બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Shankarsinh Vaghela congratulated the Gujarat government, said that they had taken some courage all these years, because of the liquor ban, the youth got addicted to drugs.

પ્રતિક્રિયા / શંકરસિંહ વાઘેલાએ ગુજરાત સરકારને પાઠવ્યા અભિનંદન, કહ્યું આટલા વર્ષે થોડીક હિંમત કરી, દારૂબંધીના કારણે યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા

Vishal Khamar

Last Updated: 06:33 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત રોજ રાજ્યનાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂનાં સેવનને લઈ છૂટછાટ આપવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી દ્વારા નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો.

  • ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે શંકરસિંહ વાઘેલાની પ્રતિક્રિયા
  • ગુજરાતમાં નવા વર્ષે અપાઈ ગિફ્ટઃ શંકરસિંહ વાઘેલા
  • 'હું દારૂ પીતો નથી અને કોઈ પીવે એ મને ગમતું પણ નથી'

 ગિફ્ટ સિટીમાં દારૂનાં સેવનને લઈ આપવામાં આવેલ છૂટછાટ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ દ્વારા નિવેદન આપ્યું હતું કે,  બહુ ખુશીનાં સમાચાર નવા વર્ષની ગિફ્ટ એ પણ ગાંધીજીના નામે બનેલ ગાંધીનગરનાં શહેરમાં સરકારે આટલા વર્ષે જે પણ હિંમત કરી થોડી પણ એને હું અભિનંદન આપું છું. કારણ કે આ નીતિ હાલ જે અમલમાં છે તે દંભી નીતી છે કૃત્રિમ. દીવમાં મળતું હોય. દમણમાં, સેલવાસમાં,  આબુમાં, ઉદેપુરમાં, ઈન્દોર દાહોદની બોર્ડર ઉપર આવી નીતિ જ્યારે ચારે બાજુ ખુલ્લુ હોય અને તમે ટાઈટ કંપાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે.  એટલે છેલ્લે છેલ્લે ભલે આ ગિફ્ટથી શરૂઆત કરી પણ મને ખબર છે. SOU  માં છૂટછાટ આપવી જોઈએ. વાયબ્રન્ટ નામ આપ્યું ત્યારે જરૂર થયું હશે કે ગુજરાતમાં વાયબ્રન્ટ થવું જોઈએ. મહાત્મા મંદિર ધોલેરા સર છે. નડાબેટ, સાસણગીરમાં પણ છૂટ આપો. 

સરકારે વહેલી તકે આનો વિચાર કરવો જોઈએ
દારૂ પરથી નીતિ હટાવીને સાયન્ટીફીક નવી સારી નીતી જેથી ગુજરાતનું યુવાઘન બરબાદ ન થાય. આ નીતીના કારણે ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયું છે. દારૂનાં રવાડે ચડેલ યુવાઘનને પાછો વાળી શકાય પરંતું ડ્રગ્સનાં રવાડે ચડેલ યુવાઘન ખત્મ થઈ જાય છે. માટે સરકારે વહેલી તકે આનો વિચાર કરવો જોઈએ. હું પોતે પીતો નથી કોઈ પીવેએ પણ મને ગમતું નથી.  ગુજરાતમાં તમે જો પહેલ કરી જ છે તો બાવા બન્યા હો તો હિંદી બોલના પડેગા. 

ઈન્કમ ઓફ સોર્સનો ઉપયોગ હકારાત્મક થઈ શકે
ગુજરાતમાં કેવી રીતે આ નીતીનો ઉપયોગ થાય જેથી કરીને સોર્સ ઓફ ઈન્કમ જે કહેવાય આવક માટે દારૂ બંધી ખોલવી જોઈએએ મત નો નથી. પરંતું જે આવક પચાસ હજાર કરોડ રૂપિયા આવવાની છે. ભણાવો દીકરા દીકરીઓને ફ્રી ઓફ. તમે મેડીકલ ટ્રીટમેન્ટ ફ્રી આપો. જ્યાં ટ્રીટમેન્ટ કરાવવી હોય ત્યાં કરાવો બિલ સરકાર આપે છે.  આ બધામાં આનો ઉપયોગ હકારાત્મક થઈ શકે. આમાં જો ગાંધીઆશ્રમ બાકી ન રહેતો પોરબંદરમાં પણ ખોલી આપો, કરમસદમાં ખોલો, વડનગરમાં ખોલો કંઈ ખોટુ નથી આ.  ભૂતકાળમાં કોમ્યુનલ રાઈટ્સ પણ આનાં લીધે થતા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ