બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shani give boon of happiness and prosperity to three zodiac signs all pending work completed

શનિ ગોચર / આ ત્રણ રાશિના લોકો પર મહેરબાન થશે શનિ, આપશે સુખ- સમૃદ્ધિનું વરદાન, રોકાયેલા બધા કામ થઈ જશે પુરા

Arohi

Last Updated: 03:54 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Dev: શનિ ગોચર અમુક રાશિઓ માટે અનુકૂળ પરિણામ લાવી શકે છે. આ સપ્ટેમ્બરમાં શનિ પોતાની ચાલ બદલશે અને તેનો પ્રભાવ બધા પર જોવા મળશે. ખાસ કરીને ત્રણ રાશિઓ વિકાસ અને નાણાકીય સમૃદ્ધિની તરફ વધશે.

  • સુખ- સમૃદ્ધિ આપશે શનિ
  • રોકાયેલા બધા કામ થઈ જશે પુરા
  • આ ત્રણ રાશિના લોકોને થશે ફાયદો 

જ્યોતિષમાં શનિને કર્મોના દેવતાના રૂપમાં ઓળખવામાં આવે છે એક એવો ગ્રહ જે આપણા કર્મોનું ફળ આપે છે. બધા ગ્રહોમાં શનિ ધીમી ગતિથી ચાલે છે અને તેમનો પ્રભાવ વ્યક્તિગત જીવન પર પડવાની સાથે દુનિયા પર પણ પડે છે. 

શનિ ગોચર અમુક રાશિઓમાં અનુકૂળ પરિણામ લાવી શકે છે. આ સપ્ટેમ્બરમાં શનિ પોતાની ચાલ બદલવાનો છે અને તેનો પ્રભાવ બધા પર જોઈ શકાય છે. ખાસ કરીને ત્રણ રાશિઓ વિકાસ અને નાણાકીય સમૃદ્ધિની તરફ વધશે. 

મિથુન 
મિથુન રાશિના લોકો માટે શનિની સીધી ચાલ અદ્ભુત કામ કરશે. શનિ તેમની જન્મ કુંડળીના ભાગ્ય ભાવમાં હશે અને તેમને સૌભાગ્યના આશીર્વાદ આપશે. રોકાણ કરવા માટે ખૂબ સારો સમય છે કારણ કે જુના રોકાણથી સારો-લાભ થઈ શકે છે. 

જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો આ સમયમાં તેની પ્રાપ્તિ થઈ શકે છે. કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં બેસતા વિદ્યાર્થીઓને પણ શનિના પ્રભાવથી લાભ મળવાની સંભાવના છે. યાત્રા યોજનાઓ દેશમાં કે વિદેશમાં સંભવ છે. 

તુલા 
શનિની સીધી ચાલથી તુલા રાશિના લોકોને પણ લાભ થશે. શનિ તેમના પાંચમા ઘરમાં ગોચર કરશે. જે બુદ્ધિ અને ઈચ્છાઓને નિયંત્રિત કરે છે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા વ્યક્તિની આ સમયમાં ઈચ્છા પુરી થઈ શકે છે. 

અમુક તુલા રાશિના જાતકો માટે કાર કે સંપત્તિ ખરીદવાના યોગ બની રહ્યા છે. નોકરીયાતને પ્રમોશન મળી શકે છે અને ભૌતિક સુખ-સુવિધાઓ તમારી પહોંચમાં રહેશે. 

મકર 
મકર રાશિના લોકો માટે એક શુભ સમય છે કારણ કે શનિ તેમના ધન ભાવમાં ગોચક કરશે. અણધાર્યો નાણાકીય લાભ અને લાંબા દેવાની વસુલી સંભવ છે. 

આ સમય તેમના વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન લાવશે. જો તમારા પર કોઈના પૈસા બાકી છે. તો આજ સમય છે જ્યારે તમને તે પરત મળી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ