બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / sesame seeds for teeth whitening strong gums

Teeth whitening Tips / બ્રશ કર્યા બાદ પણ પીળા દેખાય દાંત, તો તરત ચાવી લો રસોડામાં મૂકેલી આ વસ્તુ, તરત આવશે ચમક

Bijal Vyas

Last Updated: 06:59 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાંતને સફેદ અને સ્વચ્છ રાખવા માટે આપણે રોજ બ્રશ કરીએ છીએ, પરંતુ તે પછી પણ દાંત પર પીળાશ રહે છે, તો દાંતને હંમેશા ચમકદાર અને સફેદ રાખવા શું કરવું? આવો જાણીએ...

  • સવારે વહેલા ઉઠીને શેકેલા તલ ચાવવાથી દાંત મજબૂત થાય છે
  • આયુર્વેદમાં તલને ચમત્કારિક બીજ માનવામાં આવે છે
  • જાણો દાંત માટે તલ કેવી રીતે છે ફાયદાકારક

Teeth whitening Tips:આપણે બધા દરરોજ દાંતને સાફ કરવા માટે બ્રશ કરીએ છીએ, પરંતુ ઘણીવાર આપણે જોઈએ છીએ કે તે પછી પણ દાંત પર પીળા દેખાય છે, જે ક્યારેક શરમનું કારણ બની જાય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દાંત મોતીની જેમ ચમકે અને લોકો આપણી સ્માઇલ જોઈને ઇમ્પ્રેસ થઈ જાય. તો શું કરવું જેથી દાંત હંમેશા સફેદ અને સ્વચ્છ દેખાય? દાંતને ચમકદાર બનાવવા શું કરવું? કેટલાક લોકો દાંતને સફેદ કરવા માટે ઘરગથ્થુ ઉપાયો પણ શોધવા લાગે છે.

જો તમને દાંતને સફેદ કરવા માટેના રામબાણ ઉપાયોનો ખ્યાલ છે, તો તે ખૂબ જ સરળ પણ બની જાય છે. અહીં અમે તમારા માટે આવી જ કેટલાક નુસ્ખા લઈને આવ્યા છીએ, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આવો જાણીએ કે તમારે શું કરવું જોઈએ જેથી તમારા દાંત હંમેશા ચમકતા રહે.

સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે 'સફેદ તલ'નું સેવન, પરંતુ પહેલા જાણી લો આ  વાત | consume white sesame seeds to strengthen your health but first know  these things

દાંતને ચમકાવા માટે શું કરવું ?
દાંત અને પેઢાના સ્વાસ્થ્ય માટે માત્ર દરરોજ બ્રશ કરવું જ જરૂરી નથી પરંતુ કેટલીક ટ્રિક્સ અપનાવવી પણ જરૂરી છે. તેમજ કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓનું સેવન કરીને તેમને મજબૂત કરવાની જરૂર છે. આપણા મૌખિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે આપણે કેટલાક બીજનું સેવન કરી શકીએ છીએ. દાંતની ચમક અને પેઢાના સ્વાસ્થ્ય માટે તલ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે.

સવારે વહેલા ઉઠીને શેકેલા તલ ચાવવાથી દાંત મજબૂત થાય છે. ચાવ્યા પછી ટૂથપેસ્ટ અથવા ટૂથપાઉડરનો ઉપયોગ કર્યા વિના નરમ ટૂથબ્રશથી તમારા દાંતને ફરીથી બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે.

ટૂથપેસ્ટની જગ્યા એલોવેરા જેલથી પણ કરી શકો છો દાંતની સફાઇ, જોવા મળશે જોરદાર  અસર instead of toothpaste you can also clean your teeth with aloevera gel

દાંત માટે તલ કેવી રીતે છે ફાયદાકારક?
તલના બીજમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, તે દાંત અને પેઢાની આસપાસના હાડકાંને સુરક્ષિત રાખે છે. તેઓ દાંતના ઇનેમલને બનાવવામાં  મદદ કરતા પ્લાકને દૂર કરવામાં પણ મદદરૂપ હોવાનું માનવામાં આવે છે.

માનવામાં આવે છે કે, જ્યારે કોઈ વ્યક્તિ વહેલી સવારે શેકેલા તલ ચાવે છે, ત્યારે તે લીવર અને પેટને ઉત્તેજિત કરવામાં અને પાચનની અગ્નિને સુધારવામાં મદદ કરે છે. મોંઢાના સ્વાસ્થ્યની કાળજી લેવી એ ફક્ત આપણા દાંત અને પેઢાં માટે જ નહીં પણ આપણા પાચન, અંગ અને ટિશ્યૂ હેલ્થ માટે પણ ફાયદાકારક છે.

આયુર્વેદમાં તલને ચમત્કારિક બીજ માનવામાં આવે છે. તેઓ હાડકાં, દાંત અને વાળને મજબૂત બનાવવામાં સહાયક તરીકે કામ કરી શકે છે. આ બીજ કબજિયાતની સારવારમાં મદદ કરી શકે છે. આ સાથે, તે તીવ્ર ઉધરસને શાંત કરવા માટે પણ જાણીતા છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ