બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / Six lakh homes in Surat will not get water on Monday: supply will be disrupted in these areas due to metro operation
Priyakant
Last Updated: 11:39 AM, 2 December 2023
ADVERTISEMENT
Surat Metro : સુરતવાસીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આવતીકાલે એટલે કે સોમવારે સુરતના અનેક વિસ્તારોમાં પૂરતું પાણી નહીં મળે. મહત્વનું છે કે, મેટ્રોની કામગીરી દરમિયાન પાણીની લાઇન શિફ્ટ કરવાની કામગીરી કરાશે. જેને લઈ સોમવારે 6 લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે. વિગતો મુજબ સુરતના વરાછા, કતારગામ, સેન્ટ્રલ ઝોનમાં પાણી પુરવઠો ખોરવાશે.
ADVERTISEMENT
રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરતમાં પણ મેટ્રો શરૂ થવાની છે. જેને લઈ હાલ મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી છે. આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે, મેટ્રોની કામગીરી દરમિયાન પાણીની લાઇન શિફ્ટ કરવામાં આવશે. જેથી લાઇન શિફ્ટીંગની કામગીરીને લઇ પાણી પુરવઠો બંધ રહેશે. સુરતના વરાછા, કતારગામ, સેન્ટ્રલ ઝોનમાં પાણી પુરવઠો ખોરવાશે જેથી સોમવારે 6 લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે. મહત્વનું છે કે, લંબેહનુમાન રોડ લાભેશ્વર ભવન ખાતે સોમવારે પાણી કાપ રહેશે. સવારે 4 કલાકથી રાત્રે 11 કલાક સુધી કામગીરી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.