બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / This company of Ratan Tata has gone ahead of Ambani-Adani, 71 thousand crores announcement in one fell swoop

મોટી યોજના / ટાટાની કંપનીએ એકઝાટકે કર્યું 71 હજાર કરોડનું મોટું એલાન: જોતાં રહી ગયા અદાણી-અંબાણી

Pravin Joshi

Last Updated: 09:42 AM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL) તમિલનાડુમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં રૂ. 70,800 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. ટાટા પાવરના એકમ TPREL એ તમિલનાડુ સરકાર સાથે બે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

  • રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં રૂ. 70,800 કરોડનું રોકાણ કરવાની યોજના 
  • તમિલનાડુમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં મોટું રોકાણ કરવાની જાહેરાત કરી
  • માહિતી આપતા કંપનીએ કહ્યું કે સોમવારે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા 
  • કંપનીએ કહ્યું કે આ પહેલ લગભગ 3,000 રોજગારીની તકો ઊભી થશે

શું અંબાણી અને શું અદાણી? રતન ટાટાની કંપનીએ એક સાથે આખી પાર્ટીને લૂંટી લીધી. તામિલનાડુમાં તાજેતરમાં ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ પૂર્ણ થઈ છે. જ્યાં અદાણી અને અંબાણીએ મોટા રોકાણની જાહેરાત કરી છે. પરંતુ રતન ટાટાની એક કંપનીએ અંબાણી અને અદાણીની આખી મજા બગાડી નાખી. શેરબજારમાં આપવામાં આવેલી માહિતી અનુસાર રતન ટાટાની કંપની તમિલનાડુમાં લગભગ 71 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. આ રોકાણ નાનું નથી. ચાલો તમને એ પણ જણાવીએ કે રતન ટાટાની કઈ કંપની તમિલનાડુમાં જંગી રોકાણ કરવા જઈ રહી છે.

અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થશે તેંડુલકર અને વિરાટ કોહલી, ટાટા -અંબાણી સહિત 8 હજાર લોકોને અપાયું આમંત્રણ / Ram temple in Ayodhya will be  ...

રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં રૂ. 70,800 કરોડનું રોકાણ કરવાની યોજના 

ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL) તમિલનાડુમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં રૂ. 70,800 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. ટાટા પાવરના એકમ TPREL એ રાજ્યની નવીનીકરણીય ઉર્જા અને દેશની સ્વચ્છ ઉર્જા સંક્રમણને વેગ આપવા માટે તમિલનાડુ સરકાર સાથે બે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. મંગળવારે શેરબજારોને આ માહિતી આપતા કંપનીએ કહ્યું કે સોમવારે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

હવે એક ટકો પણ ઊર્જા નહીં થાય બરબાદ, સૌર ઉર્જા કરાશે વીજળીમાં રૂપાંતર | Solar  power will convert to electrical energy: IIT Mandi Research

પ્રથમ MOUમાં શું છે ?

પ્રથમ એમઓયુ હેઠળ, TPREL આગામી પાંચથી સાત વર્ષમાં સૌર, પવન, હાઇબ્રિડ જેવા ક્ષેત્રોમાં 10,000 મેગાવોટના પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ્સ વિકસાવવાની તકો શોધશે. આ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ તમિલનાડુમાં 50,000 એકર જમીન પર સ્થિત હશે. આમાં લગભગ રૂ. 70,000 કરોડના રોકાણની સંભાવના હશે. કંપનીએ કહ્યું કે આ પહેલ લગભગ 3,000 રોજગારીની તકો ઊભી કરવાની ક્ષમતા ધરાવે છે.

ભારત-ચીન યુદ્ધના કારણે અધૂરી રહી ગઈ રતન ટાટાની લવસ્ટોરી! તમે પણ નહીં જાણતા  હોવ આ વાત | Ratan Tatas love story was left incomplete due to India China  war know more

વધુ વાંચો : જો બજેટમાં કરાઇ આ બે મોટી જાહેરાતો, તો સેલરી ક્લાસને બખ્ખાં જ બખ્ખાં

બીજા MOUમાં શું છે ?

બીજો એમઓયુ તિરુનેલવેલી જિલ્લાના ગંગાઈકોંડન ખાતે બે તબક્કામાં ચાર GW સોલાર સેલ અને સોલાર મોડ્યુલ પ્લાન્ટ સ્થાપવા માટે રોકાણ પ્રતિબદ્ધતાને વધારીને રૂ. 3,800 કરોડ કરવાનો છે. 4 જુલાઈ, 2022 ના રોજ, કંપનીએ એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં રોકાણનો અંદાજ 3,000 કરોડ રૂપિયા હતો. હવે તેને વધારીને રૂ. 3,800 કરોડ કરવાનો પ્રસ્તાવ છે. બુધવારે ટાટા પાવરના શેરમાં વધારો જોવા મળી શકે છે. મંગળવારે ટાટા પાવરના શેરમાં નજીવો વધારો થયો હતો. કંપનીનો શેર 0.38 ટકાના ઉછાળા સાથે રૂ. 340.10 પર બંધ થયો હતો. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેર પણ 344.85 રૂપિયા સુધી પહોંચ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ