બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / sharad pawar ajit pawar meeting eknath shinde maharashtra

રાજકારણ / મહારાષ્ટ્રમાં આ શું ચાલી રહ્યું છે? રાત્રે અચાનક જ કાકા શરદ પવારના ઘરે પહોંચી ગયા અજીત પવાર, પણ કેમ?

Arohi

Last Updated: 03:03 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ajit Pawar: શિંદે સરકારમાં મંત્રી બનતાની સાથે જ અજીત પવારે અચાનકથી એનસીપી પ્રમુખ શરદ પવારની સાથે મુલાકાત કરી છે. શરદ પવાર સાથે તેમના નિવાસ પર જ મુલાકાત થઈ છે.

  • મહારાષ્ટ્રમાં આ શું ચાલી રહ્યું છે?
  • અજીત પવારે કરી શરદ પવાર સાથે મુલાકાત 
  • શરદ પવાર સાથે નિવાસ સ્થાન પર જ કરી મુલાકાત 

શિંદે સરકારમાં નાણામંત્રી બનતા જ અજીત પવારે અચાનક એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી છે. શરદ પવાર સાથે તેમના નિવાસ પર જ આ મુલાકાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના રાજકારણમાં જે પ્રકારનો રાજકીય ખેલ થયો છે. તેના બાદ આ મુલાકાતની ચર્ચાઓ બજારને ગરમ કરી રહી છે. આમ તો હવે આ મીટિંગનું અસલ કારણ પણ સામે આવી ગયું છે. 

શરદ પવારને મળવા શા માટે ગયા હતા અજીત? 
હકીકતે શરદ પવારની પત્ની પ્રતિભા પવારનું શુક્રવારે બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં હાથનું ઓપરેશન થયું. આ ઓપરેશન બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોતાની કાકીની ખબર લેવા માટે જ અજીત ત્યાં ગયા છે. 

ત્યાં તેમની શરદ પવાર સાથે વાતચીત પણ થઈ હોઈ શકે છે. એટલે કે રાજનૈતિક ગલીઓમાં જરૂર મુલાકાતને રાજકીય રીતે જોવામાં આવી રહી છે. પરંતુ અજીત ગ્રુપ તેને ફક્ત એક શિષ્ટાચાર ભેટ સુધી સીમિત રાખવા માંગે છે. 

અજીતના નાણામંત્રી બનતા જ શિંદે ગ્રુપ પરેશાન 
જાણકારી માટે જણાવી દઈએ કે શુક્રવારે શિંદે સરકારમાં અજીત પવારને નાણામંત્રાલય સોંપવામાં આવ્યું. તે એ મંત્રાલય છે જેના પર નજર શિંદે ગ્રુપના ધારાસભ્યોની પણ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવથી ઘણા શિવસૌનિકોનો સંબંધ પણ આ કારણે તૂટ્યો હતો કારણ કે મહા વિકાસ અધાડી સરકારમાં અજીત નાણામંત્રી રહેતા યોગ્ય રીતે ફંડ ન હતા મળ્યા ઘણા વિકાસ કાર્યો રોકાઈ ગયા હતા. 

તેમણે તર્કોના આધાર પર માંગ કરી હતી કે શિંદે સરકારમાં અજીતને નાણામંત્રાલયન આપવામાં આવે. પરંતુ હવે તેને રાજકીય પ્રેશર કહેવામાં આવે કે બીજુ કંઈક શિંદે ગ્રુપના ધારાસભ્યોની માંગને નથી માનવામાં આવી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ