બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Sidhu Moose Wala Case: Gangster Lawrence Bishnoi Is Mastermind, Say Police

દિલ્હી પોલીસનો ખુલાસો / પંજાબી સિંગર મૂસેવાલાના હત્યારાનું નામ જાહેર થયું, તિહાર જેલમાં બંધ ખૂંખાર ગેંગસ્ટર માસ્ટરમાઈન્ડ

Hiralal

Last Updated: 08:32 PM, 8 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા ગેંગસ્ટર લોરેન્શ બિશ્નોઈએ કરી હોવાનો ખુલાસો દિલ્હી પોલીસે કરી દીધો છે.

  • સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં દિલ્હી પોલીસનો ખુલાસો
  • તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ કરી હતી હત્યા
  • દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને કરી જાહેરાત
  • અત્યાર સુધી મૂસેવાલાની હત્યામાં સામેલ પાંચ આરોપીની ઓળખ થઈ
  • પંજાબી સિંગર મૂસેવાલાની તેના ગામ માનસામાં થઈ હતી હત્યા 

પંજાબી સિંગર મૂસેવાલાની હત્યા કોણે કરી તેનો આખરે ખુલાસો થઈ ગયો છે. દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઈ હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ છે.  આ હત્યાના પાંચ આરોપીઓની અત્યાર સુધીમાં ઓળખ થઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે.

મૂસેવાલાની હત્યાનું પહેલેથી કાવતરુ ઘડાયું હતું 
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જણાવ્યું કે મુસેવાલાની હત્યાની તૈયારીઓ ઘણા સમય પહેલા જ કરવામાં આવી હતી અને રણનીતિના ભાગરૂપે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. લોરેન્સ બિશ્નોઈ તેમાં મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. 

એક આરોપી મૂસેવાલાની ખૂબ નજીક હતો 
મૂસેવાલા મર્ડર કેસમાં જે આરોપીઓના નામ સામે આવ્યા છે તેમાં એક આરોપી સિંગરની ખૂબ નજીક હોવાનું કહેવાય છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ પહેલા સાથે શૂટિંગ કરતા હતા. આવી સ્થિતિમાં, બંને એકબીજાને પહેલાથી જાણતા હતા. હાલ તો દિલ્હી પોલીસ માની રહી છે કે મહાકાલ ઉર્ફે સિધેશ હીરામલની ધરપકડથી આ કેસમાં ઘણી કડીઓ સ્પષ્ટ થઈ શકે છે. લોરેન્સ બિશ્નોઈ પણ પૂછપરછ દરમિયાન જે ખુલાસા કરી રહ્યા છે તેના આધારે કેસની તપાસ આગળ વધારી રહ્યા છે.જો કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સલમાન ખાનને મળેલા ધમકીભર્યા પત્રનો મુદ્દો પણ ઉઠ્યો હતો. તેવામાં દિલ્હી પોલીસે કંઇ પણ સ્પષ્ટ કહેવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ મુંબઇ પોલીસ આ મામલે તપાસ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની તેના ગામ માનસામાં થઈ હતી હત્યા

ઉલ્લેખનીય છે કે પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની તેના ગામ માનસામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાગરિતોએ હત્યા કરી નાખી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ