બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Serious negligence of the doctor came to light in Jambusar Sub District Hospital
Vishal Khamar
Last Updated: 11:50 AM, 26 February 2024
ADVERTISEMENT
ભરૂચનાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં પ્રસૃતા મહિલાનાં ઓપરેશન સમયે તબીબ મહિલાનાં પેટમાં કપડું ભૂલી ગયા હતા. ત્યારે તબીબને બેદરકારીથી ઓપરેશન બાદ મહિલાનું પેટ ફૂલી ગયું હતું. જે બાદ મહિલાએ અન્ય તબીબ પાસે સોનોગ્રાફી કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. મહિલાનું ફરી ઓપરેશન કરી કપડું બહાર કાઢવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે તબીબ ચાર્મી આહીર સામે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
ADVERTISEMENT
આ બાબતે દર્દી અમીષા સોલંકીએ જણાવ્યું હતું કે, જંબુસરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં મે મારૂ ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન બાદ તબીબની ભૂલનાં કારણે મારા પેટમાં કપડું રહી ગયું હતું. જે બાદ આ સમગ્ર મામલે મેં તબીબ ચાર્મી આહીર સામે ફરિયાદ નોંધાવી છે.
આ મામલે મહિલાનાં પતિ શૈલેષ સોલંકીએ જણાવ્યું હતું કે, જૂના ર્ડાક્ટર હતા ત્યાં ગાયનેક ર્ડાક્ટરને ત્યાં અમે ચેક કરાવ્યું સોનોગ્રાફી રિપોર્ટ કરાવ્યું હતું. રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે સિઝેરીયન ઓપરેશન દરમ્યાન અંદર કપડું રહી ગયું છે. પછી અમે ફરી જંબુસર આવ્યા. જે બાદ અમે ર્ડાક્ટર ચાર્મી આહીરને મળ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે અમારીથી જે ભૂલ થઈ છે. જે કપડું છે અંદર તે કાઢી નાંખીશું. તેમજ બેસ્ટ ટીમ બોલાવી તમારો પ્રોબ્લેમ શોર્ટ આઉટ કરી દઈશું. અને એક દિવસ મારા પત્નિને દાખલ કર્યા હતા. બીજા દિવસે તબીબોએ એવું જણાવ્યું હતું કે, અમારી પાસે પુરતા સાધનો નથી. અમે પોલીસ ફરિયાદ કરવા ગયા હતા. બે મહિના બાદ તપાસમાં એવું જાણવા મળ્યું કે ર્ડાક્ટરથી આ ભૂલ થઈ છે. જેનો રિપોર્ટ મળ્યો છે. જે બાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ દર્દી દ્વારા ર્ડાક્ટરને નોટીસ આપી હતી કે તમારાથી આ ભૂલ થઈ છે. ત્યારે આ સમગ્ર મામલે ર્ડાક્ટર દ્વારા દર્દીને નોટીસ ફટકારી 50 લાખનો બદનક્ષીનો દાવો કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.