બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Sea plane service can be closed in Ahmedabad gujarati news

અમદાવાદ / સી-પ્લેન મેઈન્ટેનન્સમાં ગયું એ ગયું, પાછું આવ્યું જ નહીં: કોઈ એજન્સીને રસ ન હોવાથી પ્રોજેક્ટ બંધ થવાના આરે

Dhruv

Last Updated: 11:27 AM, 8 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સી-પ્લેન પ્રોજેક્ટને કોઇ પણ એજન્સી ચલાવવા તૈયાર ન હોવાના કારણે PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હવે બંધ થવાના આરે આવી ગયો છે.

  • PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા સી-પ્લેનની કપરી સ્થિતિ
  • ઓછી માંગના કારણે એજન્સીઓનો રસ ઘટ્યો
  • મેન્ટેનન્સમાં ગયેલું સી-પ્લેન હજુ પરત નથી આવ્યું

અમદાવાદથી કેવડીયા સરળતાથી પહોંચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન શરૂ કરવામાં આવ્યો હતો. જે પ્રોજેક્ટ હવે બંધ થવાના આરે છે. આ પ્રોજેક્ટમાં આવક કરતાં ખર્ચ વધારે થતો હોવાથી કોઈ પણ એજન્સી આ પ્રોજેક્ટને ચલાવવા તૈયાર નથી. સી-પ્લેનમાં ખરાબી આવવાથી મેન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું હતું. જે બાદ પરત ફર્યું નથી. આ સેવા ફરી ક્યારે શરૂ થશે તે અંગે પણ હજુ કોઈ માહિતી નથી.

સી-પ્લેનને મેન્ટેનન્સ માટે મોકલ્યા બાદ હજુ સુધી સી-પ્લેન પરત નથી ફર્યું

દેશમાં સર્વપ્રથમ સી-પ્લેન સેવા પ્રારંભ કરવાનું ગૌરવ ગુજરાત ચોકકસથી લઈ શકે છે. પરંતુ આ સેવાના પ્રારંભ બાદ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સેવા હવે ભવિષ્યમાં શરૂ થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. રાજ્ય સરકારે સી-પ્લેન સેવા એક સહેલાણી આકર્ષણ તરીકે શરૂ કરી હતી અને તેનો હેતુ ઉમદા હતો કે આપણા જળમાર્ગોનો ઉપયોગ વધે પરંતુ આ સેવામાં વારંવાર વિધ્ન આવ્યા હોવાથી સરકારે સી-પ્લેન પ્રોજેક્ટને જ હાલ હોલ્ડ પર મૂકી દીધો હોય તેવું લાગી રહ્યું છે. સી-પ્લેનને મેન્ટેનન્સ માટે મોકલ્યા બાદ હજુ સુધી સી-પ્લેન પરત નથી ફર્યું.

રાજ્ય સરકારે રૂ. 7.70 કરોડની રકમ આ સેવાનો પ્રારંભ કરવા ખર્ચ કર્યો

તમને જણાવી દઇએ કે, આ સમયગાળામાં પણ સી-પ્લેન સેવા અવારનવાર બંધ કરવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારે પણ અગાઉ બજેટ સત્રમાં સ્વીકાર્યું હતું કે રાજ્ય સરકારે રૂ. 7.70 કરોડની રકમ આ સેવાનો પ્રારંભ કરવા માટે ખર્ચ કર્યો હતો. અગાઉ ત્રણ ખાનગી કંપનીઓએ આ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરવા બીડ કરી હતી પરંતુ તેના ઉંચા ઓપરેટીંગ ખર્ચના કારણે તેમજ સહેલાણીઓ નહીં મળતા હોવાના કારણે આ સેવામાં કોઈ ખાનગી ઓપરેટરોએ રસ દાખવ્યો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ