બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Secret outing gone horribly wrong: Couple spends night in jungle after falling into valley, makes no call for help

પાવાગઢમાં પ્રેમીઓને સજા / છુપાઈને સાથ માણવાનું કડીના કપલને મોંઘું પડ્યું, પાવાગઢ ડૂંગર પર થઈ 'કંપાવનારી કસોટી', દયા આવી જશે

Hiralal

Last Updated: 09:22 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરવાળાથી છુપાઈને સાથ માણવા ગયેલા કડીના કપલ સાથે પાવાગઢના ડૂંગરમાં એક કંપાવનારી ઘટના બની હતી, જે કોઈને પણ ફફડાવી મૂકવા પૂરતી છે.

  • કડીનું કપલ પાવાગઢની ટેકરીઓ પરથી ખીણમાં ખાબક્યું 
  • સાપ અને દીપડાઓથી ભરેલા જંગલમાં વીતાવી રાત
  • સવારે બચાવ ટુકડીએ આવીને બચાવ્યાં
  • ઘરવાળાથી છુપાઈને સાથ માણવા ગયા હતા સિક્રેટ ટ્રીપ પર 

પ્રેમીઓ સાથે સમય વીતાવવા અને કોઈને ખબર પણ ન પડે એટલે છુપાઈને ક્યાંક ફરવા ઉપડી જતા હોય છે. પરંતુ ક્યારેક છુપાઈને ફરવા જતા નાની યાદ આવી જાય તેવું બનતું હોય છે. કડી-કલોલના એક પ્રેમીપંખીડાને પણ એક મોટી યાતનામાંથી પસાર થવાનો વારો આવ્યો અને ફરી ક્યારેક સિક્રેટ ટ્રીપ પર નહીં જાય તેવી પ્રતિજ્ઞા લઈ લેશે. આ કપલ ઘરવાળાથી પોતાનું અફેર્સ છુપાવવા માટે અને સાથે સમય પસાર કરવા માટે પાવાગઢની ટ્રિપ પર ગયું હતું પરંતુ ત્યાં તેમને મજાને બદલે સજા મળી. તેમની સાથે ખૂબ કંપાવનારી ઘટના બની હતી. 

પાવાગઢ ટેકરીની નીચે ખાડામાં પડ્યું કપલ 
ગુરુવારે મૂળ કડી-કલોલનું આ કપલ પાવાગઢ પહોંચ્યું હતું પરંતુ કરમની કઠણાઈએ પહાડી પર ચઢતાં તેઓ નીચે ખીણમાં ગબડી પડ્યાં હતા. શુક્રવારે સવારે પોલીસને આ ઘટના અંગે ઇમરજન્સી કોલ આવ્યો હતો. આ પછી પોલીસે કપલની શોધખોળ શરૂ કરી હતી. ત્રણ કલાકના સર્ચ ઓપરેશન બાદ બંનેને બચાવી લેવામાં આવ્યા હતા. આખી રાત જંગલમાં રહ્યા પછી પણ તેઓ બચી ગયા એ તેમનું નસીબ છે. 

બન્નેની પાસે મોબાઈલ હતો કેમ ન લીધી મદદ
આ કપલ પાસે મોબાઈલ હતો તેઓ ધારેત તો ફોન કરીને મદદ માગી શક્યા હોત પરંતુ તેમણે એવું ન કર્યું અને આખી રાત જંગલમાં વિતાવી. તેમને ડર હતો કે જો તેઓ મોબાઈલથી કોઈની મદદ માગશે તો તેમના સંબંધને ઘરવાળાને ખબર પડી જશે તેથી તેમણે સંબંધ છુપાવવા આવી બધી મુશ્કેલીઓ સહન કરી લીધી અને સવારમાં સર્ચ ટીમે તેમને બચાવી લીધા હતા. 

પ્રતિબંધિત વિસ્તારમાં તળાવ નજીક કાંટાળી ઝાડીઓમાં ફસાયું 
આ કપલ એ વાતથી અજાણ હતા કે આ જંગલ દીપડા અને સાપથી ભરેલું છે. તેઓ નસીબદાર છે કે તેઓ તળાવ નજીક કાંટાળી ઝાડીમાં ફસાઈ ગયા હોવાથી જીવતા જંગલમાંથી બહાર આવ્યા છે. તે બહાર આવ્યું છે કે જ્યાં તેઓ ફસાયા હતા તે સ્થળ હેલિકલ વાવની પાછળનો જંગલ વિસ્તાર છે. જે ત્યજી દેવાયેલી ખાણોની નજીક છે. ત્યાંનો વિસ્તાર સ્થાનિકો માટે પ્રતિબંધિત વિસ્તાર તરીકે પણ ઓળખાય છે.

મહિલાને સ્ટ્રેચર પર, પુરુષને બેડશીટમાં બાંધીને બહાર કઢાયા 
બચાવ ટુકડી તેમની પાસે પહોંચી ત્યારે તેમની હાલત ખૂબ ખરાબ હતી, બન્ને જ્યાં પડ્યાં હતા ત્યાંથી હલી શકે તેવી હાલતમાં નહોતા. મહિલાને સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવી હતી તો પુરુષને બેડશીટમાં બાંધીને લઈ જવો પડ્યો હતો. પહાડ પરથી પડવાના કારણે તેમને ખૂબ વાગ્યું હતું અને ખાવાનું પણ કંઈ મળ્યું નહોતું. બંનેને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આટલું આટલું થયું હોવા છતાં પણ કપલે તેમના પરિવારનો સંપર્ક કરવા માટે તૈયાર નથી. પોલીસનું કહેવું છે કે મહિલા પરિણીત છે અને ત્રણ બાળકોની માતા છે. હાલ બંનેની સારવાર ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ