બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ott release in march pankaj tripathi muder mubarak sara ali khan ae watan mere hum qureshi maharani 3
Last Updated: 12:23 PM, 5 March 2024
ADVERTISEMENT
એન્ટરટેઈનમેન્ટની રીતે જોતા માર્ચનો મહિનો શાનદાર સાબિત થવાનો છે. આ મહિને એકથી એક ફિલ્મો અને વેબ સીરિઝ આવવાની છે. આ લિસ્ટમાં ઈમરાન હાશમીની 'શોટાઈમ' પંકજ ત્રિપાઠીની 'મેં અટલ હૂં', સારા અલી ખાનની 'એ વતન મેરે વતન' જેવી ઘણી ફિલ્મો અને વેબ સીરિઝ શામેલ છે. જેને તમે ઘરે બેઠા અલગ અલગ OTT પ્લેટફોર્મ પર જોઈ શકો છો.
ADVERTISEMENT
શોટાઈમ
ઈમરાન હાશમી સ્ટારર 'શોટાઈમ' 8 માર્ચે ડિઝ્ની+ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ વેબ સીરિઝને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. સીરિઝની સ્ટોરી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી પર બેસ્ડ છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે લોકો ઈન્ડસ્ટ્રીમાં પાવરની પાછળ ભાગે છે. ફેંસ આ સીરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમાં ઈમરાન હાશમીની સાથે મોની રોય, નસીરૂદ્દીન શાહ, વિજય રાજ, રાજીવ ખંડેલવાલ અને કેકે મેનન જેવા સ્ટાર્સ શામેલ છે.
મેં અટલ હૂં
આ લિસ્ટમાં પંકજ ત્રિપાઠીની 'મેં અટલ હૂં' પણ છે. ફિલ્મ 19 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ઓડિયન્સનો ઠીક-ઠાક રિસ્પોન્સ મળ્યો. હવે આ ફિલ્મ 14 માર્ચે ઓટીટી પ્લેટફોર્મ ઝી5 પર આવવાની છે.
મર્ડર મુબારક
આ લિસ્ટમાં 'મર્ડર મુબારક' પણ શામેલ છે. આ ફિલ્મના નામથી અંદાજો લગાવવામાં આવી શકે છે કે ફિલ્મ મિસ્ટ્રી અને થ્રિલથી ભરપૂર રહેવાની છે. ફિલ્મ 15 માર્ચે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. તેમાં સારા અલી ખાન, કરિશ્મા કપૂર, ડિંપલ કાપડિયા, વિજય વર્મા, સંજય કપૂર જેવા સ્ટાર્સ મહત્વાના રોલમાં જોવા મળશે.
એ વતન મેરે વતન
સારા અલી ખાનની 'એ વતન મેરે વતન' 21 માર્ચે એમેઝોન પ્રાઈમ વીડિયો પર દસ્તક આપશે. આ ફિલ્મ વર્ષ 1942માં થયેલા ભારત છોડો આંદોલન પર બેસ્ડ છે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સારા અલીની સાથે આ ફિલ્મમાં ઈમરાન હાશમી પણ ગેસ્ટ અપીયરન્સ કરશે.
મામલા લીગલ હૈ
'મામલા લીગલ હૈ' 1 માર્ચે નેટફ્લિક્સ રિલીઝ થઈ હતી. આ વેબ સીરિઝમાં રવિ કિશને લીડ રોલ નિભાવ્યો છે. કોર્ટરૂમ ડ્રામા પર બનેલી આ સીરિઝને રાહુલ પાંડેએ ડાયરેક્ટ કર્યું છે. રવિ કિશનની સાથે તેમાં અંજુમ બત્રા, નિધિ બિષ્ટ, નૈલા ગ્રેવાલ અને વિજય રાજોરિયા લીડ રોલ્સમાં છે. તેના ટોટલ 8 એપિસોડ છે.
સનફ્લાવર સીઝન 2
સુનીલ ગ્રોવરની 'સનફ્લાવર સીઝન 2' પણ 1 માર્ચે ઝી5 પર રિલીઝ થઈ ચુકી છે. આ સીરિઝને નવીન ગુજરાલે ડાયરેક્ટ કરી છે. તેમાં સુનીલ ગ્રોવરની સાથે અદા શર્મા, મુકુલ ચડ્ઢા, આશીષ વિદ્યાર્થી, ગિરીશ કુલકર્ણી, અને રણવીર શૈરી પણ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સવિતાના બદલે કવિતા ભાભી / માર્કેટમાં નવા કવિતા ભાભી આવ્યા, રોજ સેક્સી તસ્વીરો લગાવીને પોસ્ટ કરી વધારે છે ગરમી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.