બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Shobha Group founder signs Rs 900 crore deal to set up endowment university in Dubai

કરાર પર હસ્તાક્ષર / શોભા ગ્રુપના સ્થાપકે દુબઈમાં રૂપિયા 900 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા, સ્થપાશે એન્ડોમેન્ટ યુનિવર્સિટી

Vishal Dave

Last Updated: 06:56 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમની હાજરીમાં દુબઈમાં એન્ડોમેન્ટ યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે ચેરિટેબલ ગ્રાન્ટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર

શોભા ગ્રુપના સ્થાપક પીએનસી મેનન અને મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ ગ્લોબલ ઇનિશિયેટિવ્સે દુબઈમાં રૂપિયા 900 કરોડની એન્ડોમેન્ટ યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે ચેરિટેબલ ગ્રાન્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા, જે યુએઈનું સૌથી મોટા ચેરિટી ડોનેશનમાંથી એક છે.

 

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમની હાજરીમાં અને મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ ગ્લોબલ ઇનિશિયેટિવ્સ (MBRGI)ના વાઈસ ચેરમેન તેમજ શોભા ગ્રુપના સ્થાપક પરોપકારી પીએનસી મેનને દુબઈમાં એન્ડોમેન્ટ યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે ચેરિટેબલ ગ્રાન્ટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર મધર્સ એન્ડોમેન્ટ ઝુંબેશના ભાગ રૂપે કરવામાં આવ્યા છે, જેને UAEના ઉપ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન તેમજ દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમ દ્વારા દુનિયાભરના લાખો લોકોના શિક્ષણ માટે મદદરૂપ થવા એક અબજ ડોલર યુએઈ દિરહામનું ફંડ ઉભું કરીને માતાઓના સમ્માન માટે શરૂ કરવામાં આવી છે. 

 

900 કરોડના ખર્ચે યુનિવર્સિટી કેમ્પસની ઈમારતનું નિર્માણ અને વિકાસ

આ કરાર હેઠળ, શોભા રિયલ્ટી 4 વર્ષના સમયગાળામાં દુબઈમાં રૂપિયા 900 કરોડના ખર્ચે યુનિવર્સિટી કેમ્પસની ઈમારતનું નિર્માણ અને વિકાસ કરશે, જે યુએઈના સૌથી મોટા ચેરિટી દાનમાંથી એક છે. આ પ્રોજેક્ટ MBRGIને સોંપવામાં આવશે, જે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી સાથે સહકાર સાધશે અને એન્ડોમેન્ટ યુનિવર્સિટીનું સંચાલન કરશે.

 

2,000 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે, દુબઈ સ્થિત એન્ડોમેન્ટ યુનિવર્સિટીનો ઉદ્દેશ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે દુબઈમાં ઉપલબ્ધ અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક કાર્યક્રમોમાં ઉચ્ચ શિક્ષણના વિકલ્પોમાં વધુ વૈવિધ્ય લાવવાનો છે.


આંતરરાષ્ટ્રીય ધોરણો મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ ગ્લોબલ ઇનિશિયેટિવ્સના સેક્રેટરી જનરલ શેખ મોહમ્મદ અલ ગેરગાવીએ જણાવ્યું હતું કે,  "શોભા ગ્રુપ સાથે કરવામાં આવેલ ચેરિટેબલ ગ્રાન્ટ એગ્રીમેન્ટ યુએઇ અને આ ક્ષેત્રના હજારો વિદ્યાર્થીઓને એક ઉદાહરણરૂપ શૈક્ષણિક વાતાવરણમાં જોડાવા અને પોતાનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરવા માટેની વ્યવસ્થા પૂરી પાડે છે."

 

'વિશ્વભરના લાખો લોકોને મદદ કરવા માટે આતુર છે'

શોભા ગ્રુપના સ્થાપક, પીએનસી મેનન જણાવ્યું હતું કે: “MBRGI સાથે કરવામાં આવેલા ચેરિટેબલ ગ્રાન્ટ એગ્રીમેન્ટ, અસરકારક પ્રોજેક્ટ્સને અમલમાં મૂકવા માટેના અમારા સંયુક્ત સહયોગનો એક ભાગ છે, ઘણા દેશોમાં સંવેદનશીલ વસ્તી માટે લાભદાયક છે. મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ ગ્લોબલ ઇનિશિયેટિવ્સ સાથેના જોડાણને કારણે શોભા ગ્રુપ માટે આ કરાર ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કેમ કે અમે વિશ્વભરના લાખો લોકોને મદદ કરવા માટે યુએઈ દ્વારા શરૂ કરવામાં આવેલી ચેરિટી અને માનવતાવાદી પહેલને સમર્થન આપવા આતુર છીએ.”

 

“મધર્સ એન્ડોમેન્ટ ઝુંબેશમાં ફાળો આપનારાઓમાં સામેલ થઈને અને દુબઈમાં આગામી કેમ્પસ બિલ્ડિંગના વિકાસ માટે જવાબદાર સંસ્થા તરીકે અમે રોમાંચિત છીએ. અમે દ્રઢપણે માનીએ છીએ કે એન્ડોમેન્ટ યુનિવર્સિટીમાં કરેલા રોકાણના ભવિષ્યમાં સ્થાનિક અને પ્રાદેશિક બંને સ્તરે લાભ મળશે તેમજ ગ્લોબલ ડેસ્ટિનેશન અને જ્ઞાનના ઇન્ક્યુબેટર તરીકે દુબઈનો દરજ્જો વધુ સુદ્રઢ બનાવતા વિકાસ માટેના પ્રયત્નો પર હકારાત્મક અસર પડશે," તેમ તેમણે ઉમેર્યું હતું.

 

આ પ્રોજેક્ટ દ્રઢનિશ્ચય અને કરુણાનો પુરાવો

સરહદો પાર લોકોને સશક્ત બનાવવા સરહદોને પાર જેનો પડઘો પડે છે તેવી પરોપકારી પ્રગતિમાં, માનવતાવાદી હેતુઓ માટેના તેમના સમર્પણ માટે જાણીતા શ્રી મેનન, 2030 સુધીમાં 18 લાખ રૂપિયાની કિંમતનું એક અને ખાસ કરીને મહિલાઓ દ્વારા સંચાલિત પરિવારો માટે 1000 મફત મકાન પૂરા પાડવાની 'ગૃહ શોભા' પહેલ દ્વારા ભારત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો વિસ્તાર કરે છે. આ પ્રોજેક્ટ દ્રઢનિશ્ચય અને કરુણાનો પુરાવો છે, જે પરિવારોને પ્રકાશિત કરવા અને સમુદાયોના સશક્તિકરણ માટેના શોભા ગ્રુપના મિશનનું ઉદાહરણ રજૂ કરે છે.

નવતર પ્રયાસો

શોભા એકેડેમીના કોરિડોરથી લઈને શોભા હેલ્થ કેરના વિસ્તાર સુધી, સર્વગ્રાહી સમુદાય વિકાસ માટેનું શ્રી મેનનનું સમર્પણ ગહનપણે ગુંજી ઉઠે છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્યના માર્ગો શોધે છે, જ્યારે જરૂરિયાતમંદ પરિવારોને મહત્વપૂર્ણ આરોગ્યસંભાળ સેવાઓ મળી રહે છે. દહેજમુક્ત સામાજિક લગ્નો અને અસંખ્ય મહિલાઓને સામાજિક અવરોધોમાંથી મુક્ત કરાવવા જેવા નવતર પ્રયાસો કરવામાં આવ્યા છે.

 

શ્રી પીએનસી મેનનની ભારત-કેન્દ્રિત પરોપકારી પહેલની સાથે દુબઈમાં એન્ડોમેન્ટ યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે UAEના MBRGI અને શોભા ગ્રુપ વચ્ચેની ભાગીદારી, સશક્તિકરણ, કરુણા અને સરહદોની બહાર ટકાઉ વિકાસ માટેના સહિયારા વિઝનનું પ્રતિક છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ