બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / See what Gujarat's veteran leaders are saying after MLA's resignation from AAP

પ્રતિક્રિયા / 'દબાવ અને લાલચમાં ભૂપત ભાયાણીએ...', AAPમાંથી MLAના રાજીનામા બાદ જુઓ શું કહી રહ્યાં છે ગુજરાતના દિગ્ગજ નેતાઓ

Priyakant

Last Updated: 01:22 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhupat Bhayani News: વિસાવદરના AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામાં બાદ રાજકીય નેતાઓના નિવેદનો, ઇસુદાન ગઢવીએ કહ્યું, એક વર્ષ સુધી ભૂપતભાઇએ કામ કર્યું તેનો આભાર

  • વિસાવદરના AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનું રાજીનામું 
  • હું AAP સાથે જ છું: AAP ધારાસભ્ય સુધીર વાઘાણી 
  • ભાજપ વિપક્ષના ધારાસભ્યોને દબાવવાનુ કામ કરી રહી છે: ઉમેશ મકવાણા
  • સામ દામ અને દંડ ભેદથી AAPના ધારાસભ્યોને તોડવા પ્રયાસ: અજિત લોખીલ
  • એક વર્ષ સુધી ભૂપતભાઇએ કામ કર્યું તેનો આભાર માનુ છું: ઇસુદાન ગઢવી 

Bhupat Bhayani News : ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા ઓપરેશન લોટસ શરૂ થયું હોવાની સ્થિતિ બની છે. આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે. આ તરફ એવી ચર્ચા હતી કે, AAPના હજી બીજા 2 ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે. જોકે હવે ગારીયાધાર AAP ધારાસભ્ય સુધીર વાઘાણીએ નિવેદન આપતા કહ્યું છે કે, હું AAP સાથે જ છું. ઉમેશ મકવાણાએ કહ્યું કે, ભાજપ વિપક્ષના ધારાસભ્યોને દબાવવાનુ કામ કરી રહી છે, ધારાસભ્યોને જેલમાં નાખી દેવાની ધમકી આપી રહ્યુ છે. આ તરફ હવે એક બાદ એક રાજકીય નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. 

શું કહ્યું વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ? 
વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ નિવેદન આપ્યું હતું કે, હું વિકાસને માનવાવાળો વ્યક્તિ છુ. હું ભાજપનો જ કાર્યકર્તા હતો, મને ભાજપે ક્યારેય કાઢી નથી મુક્યો. આ સાથે કહ્યું કે, ભાજપે મને ક્યારેય સસ્પેન્ડ નથી કર્યો. રાજીનામાં અંગે કહ્યું કે, મારા કાર્યકર્તાઓના કહેવાથી નિર્ણય કર્યો છે. મારે ચૂંટણી લડવી કે નહી તે કાર્યકર્તાઓ નક્કી કરે, આ સાથે કહ્યું કે, હું ભાજપમાં જોડાવાનો છું. ભાજપમાં મે 22 વર્ષ સુધી કામ કર્યુ છે, ભાજપે મારી ઉપર ક્યારેય કાદવ નથી ઉછાળ્યો. તેમણે કહ્યું કે, રાજકારણમાં આવુ બનતુ હોય છે, જનતાની સેવા કરવા આપ યોગ્ય પ્લેટફોર્મ ન હતું, આ સાથે કહ્યું કે, મારે આપના અન્ય ધારાસભ્ય સાથે સંપર્ક નથી થયો. હું જનતાની સેવા કરવા માંગુ છુ. ચૂંટણી લડવાનો નિર્ણય પ્રદેશમાંથી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, મોવડી મંડળનો આદેશ હશે તે સ્વીકારીશ.

શું કહ્યું ધારાસભ્ય સુધીર વાઘાણીએ ? 
AAPના ધારાસભ્યોના રાજીનામાંની ચર્ચા વચ્ચે VTV NEWS સાથે વાત કરતા AAPના ધારાસભ્ય સુધીર વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી. AAPના ધારાસભ્ય સુધીર વાઘાણીએ કહ્યું કે, હું AAP સાથે જ છું, હું કોઇ પણ પાર્ટી સાથે જોડાવાનો નથી. આ સાથે તેમણે મોટું નિવેદન આપતા કહ્યું કે, હું આગામી સમયમાં AAPમાંથી લોકસભાની ચૂંટણી લડીશ.  
 
AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાની પ્રતિક્રિયા
AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનુ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ VTV NEWS સાથે વાત કરતા બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ  પ્રતિક્રિયા આપી છે. ઉમેશ મકવાણાએ કહ્યું કે, ભાજપ વિપક્ષના ધારાસભ્યોને દબાવવાનુ કામ કરી રહી છે, ધારાસભ્યોને જેલમાં નાખી દેવાની ધમકી આપી રહ્યુ છે. ભુપત ભાઈ પર પણ પ્રેશર હતુ, ભાજપ ખરીદવેચાણ સંઘ બની ગયુ છે. આ સાથે કહ્યું કે, ભાજપ આપથી ડરી ગયુ છે, અમારા 4 ધારાસભ્યો અમે એક જ છીએ. અમે પાંચ વર્ષ આપમાં જ રહેવાના છીએ. 

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા
AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનુ ધારાસભ્ય પદેથી રાજીનામાં બાદ AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે, અત્યાર સુધી 5 ધારાસભ્યોએ ઈમાનદારીથી કામ કર્યું છે. પ્રજા માટે અને પ્રજાના હિત માટે રાજનીતિમાં આવ્યા છે. પ્રથમ વખત ત્રીજા પક્ષને મહત્વના મત મળ્યા હતા. આ સાથે કહ્યું કે, અમારા 5 ધારાસભ્યોને ભાજપના નેતા ઓફર કરે છે. એક વર્ષ સુધી ભૂપતભાઇએ કામ કર્યું તેનો આભાર માનુ છું. આ સાથે કહ્યું કે, વિસાવદર જનતાની માફી માંગુ છું. ઇસુદાન ગઢવીએ કહ્યું કે, ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના નેતા એક્ટિવ થયા હતા. ભૂપતઇને કોઈના કોઈ રીતે જોડાવા પ્રયત્ન કરી રહ્યા હતા. આ સાથે કહ્યું કે, ગુજરાતમાં 2027માં AAPની સરકાર બનશે. તેથી ભાજપ અત્યારથી જ એક્ટિવ બની રહી છે. 

AAPના ગુજરાત સંગઠન મંત્રી અજિત લોખીલની પ્રતિક્રિયા
વિસાવદર AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનું રાજીનામાં અંગે AAPના ગુજરાત સંગઠન મંત્રી અજિત લોખીલની પ્રતિક્રિયા સામે આવી છે. અજિત લોખીલે કહ્યું કે, સામ દામ અને દંડ ભેદથી AAPના ધારાસભ્યોને તોડવા પ્રયાસ થઈ રહ્યો છે. જે રીતે ભુપતભાઈનું રાજીનામું આવ્યું તે સ્પષ્ટ સંદેશ આપે છે. 156 બેઠક છતાં AAPના 5 MLAની જરૂરિયાત ભાજપને હોય તે જનતા સામે છે. વિસાવદરનાં ધારાસભ્યનું રાજીનામું એ સ્પષ્ટ સંદેશ આપે છે. 

જામ જોધપુર AAP ધારાસભ્ય હેમંત ખવાની પ્રતિક્રિયા 
વિસાવદરના AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામાં બાદ હવે જામ જોધપુર AAP ધારાસભ્ય હેમંત ખવાની પ્રતિક્રિયા સામે આવી છે. હેમંત ખવાએ કહ્યું કે, ભૂપત ભાયાણીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. ભાયાણીએ રાજીનામું આપી જનતા સાથે દ્રોહ કર્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, હું કોઇ પણ પાર્ટીમાં જોડાવાનો નથી. 

AAP જૂનાગઢ લોકસભા બેઠકના ઇન્ચાર્જની પ્રતિક્રિયા
ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામાં વચ્ચે AAP જૂનાગઢ લોકસભા બેઠકના ઇન્ચાર્જની પ્રતિક્રિયા સામે આવી છે. લોકસભા બેઠક ઇન્ચાર્જ હિતેશ વઘાસિયાએ કહ્યું કે, ભાજપ યેનકેન પ્રકારે રાજીનામાં અપાવે છે. ભાજપના દબાવ અને લાલચમાં ભુપત ભાયાણીએ રાજીનામું આપ્યું. સરપંચ હતા ત્યારે ઉચાપતના કેસો હતા, જે કેસ માટે દબાવી રાજીનામું અપાવ્યું હોય એવું બની શકે છે. ભુપત ભાયાણીને પણ BJP સાથે લગાવ હતો. આ સાથે તેમણે કહ્યું કે, સ્વાર્થી લોકોની AAPમાં જગ્યા જ નથી.

કોંગ્રસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીની પ્રતિક્રિયા
AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનુ ધારાસભ્ય પદેથી રાજીનામાં હવે કોંગ્રસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના ડો.મનીષ દોશીએ કહ્યું કે, જનતાના મેન્ડેટ પર ચૂંટાઈ ભાયાણીએ ભાજપમાં ઘર વાપસી કરી છે. ભાજપ જનતા મેન્ડેટનો અનાદર કરી પક્ષપલટો કરાવે છે, સત્તા પર હાવી થવું ભાજપની નીતિ રહી છે. આ સાથે કહ્યું કે, ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે પક્ષપલટા થઈ રહ્યા છે. ભાજપમાં આંતરિક જુથબંધી આસમાને છે છે અને વર્ષો જૂના કાર્યકરો અંદરખાને નારાજ છે. જૂના કાર્યકરોને ખૂણામાં હડસેલી દેવાયા છે. 

કોણ છે ભૂપત ભાયાણી  ? 
આજે વિસાવદરના AAPના ધારાસભ્ય ભૂપેશ ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રૂબરૂ મળી ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું છે. સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક ગણાતી હતી. કેશુભાઈ બાદ હર્ષદ રિબડિયા કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગત ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા પરંતુ AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીએ તેમને લગભગ 7 હજારના માર્જીનથી હરાવ્યા હતા. ભાયાણી BJP ગોત્રના છે તેઓ બે વર્ષ પહેલા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ સરપંચ પણ રહી ચુક્યા છે. 

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર રચાય તે પહેલા પાર્ટીનો આંકડો 156થી વધીને 157 પર પહોંચે તે નિશ્ચિત છે. બીજી તરફ 3 અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે.  ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા ધવલસિંહ ઝાલા, વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર ગોહિલ અને બનાસકાંઠાની ધાનેરા બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા માવજીભાઈ દેસાઈ પણ ભાજપમાં જોડાવા માટે તૈયાર છે.  જો બધુ બરાબર રહેશે તો આગામી દિવસોમાં આ ત્રણ ધારાસભ્યો પણ ભાજપના પક્ષમાં આવશે. આ ત્રણેય પણ ભાજપના ગોત્રના હોવાથી ટિકિટ ન મળવાને કારણે બળવાખોર તરીકે ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ