બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / single use plastic will be banned

ધ્યાન આપો / મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય! દરરોજ વપરાશમાં લેવાતી આ ચીજ-વસ્તુઓ પર 1 જૂલાઈથી પ્રતિબંધ, જાણો વિગત

Khevna

Last Updated: 05:17 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોજીંદા વપરાશમાં લેવાતી આ બધી જ વસ્તુઓ પર લાગશે પાબંધી. જાણો વિગતવાર

  • Single Use Plastic Ban
  • આ વસ્તુઓ પર રહેશે પાબંધી 
  • ઉલ્લંઘન પર થશે કડક કાર્યવાહી 

Single Use Plastic Ban
પર્યાવરણને નુકસાન પહોંચાડવાવાળા પ્લાસ્ટિકના ઝંડાથી લઈને ઈયરબડ સુધી બધું જ થશે બેન. કેન્દ્રીય પ્રદુષણ  નિયંત્રણ બોર્ડએ આના ઉત્પાદન, ભંડારણ, વિતરણ તથા ઉપયોગ સાથે જોડાયેલ બધા જ પક્ષોને નોટિસ જાહેર કરી છે. આ નોટિસમાં 30 જૂન પહેલા પ્લાસ્ટિકની વસ્તુઓ પર પાબંધીની તૈયારીઓ પૂરી કરવાનું કહેવામાં આવ્યું છે. 

એકવાર વપરાઈ ગયેલ પ્લાસ્ટિક પર્યાવરણ માટે અત્યંત હાનિકારક માનવામાં આવે છે. આ પ્લાસ્ટિક ઉત્પાદકો લાંબા સમય સુધી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. નુકસાન જોતા, ઓગસ્ટ 2021માં કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ આ પર રોકને લઈને અધિસુચના જાહેર કરી હતી. આમાં એક જુલાઈથી આ પ્રકારની તમામ આઈટમો પર પાબંધી મુકવાનું કહેવાયું છે. આ જ ક્રમમાં સીપીસીબી તરફથી બધા સંબંધિત પક્ષો માટે નોટિસ જાહેર થઇ છે, જેમાં કહેવાયું છે કે 30 જૂન સુધી આ આઈટમો પર પાબંધીની બધી તૈયારીઓ પૂરી થઇ જવી જોઈએ. 

આ વસ્તુઓ પર રહેશે પાબંધી 
સીપીબીસીની નોટિસ અનુસાર, એક જુલાઈથી પ્લાસ્ટિક સ્ટિકવાળા ઈયરબડ, ફુગ્ગાઓમાં લાગવાવાળું પ્લાસ્ટિક, પ્લાસ્ટિકના ઝંડાઓ, કેંડી સ્ટિક, આઈસક્રીમ સ્ટિક, સજાવટમાં વપરાતા થર્મોકોલ વગેરે શામેલ છે. આ સાથે જ પ્લાસ્ટિક કપ, પ્લેટ, ગ્લાસ, કાંટો, ચમચી, ચાકુ, સ્ટ્રો, ટ્રે જેવી કટલેરી આઈટમ્સ, મીઠાઈના ડબ્બાઓ પર લગાવવામાં આવતું પ્લાસ્ટિક, પ્લાસ્ટિકના નિમંત્રણ પત્ર, 100 માઈકરોનથી ઓછી જાડાઈવાળા પીવીસી બેનર વગેરે શામેલ છે. 

ઉલ્લંઘન પર થશે કડક કાર્યવાહી 
સીપીસીબીની નોટિસનું ઉલ્લંઘન કરવાવાળાઓને કડક કાર્યવાહીની ચેતવણી આપાઈ છે, જેમાં ઉત્પાદકોને સીઝ કરવું, પર્યાવરણ ક્ષતિને લઈને ફાઈન લગાવવું, આ ઉત્પાદન સાથે જોડાયેલ ઉદ્યોગો બંધ કરાવવા જેવી કાર્યવાહીઓ શામેલ છે. 

  • સિંગલ યૂઝ પ્લાસ્ટિક ન સરળતાથી નષ્ટ થાય છે, ન રિસાયકલ.
  • આ પ્લાસ્ટિકના કણો પાણી તથા ભૂમિ પ્રદુષિત કરે છે. 
  • જલીય જીવો માટે નુકસાનકર્તા છે. 
  • ગંદકીનું મુખ્ય કારણ 

સમયસીમાની અંદર સ્ટોક પૂરો કરવાનો આદેશ 
સીપીસીબીએ બધા ઉત્પાદકો, સ્ટોકિસ્ટ,  દુકાનદારો, ઈ-કોમર્સ, સ્ટ્રીટ વેન્ડર, મોલ, માર્કેટ, શોપિંગ સેંટર, સિનેમા હોલ, ટુરિસ્ટ લોકેશન, સ્કૂલ, કોલેજ, ઓફીસ કોમ્પ્લેક્સ, દવાખાના તથા અન્ય સંસ્થાનો અને સમય લોકોને આ આઈટમોના ઉત્પાદન, વિતરણ, બિક્રી તથા વપરાશ પર રોક લગાવવાની વાત કરી છે. તેમને કહેવામાં આવ્યું છે કે પોતાનો સ્ટોક પૂરો કરવાનું સુનિશ્ચિત કરે એટલે એક જુલાઈથી પાબંધી લાગુ થઇ શકે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ