બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 03:53 PM, 5 February 2020
ADVERTISEMENT
4 ફેબ્રુઆરી સોશિયલ મીડિયા પર પોલ દ્વારા આ બિગ બોસ 13ના વિનર વિશે જાણવા મળ્યું હતું. પોલમાં કુલ લાખ જેટલા વોટ પડ્યા હતા. જો તમને એવું લાગે છે કે શોનો વિનર સિદ્ધાર્થ શુક્લા કે શહનાઝ ગિલ છે તો આ પોલનું રિઝલ્ટ જાણીને તમને ઝટકો લાગશે. આ પોલમાં શરૂઆતમાં સૌથી વધુ વોટ સિદ્ધાર્થને મળતા દેખાય પણ જેમ જેમ સમય આગળ વધતો ગયો આસિમ રિયાઝને વધુ વોટ મળ્યા અને તે નંબર વન પર આવી ગયો.
ADVERTISEMENT
સિદ્ધાર્થ કે શહનાઝ નહીં આ કન્ટેસ્ટન્ટ જીતશે શો
આ પોલમાં બીજા નંબર પર સિદ્ઘાર્થ શુક્લા, એ પછી શહેનાઝ અને આરતી પોલમાં સૌથી પાછળ ચાલી રહી છે. સિદ્ધાર્થ, શહનાઝ અને આસિમ શોના સૌથી સ્ટ્રોન્ગ કન્ટેસ્ટન્ટ છે. આ લોકો તેમની અલગ છાપ ઊભી કરી છે. જોકે, સમય જતાં આ ત્રણેય વચ્ચે અનેક ઝઘડાઓ પણ થયા છે. જેમાં આસિમ અને સિદ્ધાર્થના ઝઘડા સૌથી વધુ ચર્ચામાં રહ્યાં છે અને આ સીઝનમાં સલમાને કન્ટેસ્ટન્ટને ફટકાર પણ લગાવી છે.
આ કન્ટેસ્ટન્ટની લવલાઈફ રહી ચર્ચામાં
આ સીઝનમાં સિદ્ધાર્થ અને શહનાઝ તેમના રિલેશનશિપને લઈને ચર્ચામાં રહ્યા, ત્યારે આસિમ હિમાંશી ખુરાના સાથેની તેની લવ લાઈને કારણે લાઈમલાઈટમાં રહ્યો છે. જોકે, આસિમ પર એવા પણ આરોપ લગાવવામાં આવ્યા છે કે ઘરની બહાર તેની ગર્લફ્રેન્ડ છે અને તેણે હિમાંશીથી આ વાત છુપાવી છે. આસિમ માટે હિમાંશીએ તેના 9 વર્ષના રિલેશનશિપનો અંત લાવી દીધો. તે આસિમ માટે ફરી એકવાર સપોર્ટર તરીકે ઘરમાં આવી છે અને આસિમે તેને નેશનલ ટેલિવિઝન પર ઘૂંટડિયે બેસી પ્રપોઝ પણ કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.