બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / scientists develop an invisibility shield can hide objects

OMG! / હવે તમે પણ ગાયબ થઇ જશો 'Mr. India'ની જેમ, VIDEO જોઇને મગજ ચકરાવે ચડી જશે

Dhruv

Last Updated: 12:02 PM, 18 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાલ્પનિક અને વાસ્તવિકતામાં એટલો બધો ફરક છે કે આપણે તેને સ્વપ્નની જેમ માનીએ છીએ, પરંતુ વિજ્ઞાન એક એવી અદ્ભુત ચીજ છે કે જે દરેક સ્વપ્નને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી શકે છે.

સદીઓથી ચાલતી આવી રહેલી માણસના 'અદ્રશ્ય' થવાની કલ્પનાને પણ વૈજ્ઞાનિકોએ ઘણી હદ સુધી સાકાર કરી દીધી છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ એક એવું કવચ વિકસાવ્યું છે કે જેના પાછળ જતાની સાથે જ વ્યક્તિ ગાયબ થઈ જાય છે.

આ શાનદાર ટેક્નોલોજી લંડન સ્થિત સ્ટાર્ટ-અપ લઇને આવ્યું છે કે જેનું નામ છે - Invisibility Shield Co. આ શોધમાં એવાં લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે લાઇન પડ્યા બાદ એક અલગ જ ઇફેક્ટ આપે છે અને તેની પાછળની વસ્તુઓ જોતજોતામાં તો ગાયબ થઇ જાય છે.

 

તૈયાર થઇ ચૂકી છે 'ગાયબ કરનાર કવચ'

ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં સ્ટાર્ટ-અપ કંપની દ્વારા આવાં 25 (Invisiblity Shield) અદ્રશ્ય કવચ તૈયાર કરવામાં આવ્યાં છે, જે સંપૂર્ણ રીતે કામ કરી રહ્યાં છે. કંપની દ્વારા હજુ પણ આવાં વધુ શિલ્ડ પર કામ કરવામાં આવી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે, તેઓએ તેની માટે ઘણું સંશોધન અને મહેનત કરવી પડી હતી. તેઓએ વિવિધ પ્રકારની સામગ્રી અને અનેક વખતની નિષ્ફળતાઓ બાદ આખરે તે કવચ તૈયાર કરી લેવાયું કે જે વ્યક્તિને અદૃશ્ય કરી શકે છે. આ નાના કવચની લંબાઈ-પહોળાઈ 12×8 ઈંચ છે અને તેની કિંમત લગભગ 5 હજાર રૂપિયા છે, જ્યારે મોટું કવચ 37×25 ઈંચ છે અને તેની કિંમત અંદાજે 30,000 રૂપિયા છે.

જાણો કેવી રીતે કામ કરે છે આ શીલ્ડ?

આ કવચમાં એક ખાસ લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે વસ્તુઓને તમારી દૃષ્ટિથી દૂર કરી દે છે. જ્યારે કવચની પાછળ તેજ પ્રકાશ પડે છે, ત્યારે તે ફોકલ પોઇન્ટ પર પ્રત્યાવર્તન કરે છે અને પછી તે ચારે બાજુ ફેલાય છે. કવચનો આગળનો ભાગ શૈલો એંગલ સુધી જાય છે પછી લાઇટ અંદરની તરફ પ્રતિબિંબિત થવા લાગે છે. આ ડિફ્યુઝન, પ્રતિબિંબ અને રિફ્રેક્શનની રમતનો ખેલ છે કે કવચની પાછળ ઉભેલી વ્યક્તિ દેખાતી નથી. કવચમાં વપરાતી સામગ્રી યુવી, તાપમાનનો સામનો કરી શકે છે અને તે વધારે મજબૂત હોય છે. યુનિફોર્મ બેકગ્રાઉન્ડ પર તે સારું એવું પ્રદર્શન કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ