બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Shocking case of love-jihad in Bharuch

ખુલાસો / ઈન્સ્ટાગ્રામ પર હિન્દુ નામ રાખીને પ્રેમમાં ફસાવી, પરિણીત હોવાની જાણ થતાં જ યુવતીએ ઘરે જઈને ધોઈ માર્યો...: ભરૂચમાં લવ-જેહાદનો ચોંકાવનારો કેસ

Vishal Khamar

Last Updated: 11:38 AM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચનાં ચવાજ ગામે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આદિ નામનાં યુવકે હિંદુ નામ રાખી ઈન્સ્ટાગ્રામ પર આઈડી બનાવ્યું હતું. જે બાદ યુવક દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ સમગ્ર ઘટનાને પગલે મહિલા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • ભરૂચના ચવાજ ગામે લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે 
  • આદિ નામના યુવકે હિંદુ નામ રાખી ઇન્સ્ટાગ્રામ પર બનાવ્યું હતું ID
  • યુવકે ઇન્સ્ટાગ્રામ પર હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી

 ભરૂચ તાલુકાનાં ચવાજ ગામે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે.  સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર આદિ નામનાં યુવકે હિંદુ નામ રાખી આઈડી બનાવ્યું હતું.  જે બાદ યુવકનો સોશિયલ મીડિયા મારફતે યુવતી સાથે સંપર્ક થતા બંને વચ્ચે મેસેજની આપલે શરૂ થઈ હતી. ત્યારે યુવક દ્વારા પોતે પરણીત હોવાની માહિતી છુપાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ સઘળી હકીકતની યુવતીને જાણ થતા યુવતિએ ચાવજ ગામે જઈ યુવકને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ સમગ્ર બનાવ બાબતે ભરૂચ એસપીને જાણ કરવામાં આવતા આ સમગ્ર મામલે મહિલા પોલીસની ટીમને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે. 

ખોટુ ઈન્સ્ટા. આઈડી

યુવક પરણીત હોવાનો ખુલાસો થતા યુવતી ચોંકી ઉઠી
ભરૂચ તાલુકાનાં એક ગામે રહેતી યુવતી નોકરી અર્થે ભરૂચ આવતી હતી. ત્યારે યુવતી સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરતી હતી. ત્યારે યુવતીની મુલાકાત સોશિયલ મીડિયા પર આર્ય પટેલ નામનાં યુવક સાથે થઈ હતી. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી.જે થોડા સમય બાદ પ્રેમમાં પરિણમી હતી.  ત્યારે થોડા સમય બાદ યુવતીને માલુમ પડ્યું કે તેણે જેની સાથે મિત્રતા કરી છે તેનું સાચુ નામ આદીલ પટેલ છે અને તે ચાવજ ગામનો રહેવાસી છે. તેમજ તે પરણીત હોવાનો ખુલાસો થતા યુવતી ચોંકી ઉઠી હતી. 

મને એક હિન્દુ સંગઠનનાં વ્યક્તિનો ફોન આવ્યો હતોઃ ઝીણા ભરવાડ (સરપંચ)
આ બાબતે ચાવજ ગામનાં સરપંચ ઝીણા ભરવાડે જણાવ્યું હતું કે, મને એક હિન્દુ સંગઠનનાં વ્યક્તિનો ફોન આવ્યો હતો. તે તમારા ગામમાં માથાકૂટ થઈ છે. જેથી હું તાત્કાલીક સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં યુવતી અને યુવાન બંને પક્ષોની વાતચીત સાંભળી હતી. તેમજ યુવક દ્વારા પોતાની ભૂલને સ્વીકારી હતી. જે બાદ અમે યુવતીને કહેલ કે તારે ફરિયાદ કરવી હોય તો કહો અમે તમને બનતી તમામ મદદ કરીશું. તેમ જણાવ્યું હતું. જે બાદ મહિલા સંગઠનમાંથી આવેલા એક બેન યુવતીને લઈ જતા રહ્યા હતા. 

વધુ વાંચોઃ સાયબર ક્રાઇમને અંકુશમાં લેવા ગુજરાત સરકારે કમર કસી, રાજ્યના 14 જિલ્લાને અપાઇ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ભેટ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ