બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shani dev powerful rashi kumbh makar gives money and prosperity in life

જ્યોતિષ શાસ્ત્ર / આ 2 રાશિના જાતકો પર શનિદેવ છે વધુ મહેરબાન, આપે છે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

Bijal Vyas

Last Updated: 02:04 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિ દરેક ગ્રહમાં સૌથી ધીમી ગતિએ ચાલનારો ગ્રહ છે આ કારણથી જાતકોના જીવન પર તેનો શુભ-અશુભ પ્રભાવ વધારે દિવસ સુધી રહે છે.

  • શનિ વાયુ તત્વને સૌથી પ્રમુખ ગ્રહ માનવામાં આવે છે
  • મકર રાશિ માટે શનિ ઘન અને સંપન્નતા આપે છે
  • મકર રાશિના લોકોએ પન્ના ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાય અને કર્મફળદાતા માનવામાં આવે છે. તે લોકોને તેમના દ્વારા કરવામાં આવેલા કર્મો આધારે શુભ અને અશુભ ફળ પ્રદાન કરે છે. 

શનિ દરેક ગ્રહમાં સૌથી ધીમી ગતિએ ચાલનારો ગ્રહ છે આ કારણથી જાતકોના જીવન પર તેનો શુભ-અશુભ પ્રભાવ વધારે દિવસ સુધી રહે છે. 

શનિ વાયુ તત્વને સૌથી પ્રમુખ ગ્રહ માનવામાં આવે છે. શનિ મકર અને કુંભ એમ બે રાશિઓનો સ્વામી છે, મકર પૃથ્વી તત્વની અને કુંભ વાયુ તત્વની રાશિ છે. 

Topic | VTV Gujarati

મકર રાશિ માટે શનિ ઘન અને સંપન્નતા આપે છે. ત્યાં કુંભ રાશિ માટે શનિ જ્ઞાન અને આધ્યાત્મ આપે છે. શનિ કુંભ રાશિની વધારે નજીક માનવામાં આવે છે. આવો જાણીએ જ્યોતિષ અનુસાર, શનિની સૌથી શક્તિશાળી રાશિ કઇ છે. 

1. મકર રાશિ 
મકર રાશિ પૃથ્વી તત્વના રાશિ છે અને આ રાશિનો સ્વામી શનિ છે. આ રાશિ પર શનિ અને બુધ બંને પર પ્રભાવ હોય છે. મકર રાશિવાળાનો બુધ બુદ્ધિમાન બનાવી દે છે. આ રાશિના લોકો ચાલાક, હોશિયાર અને ધનવાન હોય છે. 

આ રાશિ કરિયર અને રોજગારને સીધો પ્રભાવિત કરે છે, તે સાથે આ રાશિની નબળાઇ તેનો અહંકાર છે. મકર રાશિના લોકોએ પન્ના ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે, તે સાથે સૂર્યદેવની ઉપાસના પણ કરવી જોઇએ. 

આ રાશિના જાતકો થઇ જજો નિશ્ચિંત ! છ મહિના સુધી શનિદેવ વરસાવશે કૃપા દ્રષ્ટિ |  satrun will benefit for three zodiac sign people

2. કુંભ રાશિ 
કુંભ રાશિના સ્વામી શનિદેવ જ છે. અને શનિને આ રાશિ ખૂબ જ પ્રિય છે. તેનુ જીવન શનિ પર નિર્ભર રહે છે. કુંભ રાશિના લોકોમાં આધ્યાત્મ, અંતર્જ્ઞાન અને કલાના ગુણ હોય છે. આ લોકો સમાજના એક મોટા વર્ગને સીધો પ્રભાવિત કરે છે. 

આ જાતકોએ નિયમિત રીતે ભગવાન શિવની ઉપાસના કરવી જોઇએ. તે સાથે જ ખોટી આદતોથી દૂર રહેવુ જોઇએ. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ