બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Satyapal Malik in RK Puram Delhi Police station

દિલ્હી / સત્યપાલ મલિક પોતાની મરજીથી આવ્યાં થાણામાં તો સોશિયલ મીડિયા પર ફેલાઈ ધરપકડની અફવા, જાણો મામલો

Vaidehi

Last Updated: 05:03 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મૂ-કાશ્મીરનાં પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સપોર્ટરોની સાથે આરકે પુરમ પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. દિલ્હી પોલીસે કરી સમગ્ર મામલાની સ્પષ્ટતા.

  • J&Kનાં પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક ચર્ચામાં
  • દિલ્હીમાં ધરપકડ થયા હોવાની ખોટી માહિતી થઈ વાયરલ
  • દિલ્હી પોલીસે કરી સ્પષ્ટતા, કહ્યું પોતાની મરજીથી સ્ટેશન આવ્યાં હતાં

જમ્મૂ-કાશ્મીરનાં પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં છે. આજે બપોરે કિસાન નેતા ગુરુનામ સિંહ ચઢૂનીએ વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે સાથીઓ, મને અને સત્યપાલ મલિકની દિલ્હીનાં આરકે પુરમમાં ધરપકડ કરવામાં આવી છે. ચઢૂનીએ કહ્યું કે આજે ખામનાં વડાઓ અને જન પ્રતિનિધિઓનો એક કાર્યક્રમ હતો પરંતુ પોલીસે પ્રોગ્રામ જબરદસ્તી બંધ કરાવ્યો. પ્રદર્શન કરવાની વાત પર તેમણે પોતાના લોકોને સંબોધિત કરતાં લખ્યું કે હાલમાં તમારે કંઈ નથી કરવાનું.

પોલીસે કરી સ્પષ્ટતા
ટ્વિટર પર ચઢૂનીનો આ વીડિયો વાયરલ થવા લાગ્યો. થોડી જ વારમાં પૂર્વ ગર્વનરનો પણ એક વીડિયો સામે આવ્યો જેમાં તે પોલીસ સ્ટેશનની બહાર નિકળતા દેખાય છે. તેમણે મીડિયાને જણાવ્યું કે મેં સામેથી પોતાની કસ્ટડી આપી છે.  દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે કે પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તે પોતે પોતાના સપોર્ટરની સાથે આરકે પુરમ સ્ટેશનમાં આવ્યાં હતાં. તેમણે જણાવ્યું કે તે પોતાની મરજીથી જવા માટે સ્વતંત્ર છે.

CBI સમન પર બોલ્યાં મલિક
CBI દ્વારા મોકલવામાં આવેલા સમન અંગે તેઓએ જણાવ્યું કે તે મારા ઘરે પૂછપરછ કરવા આવી રહ્યાં છે. તેમણે સ્પષ્ટ કરતાં કહ્યું કે મને બોલાવ્યું નથી, તેઓ આવી રહ્યાં છે. મલિકે આગળ કહ્યું કે આ લડત તો 2024 સુધી જશે, આ સરકાર કંઈ પણ કરી શકે છે. મારી પણ શકે છે અને અરેસ્ટ પણ કરાવી શકે છે પરંતુ હું લડાઈ માટે તૈયાર છું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ