બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Shine in farmers and crops.! Praise of rain again in Gujarat, Gujarat police got big facilities, opportunity to invest in silver

2 મિનિટ 12 ખબર / ખેડૂતો અને પાકમાં ચમક.! ગુજરાતમાં ફરી વરસાદના વધામણાં, ગુજરાત પોલીસને મળી મોટી સુવિધાઓ, ચાંદીમાં રોકાણનો અવસર

Vishal Khamar

Last Updated: 07:23 AM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news:જન્માષ્ટમીનાં દિવસે જ રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં મેઘ મહેર થતા લોકોએ અસહ્ય બફારાથી રાહત મેળવી હતી. તો બીજી તરફ પોલીસ જવાનોને રૂ.1 કરોડનો અકસ્માત વિમો મળશે. તે સિવાય અન્ય ઘણા બધા લાભો પણ પોલીસ જવાનોને મળશે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે. જેમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. જેને લઈ હવે ખેડૂતોના ચહેરા પર અનોખી ચમક જોવા મળશે. છેલ્લા કેટલા દિવસો સુધી વરસાદે આરામ લીધા બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થશે. 

રાજ્યભરમાં ભારે બફારા બાદ મેઘરાજા આશરે એક મહિના બાદ વરસી રહ્યાં છે. રાજ્યનાં અનેક રાજ્યોમાં વરસાદની ફરી શરૂઆત થવાને લીધે ખેડૂતો આનંદિત થયાં છે એટલું જ નહીં સ્થાનિકોને પણ ગરમીથી રાહત મળતાં હાશકારો અનુભવાયો છે. વડોદરા, અમદાવાદ, ખેડા, મહેસાણા વગેરે જિલ્લાઓમાં વરસાદે આગમન કર્યું છે. 

દ્વારકા ખાતે ધામધૂમ પૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે 12 વાગ્યે ભગવાનને વિશેષ પૂજા-અર્ચનાં કરવામાં આવી હતી. તેમજ રાજ્યમાં આવેલ દ્વારકા, ડાકોર, શામળાજી તેમજ અમદાવાદનાં ઈસ્કોન મંદિર ખાતે ભક્તોએ ભજન-કીર્તન કર્યા હતા. તેમજ આરતી બાદ ભક્તોએ આનંદ ઉલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવને વધાવ્યો હતો.

રાજકોટમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે શોભાયાત્રા નું આયોજન થાય છે જેમાં સંતો મહંતો ની ખાસ ઉપસ્થિતિ હોય છે જેમાં સ્વામિનારાયણ ધર્મના પણ સંતો ઉપસ્થિત રહેતા હોય છે પરંતુ આ વખતે સાળંગપુર વિવાદ બાદ પ્રથમ વખત સ્વામિનારાયણ ધર્મના સંતો ની સૂચક ગેરહાજરી દેખાઈ હતી.વજુભાઈ વાળાએ કહ્યું કે, 'સમસ્ત હિન્દૂ સમાજને એક થવાની જરૂર છે, કોઈ પણ વિવાદ ઉભો થઇ શકે પણ વિવાદથી નહીં સંવાદથી ઉકેલ લાવવો જોઈએ, જે કઈ ભૂલ હોય પરંતુ ધર્મ વચ્ચે સંઘર્ષ ન થવો જોઈએ.' આગળ શ્રી કૃષ્ણ ભગવાનનું વજુભાઇ વાળા એ ઉદાહરણ આપ્યું હતું અને આગળ કહ્યું કે ''નાની એવી ભૂલ થાય તો તલવાર કાઢીને માથું ન કાપવું જોઈએ, જે કઈ હશે તેનો નિર્વિવાદ નિરાકરણ આવશે. ધર્મની વિરુદ્ધ પ્રવચન કરે તેમને મોટા કહેવા કે નહીં તે સમાજે નક્કી કરવાનું રહેશે પણ આવતા દિવસોની અંદર કોઈ આવી ભૂલ ન કરે તેવું પણ નિરૂપણ કરવાની જરૂર છે. '

ગુજરાત પોલીસનાં જવાનોની સામાજીક સુરક્ષા વધુ મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પોલીસ જવાનોને રૂપિયા એક કરોડની વીમો મળશે. તેમજ સંપૂર્ણ અને આંશિક વિકલાંગતાનાં કેસમાં રૂા. 80 લાખથી 1 કરોડનો વીમો તેમજ એમ્બ્યુલન્સ-દવાઓ સહિત મેડિકલ સુવિધાઓને પણ લાભ મળશે. ગુજરાત પોલીસ અને એસબીઆઈ બેંક વચ્ચે વીમા અંગે કરાર કરાયો છે. તેમજ સેલરી એકાઉન્ટ સાથે પોલીસ જવાનોને મળશે વીમા સહિત મેડિકલનાં લાભો.  

ગુજરાત વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે. 12 સપ્ટેમ્બરે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક મળવાની છે, જે બેઠકમાં વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ ઘડવામાં આવશે. અત્રે જણાવી દઈએ કે, આગમી 13 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું સત્ર મળવાનું છે. 

સોનુએ રોકાણકારોની પ્રથમ પસંદગી છે. લોકો આંખ બંધ કરીને સોનામાં રોકાણ કરે તેવો વિશ્વાસ હોય છે. બીજી બાજુ ચાંદી તરફે રોકાણકારોનો ઝુકાવ ઓછો જોવા મળે છે. પરંતુ હવે સોનાની સાથે સાથે ચાંદીમા પણ રોકાણની સારી તકો જોવા મળી રહી છે કારણ કે ચાલુ વર્ષે ચાંદીના ભાવમાં જબરો ઉછાળો આવે તેવી શક્યતાઓ રહેલી છે. જેને લઈને તમે પણ ચાંદી ખરીદે તો અમુક સમયગાળા બાદ તેમાં સારા એવા વળતરની શક્યતાઓ રહેલી છે. રોકાણ નિષ્ણાતોનું માનીએ તો આગામી મહિનાઓમાં તેમાં 15 ટકાનો વધારો થાય તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે અંદાજ મુજબ ચાંદીની કિંમત 85 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર આવનારા ગણતંત્ર દિવસ સમારોહ માટે QUAD સમૂહનાં નેતાઓને આમંત્રિત કરવા પર વિચાર કરી રહી છે. સૂત્રો અનુસાર અંતિમ નિર્ણય તો શીર્ષ નેતાઓની ઉપલબ્ધતા બાદ લેવામાં આવશે. પરંતુ જો આવું થઈ જાય છે તો PM મોદી, બાઈડન, ઓસ્ટ્રેલિયન PM એન્થની અલ્બનીઝ અને જાપાની પીએમ ફુમિયો કિશિદા એક મંચ પર એકસાથે નજરે પડશે.

આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 3 મહિના લંબાઈ ગઈ છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ મફતમાં આધાર અપડેટની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બરથી વધારીને 14 ડિસેમ્બર 2023 કરી નાખી છે. એટલે હવે લોકો 3 મહિના વધારે મફતમાં આધાર અપડેટ કરાવી શકશે. 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સનાતન ધર્મ વિવાદ પર નિવેદન આપ્યું હતું. લખનૌમાં કૃષ્ણ જન્માષ્ટમી સંબંધિત એક કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું હતું કે હાલની સ્થિતિએ સનાતન ધર્મને અપમાનિત કરવાના છાશવારે પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ આ સનાતન ધર્મ દરેક લોકોને સાથે લઈને ચાલનારો ધર્મ છે. જેને ઔરંગઝેબ પણ પણ નથી મટાવી શક્યો!  

નવી શિક્ષણ નીતિ હેઠળ સરકારે બાળકોને શાળાએ મોકલવા માટે યોગ્ય ઉંમર તરીકે છ વર્ષ નક્કી કરી છે. આ પહેલા તેમને ત્રણ વર્ષ માટે પ્રિ-સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ આપવામાં આવશે. આ નવા નિયમને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે ગુજરાત હાઈકોર્ટ તેની સાથે સંમત થઈ છે. જ્યારે માતાપિતા પર કડક ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું કે ત્રણ વર્ષથી ઓછી વયના બાળકોને પ્રી-સ્કૂલમાં મોકલવા એ માતાપિતા તરફથી ગેરકાયદેસર કૃત્ય છે. આ પિટિશન તે માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવી હતી જેમના બાળકો 1 જૂન, 2023 સુધીમાં છ વર્ષ પૂરા નથી કરી રહ્યા. પરંતુ આ તમામ બાળકોએ તેમના કિન્ડરગાર્ટન અને નર્સરીના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. બાળકોના માતા-પિતાના એક જૂથે શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 1 માં પ્રવેશ માટે વય મર્યાદા નક્કી કરીને 31 જાન્યુઆરી, 2020 ના રોજ રાજ્ય સરકારના નોટિફિકેશનને પડકારવાની માંગ કરી હતી. નવી શિક્ષણ નીતિમાં બાળકોને નર્સરીમાં ત્રણ વર્ષમાં લોઅર કિન્ડરગાર્ટન (LKG) માટે ચાર વર્ષમાં પ્રવેશ આપવો જોઈએ. જ્યારે અપર કિન્ડરગાર્ટન (યુકેજી) માટે આ ઉંમર પાંચ વર્ષ છે. આનો અર્થ એ છે કે બાળકોને છ વર્ષની ઉંમરે વર્ગ 1 માં પ્રવેશ આપતા પહેલા ત્રણ વર્ષનો આ આધાર પૂર્ણ કરવો પડશે. 

14 ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની હાઈ વોલ્ટેજ મેચ રમાવાની છે પરંતુ તેને માટે બધી ટિકિટો વેચાઈ ગઈ છે. ભારત-પાક.મેચની એક ટિકિટનો ભાવ 56 લાખ રુપિયા છે તેમ છતાં પણ બુકિંગ હાઉસફૂલ થઈ ગયું છે. 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન ભારતમાં વનડે વર્લ્ડ કપ રમાવાનો છે. 14 ઓક્ટોબરે મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે, આમ તો તેની બધી ટિકિટો વેચાઈ ગઈ છે પરંતુ વધારેમાં વધારે લોકો મેચ જોઈ શકે તે માટે બીસીસીઆઈએ એક મહત્વનું એલાન કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ