બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / sbi atm cash withdrawal rules change see here process

એલર્ટ / બદલાઇ ગયા આ બેંકના ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો, ફ્રોડથી બચવું હોય તો કરવું પડશે આ કામ

Dhruv

Last Updated: 05:50 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ATMમાંથી રોકડ રકમ ઉપાડતી વખતે છેતરપીંડીથી બચવા માટે SBI બેંકે હવેથી OTP નાખવો ફરજિયાત કરી દીધો છે.

  • ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે SBIએ આપી આ સુવિધા
  • હવે 10 હજાર કે તેથી વધુ રકમ ઉપાડશો તો OTP ફરજિયાત
  • બેંકે ટ્વિટ કરીને આપી આ જાણકારી

SBIના ગ્રાહકો માટે ખાસ જાણવા જેવાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યાં છે. બેંકે પોતાના ગ્રાહકોને ATM છેતરપીંડીથી બચવા માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. SBI ATM માંથી પૈસા કાઢવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. SBI એ ATM ટ્રાન્ઝેક્શનને વધારે સુરક્ષિત બનાવવા માટે બેંકે મહત્વના પગલાં લીધા છે. એટલે કે, હવેથી SBI એટીએમમાંથી પૈસા કાઢવા માટે OTP નાખવો ફરજિયાત કરી દેવાયો છે. જો તમે પણ એટીએમ ફ્રોડથી બચવા ઇચ્છો છો તો આ ખાસ સુવિધાનો જરૂરથી લાભ ઉઠાવો.

આ નવા નિયમ મુજબ ગ્રાહક ઓટીપી વગર પણ પૈસા નથી ઉપાડી શકતા. ATM માંથી પૈસા નીકાળતી વખતે ગ્રાહકોને તેમના મોબાઈલ ફોન પર એક ઓટીપી મળશે. જે એન્ટર કર્યા બાદ જ પૈસા ઉપાડી શકાશે.

બેંકે આપી આ જાણકારી

બેંકે આ અંગેની જાણકારી આપતા જણાવ્યું કે, એસબીઆઈ એટીએમમાં લેણદેણ માટે ઓટીપીનો નવો નિયમ ઠગબાજ લોકો વિરૂદ્ધનો બેસ્ટ નિયમ છે. આથી જો તમારે પણ ઠગાઈથી બચવું હોય તો આ નવા નિયમને પ્રાથમિકતા આપવી પડશે. SBI ના ગ્રાહકોને એ બાબતની જાણકારી હોવી જોઈએ કે, ઓટીપી આધારિત પૈસા કાઢવા માટેનું શું પ્રોસેસ છે.

જાણો શું છે નિયમ?

તમને જણાવી દઈએ કે, 10 હજાર અથવા તો તેનાથી વધુ રકમ કાઢવા માટે આ નિયમ લાગુ પડે છે. SBI ના ગ્રાહકોને તેમના બેંક અકાઉન્ટમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે અને ડેબિટ કાર્ડ પિન સાથે દર વખતે ATMમાંથી 10 હજાર રૂપિયા અથવા તો તેનાથી વધુની રકમ ઉપાડવાની મંજૂરી મળશે. જાણો શું છે તેની પ્રોસેસ?

આ છે પ્રોસેસ

એસબીઆઈ ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમારે એક OTP ની જરૂર પડશે.
એ માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે.
આ ઓટીપીમાં 4 અંકોની સંખ્યા હશે કે જે ગ્રાહકોને સિંગલ ટ્રાન્જેક્શન માટે મળશે.
હવે તમે જ્યારે રકમ એન્ટર કરશો ત્યાર બાદ તમને એટીએમ સ્ક્રિન પર OTP એન્ટર કરવાનું કહેશે.
ત્યાર બાદ તમને મોબાઈલમાં મળેલો OTP એન્ટર કરવો પડશે.
હવે OTP એન્ટર કર્યા બાદ જ તમે રૂપિયા મેળવી શકશો.

બેંકે જણાવ્યું કે શા માટે પડી આની જરૂરિયાત?

ગ્રાહકોને છેતરપિંડીથી બચાવી શકાય તે માટે બેંક દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI ભારતમાં 71,705 BC આઉટલેટ્સ સાથે 22,224 શાખાઓ અને 63,906 ATM/CDM નું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરતા ગ્રાહકોની સંખ્યા અંદાજે 9.1 કરોડ અને 2 કરોડ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ