બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Simultaneously 30 students in the throes of typhoid

રોગચાળો / હિંમતનગરમાં વકરેલા રોગચાળાએ ટૅન્શન વધાર્યું, મેડિકલ કોલજના 30 વિદ્યાર્થીઓ એકસામટા માંદા પડતા મચ્યો હડકંપ

Ronak

Last Updated: 12:14 PM, 11 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંંમતનગર મેડિકલ કોલેજના 30 જેટલા વિદ્યાર્થીનો ટાઈફોઈડની ઝપેટમાં આવી જતા હોસ્પિટલ તંત્ર દોડતું થઈ ગયું છે. જોકે 10 વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. પરંતુ 20 વિદ્યાર્થીઓ હજું સારવાર હેઠળ છે.

  • એક સાથે 30 વિદ્યાર્થીઓ ટાઈપોઈડની ઝપટેમાં 
  • 20 વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ 
  • 10 વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી 

કોરોનાની બીજી લહેર હજું તો માંડ શાંત પડી ત્યા હિંમતનગરમાં હવે મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી છે. અહીયા આવેલ મેડિકલ કોલેજમાંજ 30 જેટલા વિદ્યાર્થીઓ ટાઈફોઈડની ઝપેટમાં આવી ગયા છે. જેના કારણે હોસ્પિટલ તંત્ર પણ દોડતું થઈ ગયું છે. 

વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો 

કોલેજના વિદ્યાર્થીઓને એક સાથે પેટમાં દુખાવાની સમસ્યા થવાને કારણે દરેકના ટાઈફોઈડના ટેસ્ટ કરવામાં આવ્યા. સિવિલ સંકુલમાં ગટરની અને પાણીની લાઈન એક થઈ જવાને કારણે આ રોગચાળો ફાટી નિકળ્યો તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોક સિવિલ પ્રશાસન આ વાતને નકારી રહ્યું છે.તો બીજી તરફ એક પછી એક વિદ્યાર્થીઓ બિમાર થઈ રહ્યા છે. 

10 વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી 

વિદ્યાર્થીઓ દ્વારા એવી જાણકારી આપવામાં આવી કે કેટલાક દિવસથી આર.ઓ બંધ છે. જેથી ગટરનું પાણી અને પવીના પાણીની લાઈન મિક્સ થઈ ગઈ જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે. કુલ 30 જેટલા વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હવે તે પૈકી 10 વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. જ્યારે 20 વિદ્યાર્થીઓ હજું સારવાર હેઠળ છે.

30 વિદ્યાર્થીઓની હાલત લથડી 

હોસ્ટેલમાં કુલ 800 વિદ્યાર્થીઓ રહે છે. જે પૈકી 30 વિદ્યાર્થીઓની હાલત લથડી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે બિન ઓરોગ્યપ્રદ ખોરાક કે પછી પાણી પિવાને કારણે રોગચાળો ફેલાયો છે. આવા કેસમાં 10 દિવસ પછી ટાઈફોઈડની અસર દેખાતી હોય છે. 

20 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મુદ્દે હાલમાં 10 જેટલા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. જ્યારે 20 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. જેમની હાલત સ્થિર છે. જેથી થોડાક દિવસોમાં તેમને પણ રજા આપી દેવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ