બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Shani Jayanti 2023:Shani dosh upay

Shani jayanti 2023 / આ ત્રણ રાશિના જાતકો પર છે શનિનો પ્રકોપ! ખરાબ પરિણામોથી બચવું હોય તો આ દિવસે કરી લો ખાસ ઉપાય

Bijal Vyas

Last Updated: 07:13 AM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે કે શનિ જયંતિના દિવસે વિધિ વિધાનથી ભગવાનની પૂજા કરવાથી જીવનમાં આવેલા સંકટથી મુક્તિ મળે છે. તો આવો જાણીએ શનિ દેવના પ્રકોપથી બચવાના ઉપાય

  • આજે શનિ જયંતિની ભક્તો ઉજવણી કરશે 
  • મકર, મીન અને કુંભ રાશિના લોકો ઉપર શનિની સાડાસાતી ચાલી રહી છે
  • શનિ જયંતિના દિવસે ધતુરાના બીજ શિવજીને અર્પણ કરવા જોઈએ

Shani Jayanti 2023: પુરાણોમાં અને શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવાયા છે. સૂર્યદેવ શનિદેવના પિતા છે અને છાયા તેમની માતા છે. દર વર્ષે જેઠ માસની અમાસના દિવસે શનિજયંતિ ઉજવાય છે. 19 મે એટલે કે આજે શનિ જયંતીની ઉજવણી થશે. કહેવાય છે કે શનિ જયંતિના દિવસે વિધિ વિધાનથી ભગવાનની પૂજા કરવાથી જીવનમાં આવેલા સંકટથી મુક્તિ મળે છે. ખાસ કરીને જે લોકો પર શનિની સાડાસાતી અને પનોતી ચાલતી હોય તેમણે શનિ જયંતીના દિવસે આ ઉપાયો કરવા જોઈએ. તેનાથી જીવન ખુશહાલ બને છે.

આ 3 રાશિઓ પર ચાલી રહેલા શનિની ખરાબ નજર
જ્યોતિષશાસ્ત્ર અનુસાર હાલ મકર, મીન અને કુંભ રાશિના લોકો ઉપર શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિના પ્રભાવના કારણે આ રાશિના લોકોના કાર્યમાં અડચણ આવે છે અને તેમને નુકસાન પણ સહન કરવું પડે છે. ઘરમાં સ્વાસ્થ્ય સમસ્યા પણ સંકટ બને છે. આવી સ્થિતિમાં આ ત્રણ રાશિના જાતકોએ પોતાના જીવનમાં આવેલી સમસ્યાથી મુક્તિ મેળવવા માટે હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો નિયમિત પાઠ કરવો જોઈએ અને શિવ મંદિરમાં પૂજા કરવી જોઈએ. 

શનિવારે કરો આ મંત્રજાપથી શનિદેવને પ્રસન્ન, મળશે અપાર લાભ | to make happy shani  dev do chant these shani stotra


શનિ જયંતિ પર જરુર કરો આ 3 ઉપાય
ધર્મના જાણકારો મુજબ, જે વ્યક્તિની સાડાસાતી અથવા તો પનોતી ચાલતી હોય તેમણે શનિ જયંતિના દિવસે ધતુરાના બીજ શિવજીને અર્પણ કરવા જોઈએ. કારણ કે શિવજીની આરાધના કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે અને જાતકને પોતાના આશીર્વાદ આપે છે. આ ઉપાયથી જાતકના અટકેલા કામ બની જાય છે અને ઘરના તમામ સંકટ દૂર થાય છે. 

શનિ મંદિરમાં રાખો આ વાતનું ધ્યાન 
જે લોકો પર શનિની સાડાસાતી કે પનોતી ચાલી રહી હોય તે લોકોએ શનિદેવના મંદિર જઇને તેમની આરાધના કરવી. જોકે આ દરમિયાન શનિ જયંતિના દિવસે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે શનિ મંદિરમાં દર્શન કરવા કે પૂજા કરવા જાવ ત્યારે શનિદેવની આંખોમાં ન જોવું. આમ કરવાથી શનિદેવની કુદરતી જાતક ઉપર પડે છે અને ઘરમાં આ સમસ્યાઓ શરૂ થાય છે. તેનાથી બચવા માટે શનિદેવના ચરણોને જોવા અને તેલના પાત્રમાં પોતાની છાયા જોઈને તેનું દાન કરવાનું રાખવું.

શનિદેવને ખૂબ ગમે છે આ રાશિ: ડગલે ને પગલે આપે છે સાથ, જાણૉ તમારી રાશિનું નામ  છે કે નહીં | Shani Dev likes this zodiac sign very much Follows the path  whether

આ વસ્તુથી ખુદને રાખો દૂર 
શનિની સાડાસાતીથી પીડિત આવા લોકોએ માંસ અને દારૂના સેવનથી પોતાને દૂર રાખવું જોઈએ. આમ ન કરવાથી શનિદેવનો ક્રોધ ભભૂકી ઉઠે છે અને તેના પ્રભાવથી દેશવાસીઓનું જીવન પરેશાનીઓથી ઘેરાઈ જાય છે. આવા લોકોને શનિ જયંતિ પર કાળા કૂતરા, કાગડા કે કાળા બળદને ભોજન કરાવવું જોઈએ. આમ કરવાથી શનિનો ક્રોધ શાંત થઈ જાય છે અને તે પ્રસન્ન થઈને જાતકને આશીર્વાદ આપે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ