બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / SCO Meeting Goa: Pakistan foreign minister Bilawal Bhutto reached India to attend the SCO meeting

SCO Meeting Goa / 12 વર્ષ બાદ કોઈ પાકિસ્તાની વિદેશમંત્રીનો ભારત પ્રવાસ: ગોવામાં ભુટ્ટોનું સ્વાગત, ખુશીથી જુઓ શું કહ્યું

Vaidehi

Last Updated: 04:45 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનનાં વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો SCO શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં જોડાવા ભારત પહોંચી ગયાં છે. ટ્વીટ કરી આ અંગે આપી માહિતી.

  • SCO મીટિંગ માટે ભારત આવ્યાં પાકિસ્તાનનાં વિદેશમંત્રી
  • બિલાવલ ભુટ્ટોએ ગોવા પહોંચવા પહેલા કર્યું ટ્વીટ
  • ભારતનાં વિદેશમંત્રી એસ.જયશંકરની અધ્યક્ષતામાં થશે આ બેઠક

પાકિસ્તાનનાં વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો શંઘાઈ સહયોગ સંઘઠનમાં શામેલ થવા માટે ગોવા પહોંચ્યાં છે. બિલાવલ ગોવામાં થનારી SCOની બેઠકમાં શામેલ થવા પહોંચ્યા છે. પૂંછમાં આતંકી હુમલો થયાનાં 14 દિવસ બાદ બિલાવલની ભારતયાત્રા રાજનૈતિક અને આંતરરાષ્ટ્રીય સંબંધોના મામલામાં ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. ભારતનાં વિદેશમંત્રી એસ.જયશંકરની અધ્યક્ષતામાં થનારી આ બેઠકમાં ચીની વિદેશમંત્રી કિન ગૈંગ, રશિયાનાં સર્ગેઈ લાવરોવ સહિત પાકિસ્તાનનાં વિદેશમંત્રી ભુટ્ટો પણ જોડાયા છે.પાકિસ્તાનથી ગોવા આવ્યાં પહેલાં તેમણે ટ્વિટ કર્યું કે તે ભારતનાં ગોવામાં SCO સમ્મેલનમાં શામેલ થવા જઈ રહ્યાં છે.

એસ.જયશંકર બાઈલેટ્રેલ મીટિંગ કરશે
ચીન અને રશિયાનાં વિદેશ મંત્રાલયોની સાથે એસ.જયશંકર બાઈલેટ્રેલ મીટિંગ કરશે પરંતુ બિલાવલની સાથે વન ટૂ વન મીટિંગનો અત્યાર સુધી કોઈ શિડ્યૂલ જોવા મળ્યો નથી. પાકિસ્તાનને લઈને ભારતનો વ્યૂહ સ્પષ્ટ છે કે તે જ્યાં સુધી સીમા પર આતંકવાદ બંધ કરતાં નથી ત્યાં સુધી ભારતની સામે તેમની દાળ ઓગળવાની નથી.

 

પાકિસ્તાનનાં ભૂટ્ટોએ ભારત આવવા પહેલાં કર્યું ટ્વીટ


શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન શું છે?
SCO નો સંપૂર્ણ અર્થ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન છે. આ સંગઠનની શરૂઆત વર્ષ 1996માં કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનું નામ શાંઘાઈ-5 રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના સભ્યો ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન હતા. જૂન 2001માં આ રાષ્ટ્રો અને ઉઝબેકિસ્તાન ઊંડા રાજકીય અને આર્થિક સહયોગ માટે નવા સંગઠનની જાહેરાત કરવા શાંઘાઈમાં મળ્યા હતા. SCO ચાર્ટર પર જુલાઈ 2002 માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને સપ્ટેમ્બર 2003 થી અમલમાં આવ્યા હતા. જૂન 2017માં યોજાયેલી ઐતિહાસિક સમિટમાં ભારત અને પાકિસ્તાનના સમાવેશ બાદ આ જૂથ આઠ દેશોમાં વિસ્તર્યું છે. SCOનો હેતુ એકબીજા વચ્ચે વેપાર અને રોકાણ વધારવાનો છે. આ સાથે વંશીય અને ધાર્મિક ઉગ્રવાદ, સરહદ નિર્ધારણ જેવા મુદ્દાઓને ઉકેલવાનો પણ હેતુ છે. આ સંગઠનને વર્ષ 2001માં SCO નામ આપવામાં આવ્યું હતું. ઉદ્દેશ્ય એ હતો કે મધ્ય એશિયાના નવા સ્વતંત્ર દેશોમાં તણાવને કેવી રીતે રોકવો, જેની સરહદ રશિયા અને ચીન સાથે છે અને કેવી રીતે સુધારવી અને સરહદો નક્કી કરવી.

આ સંસ્થામાં કેટલા સભ્યો છે?
આ સંસ્થામાં 8 સભ્યો છે. આ ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત અને પાકિસ્તાન છે. આ ઉપરાંત, આ સંગઠનમાં 4 નિરીક્ષક દેશો છે - અફઘાનિસ્તાન, બેલારુસ, મંગોલિયા અને ઈરાન. ઈરાનને સભ્ય બનાવવાની પ્રક્રિયા 2021માં શરૂ કરવામાં આવી છે. શ્રીલંકા, તુર્કી, કંબોડિયા, અઝરબૈજાન, નેપાળ અને આર્મેનિયા સંવાદ ભાગીદાર દેશો છે. આ સમિટની ટોચની કાઉન્સિલમાં સભ્ય દેશોના પ્રમુખો હોય છે. આ સંગઠનનું મુખ્યાલય ચીનના બેઈજિંગમાં છે. સ્ટેટ કાઉન્સિલના વડાઓ (HSC) એ SCOમાં નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા છે જે દર વર્ષે એકવાર SCO પ્રવૃત્તિ સંબંધિત તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિર્ણય લેવા માટે મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ