બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Sara Ali Khan ae watan mere watan inspired by usha mehta who started secret radio

બોલિવુડ / ઉષા મહેતા જેણે લલકાર્યો હતો 'સાઇમન ગો બેક'નો નારો, જેની પર સારા અલી ભજવશે રોલ

Arohi

Last Updated: 11:05 AM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sara Ali Khan: સ્વતંત્રતા સંગ્રામનો ભાગ રહેલા મોટાભાગના મોટા નામોને આપડે ઓળખતા હોઈશું. પરંતુ 'એ વતન મેરે વતન'માં સારા જેનું પાત્ર નિભાવી રહી છે તે કોણ છે આવો જાણીએ....

બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાનની ફિલ્મ 'એ વતન મેરે વતન'નું ટ્રેલર હાલમાં જ સામે આવ્યું અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. લોકોને સારાનું કામ તો સારી લાગી રહ્યું છે. પરંતુ ફિલ્મની સ્ટોરી ખૂબ જ રસપ્રદ લાગી રહી છે. સ્વતંત્રતા સંગ્રામનો ભાગ રહેલા મોટાભાગના મોટા નામોને આપડે ઓળખતા હોઈશું. પરંતુ 'એ વતન મેરે વતન'માં સારા જેનું પાત્ર નિભાવી રહી છે તે કોણ છે આવો જાણીએ....

આઝાદીનું આંદોલન અને એક સીક્રેટ રેડિયો સ્ટેશન 
14 ઓગસ્ટ 1942ના દિવસે રેડિયોના વેવલેન્થ 42.34 મીટર પર લોકોએ પહેલી વખત 'કોંગ્રેસ રેડિયો' સાંભળ્યો અને આ સ્ટેશનનું લોકેશન જણાવવામાં આવ્યું 'ભારતમાં જ ક્યાંકથી.' આ અવાજ હતો 22 વર્ષની એક યુવતી, ઉષા મહેતાનો. જેમનું પાત્ર 'એ વતન મેરે વતન'માં સારા અલી ખાન નિભાવી રહી છે. 

તે દિવસથી દિવસમાં બે વખત રેડિયો પ્રોગ્રામ ચાલતો. એક વખત હિંદી અને એક વખત ઈંગ્લિશમાં. પરંતુ બાદમાં આ દિવસમાં ફક્ત એક જ વખત આવવા લાગ્યો. સાંજે 7.30થી 8.30ની વચ્ચે. તેમાં દેશભક્તિના ગીત બ્રોડકાસ્ટ થતા. એ સમાચાર વાંચવામાં આવતા જેને અંગ્રેજી સરકારના ઓફિસર સેન્સર કરીને છાપવાથી રોકી દેતા હતા અને ભારતની આઝાદીના સંગ્રામ લીડ કરી રહેલા નેતાઓના ઓજસ્વી ભાષણ પણ બ્રોડકાસ્ટ કરવામાં આવતા. 

ભાષણ બન્યું પ્રેરણા 
મહાત્મા ગાંધીએ ઓગસ્ટ 1942માં મુંબઈમાં એક ઐતિહાસિક ભાષણ આપ્યુ અને જનતાને નારો આપ્યો- 'કરો યા મરો'. અહીંથી ભારત છોડો આંદોલન શરૂ થયા. ગાંધીએ આ ભાષણ આપ્યું હતું 9 ઓગસ્ટે અને તેમનું આ ભાષણ જ ઉષા માટે પ્રેરણા બન્યું. 

જેના બાદ તેમણે સીક્રેટ રેડિયો ચેન શરૂ કરી દીધી. તેમના બે સાથી ક્રાંતિકારી ચંદ્રકાંત બાબુભાઈ ઝવેરી અને વિઠ્ઠલદાસ કે ઝવેરી. ઉષાએ નાનકા મોટવાનીને પણ સાથે લીધો. જેમનો પરિવાર એક ટેલીફોન કંપની શિકાગો રેડિયો ચલાવતો તો અને એક નવો રેડિયો ઓપરેટ નરીમન પ્રિંટરે પણ તેની મદદ  કરી. 

આઝાદી બાદ ફરૂ શરૂ કર્યો અભ્યાસ
દેશની આઝાદી બાદ ઉષાએ રાજનીતિ અને સમાજ કાર્ય છોડી દીધા. તેમણે આંદોલનોની વચ્ચે છૂટી ચુકેલા અભ્યાસને ફરી શરૂ કર્યો અને યુનિવર્સિટી ઓફ બોમ્બેથી ગાંધી દર્શનમાં પીએચડી પુરી કરી. પછી તે તેજ યુનિવર્સીટીમાં ભણાવવા લાગ્યા અને 1980માં રિટાયર્ડ થયા. 

વધુ વાંચો: માર્ચમાં OTT પર ધમાલ મચાવશે આ 6 દમદાર ફિલ્મો-વેબ સિરીઝ, નોટ કરી લો આ તારીખ

1998માં ભારત સરકારે ઉષાને પદ્મ વિભુષણથી સન્માનિત કર્યા. વર્ષ 2000માં ઉષાએ દર વર્ષની જેમ ઓગસ્ટ ક્રાન્તિ મેદાનમાં ભારત છોડો આંદોલનની એનિવર્સરીમાં ભાગ લીધો અને પાછી બિમારી પડી ગયા. બે દિવસ બાદ 11 ઓગસ્ટ 2000એ તેમણે પોતાની અંતિમ શ્વાસ લીધા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ