગુણવત્તાપૂર્ણ પ્રોડક્ટસ્ લાવશે. આ સિવાય કંપની ગુજરાતમાં સર્કુલર ઈકોનોમી માટે ભારતનો પ્રથમ કાર્બન ફાઈબર સ્થાપિત કરશે.

ગૌતમ અદાણી- અદાણી ગ્રુપ ચેરમેન
ગૌતમ અદાણીએ સમિટમાં રાજ્યમાં મોટા રોકાણનું એલાન કર્યું છે. ચેરમેને કહ્યું કે તેમના પોર્ટથી પાવર ગ્રુપ ગુજરાતમાં આવનારાં 5 વર્ષોમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશએ. આ રોકાણ રાજ્યમાં 1 લાખ ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ જોબ ક્રિએટ કરશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતમાં હજુ સુધી 50 હજાર કરોડ રૂપિયાનું રોકાણ અલગ-અલગ સેક્ટર્સમાં કરવામાં આવ્યું છે જેનાથી 25 હજાર નોકરીની તકો ઊભી થઈ છે.

વધુ વાંચો : ટાટાની કંપનીએ એકઝાટકે કર્યું 71 હજાર કરોડનું મોટું એલાન: જોતાં રહી ગયા અદાણી-અંબાણી

એન. ચંદ્રશેખર- ટાટા સંસ ચેરમેન
ટાટા સંસ ચેરમેન એન. ચંદ્રશેખરને સમિટ દરમિયાન ગુજરાત માટે ખાસ એલાન કરતાં કહ્યું કે ટાટા સમૂહે 84 વર્ષ પહેલાં 1939માં ટાટા કેમિકલ્સથી શરૂઆત કરી હતી અને આજે કુલ 21 કંપનીઓ છે. ટાટા ગ્રુપ ગુજરાતમાં 50000 લોકોથી વધારે લોકોને રોજગારી આપી રહ્યું છે.  તેમણે કહ્યું કે આવનારા સમયમાં ટાટા ગ્રુપ સાણંદમાં 20 ગીગાવોટ લિથિયમ-આયન બેટરીની ફેક્ટ્રી લગાડશે જેથી ઈવી સેક્ટર્સમાં વધુ મજબૂતી મળી શકે. ગ્રુપ C295 રક્ષા વિમાન પણ બનાવી રહ્યું છે. ટાટા ગ્રુપે ધોલેરામાં એક મોટા સેમીકંડક્ટર ફેબનું પણ એલાન કર્યું છે. આ સિવાય કેન્દ્ર સરકાર સાથે મળીને કંપની રાજ્યમાં સ્કિલ ઈંસ્ટીટ્યૂટ પણ બનાવી રહ્યું છે.

લક્ષ્મી મિત્તલ- આર્સેલર મિત્તલ ચેરમેન
આર્સેલર મિત્તલ ગ્રુપનાં CEO અને ચેરમેન લક્ષ્મી મિત્તલે સમિટમાં કહ્યું કે રાજ્યમાં આવનારાં 20 વર્ષ ભારત માટે અત્યંત મહત્વનાં છે. આજથી 4 વર્ષ પહેલાં આપણાં હજિરા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી જે 2026માં પૂર્ણ થશે. આ સિવાય અમે વધુ અનેક MoU પણ સાઈન કર્યાં છે.

તોશીહિરો સુઝુકી- મારુતિ સુઝુકી ચેરમેન
દેશની સૌથી મોટી કાર નિર્માણ કરતી કંપની મારુતિ સુઝુકીએ રાજ્યમાં ઘણું મોટું રોકાણ કરવાનું એલાન કર્યું છે. સમિટમાં કંપનીનાં ચેરમેન તોશીહિરો સુઝુકીએ ગુજરાતમાં મોટા રોકાણ અંગે જાણકારી આપતાં કહ્યું કે તેઓ રાજ્યમાં પોતાનો દ્વિતીય પ્લાન્ટ લગાડવા માટે 35000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. 2030-31 સુધી વાર્ષિક ઉત્પાદન ક્ષમતાને 40 લાખ યૂનિટથી વધારે વધારવાનું કંપનીનું લક્ષ્ય છે.

જેફરી ચુન
શ્રી જેફરી ચુન, સીઈઓ, સિમ્મટેક, દક્ષિણ કોરિયાએ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાઓમાં મુખ્ય સપ્લાય ચેઇન પાર્ટનર તરીકે ગુજરાત રાજ્યમાં તેમના મુખ્ય ગ્રાહક માઇક્રોનના પ્રોજેક્ટને પગલે કો-લોકેશન રોકાણ તરીકે તેમના ભારત પ્રોજેક્ટ માટે આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ભારત જેવા ઝડપથી વિકસતાં દેશમાં નવા સપ્લાઇ ચેન નેટવર્કનું નિર્માણ કરવાના વૈશ્વિક અભિયાનમાં મહત્ત્વપૂર્ણ કડી પુરવાર થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સહિયારા પ્રયાસોથી સેમીકન્ડક્ટર સપ્લાય ચેન નેટવર્કમાં ભારતનું સ્થાન આગામી સમયમાં મજબૂત બનશે વૈશ્વિક ઇકોસિસ્ટમનો ભાગ બનવા માટે સક્ષમ બની રહેશે.

સુલતાન અહમદ બિન સુલેયમ
ડી.પી. વર્લ્ડના ચેરમેન, શ્રી સુલતાન અહમદ બિન સુલેયમે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત માટે વડાપ્રધાનનું વિઝન સાકાર થતાં આનંદ થાય છે, તેમણે સમિટનું આયોજન કરવા બદલ ગુજરાત સરકારને અભિનંદન આપ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ભારતની પ્રતિષ્ઠિત બિઝનેસ ફોરમ સ્વરૂપે વિકસી છે અને તે વડાપ્રધાનના 'વિકસિત ભારત @ 2047'ના વિઝન અનુસાર કાર્યરત છે. તેમણે ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન અને ગુજરાત મેરિટાઇમ ક્લસ્ટર જેવા વિવિધ ઔદ્યોગિક ક્લસ્ટર વિકસાવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે સરકારને શ્રેય આપ્યો હતો અને જણાવ્યું હતું કે તે ભવિષ્યના પ્રવેશદ્વાર તરીકે કામ કરશે. ભારત અને યુએઈ વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક સંબંધો પર પ્રકાશ પાડતા તેમણે વર્ષ 2017થી અત્યાર સુધીમાં 2.4 અબજ ડોલરથી વધુનું રોકાણ કરનાર આ દેશ ગુજરાતના સૌથી મોટા વિદેશી રોકાણકારોમાંનો એક હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉલ્લેખ પણ કર્યો હતો કે, ગુજરાતે ગયા વર્ષે 7 અબજ અમેરિકન ડોલરથી વધારે કિંમતની ચીજવસ્તુઓની નિકાસ કરી હતી. ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે તેની નોંધ લઈને શ્રી સુલેયેમે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાનના મજબૂત નેતૃત્વ હેઠળ આ વૃદ્ધિ ચાલુ રહેશે. તેમણે ગતિશક્તિ જેવી રોકાણની પહેલને પણ શ્રેય આપ્યો જે ભારત અને ગુજરાતને આર્થિક પાવરહાઉસ તરીકેની તેમની સંભવિતતાને સમજવામાં મદદ કરશે. તેમણે ગુજરાતના કંડલા ખાતે 20 લાખ કન્ટેનરની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ્સના રોકાણ અને વિકાસ માટે ડીપી વર્લ્ડની યોજના વિશે માહિતી આપી હતી. તેમણે ભારત સરકાર સાથે દેશના લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં ભાગીદારી કરવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી બનવાની તક આપવા બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

શંકર ત્રિવેદી
શ્રી શંકર ત્રિવેદી, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, એનવિડિયાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતાં પ્રભાવની વાત કરીને જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન આ બાબતે અત્યંત સભાન છે અને તેમણે એનવીડિયાના સીઇઓ શ્રી જેન્સન હુઆંગને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ-નેતાઓને આ અંગે જાણકારી આપવા આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે "આ પહેલીવાર છે જ્યારે કોઈ વૈશ્વિક નેતાએ ખરેખર એઆઈ વિશે વાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું વડાપ્રધાનશ્રીના આભારી છીએ કે તેમણે ભારતમાં જ અહીં ગુજરાતમાં પણ જનરેટિવ એઆઈને અપનાવવા માટે પ્રયાસો કર્યા છે. જનરેટિવ એઆઈના સંદર્ભે કૌશલ્ય વિકાસમાં એનવીડિયાના પ્રયાસો વિશે વાત કરતાં તેમણે મેક ઇન ઇન્ડિયા માટે એનવીડિયાના પ્રયાસોની પણ રૂપરેખા આપી હતી.

નિખિલ કામત
નિખિલ કામત, ઝીરોધાના સ્થાપક અને સીઈઓએ છેલ્લા બે દાયકામાં દેશના સર્વાંગી વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એક ઉદ્યોગસાહસિક તરીકેની તેમની યાત્રાની તુલના કરી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે છેલ્લાં ૧૦ વર્ષ અવિશ્વસનીય રહ્યા છે. તેમણે દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને નાના ઉદ્યોગસાહસિકો અને ઈ-કોમર્સના ઉદયને બિરદાવ્યો હતો, જે 10 વર્ષ પહેલાં નહોતું. તેમણે સ્ટાર્ટઅપ્સને ખીલવા દેતી સ્થિર ઇકોસિસ્ટમની સુવિધા માટે વડાપ્રધાનને શ્રેય આપ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ