ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ram charan makeup artist zeba hassan angry with shah rukh khan

મનોરંજન / શાહરૂખ ખાને એવી શું કોમેન્ટ કરી કે ભડકી ઉઠી રામચરણની મેકઅપ આર્ટિસ્ટ, કહ્યું 'ખૂબ જ અપમાનજનક...'

Published By: Arohi

Last Updated: 09:40 AM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ram Charan Makeup Artist Zeba Hassan: રામ ચરણ અને તેમના પત્ની ઉપાસના કોનિડેલા ગુજરાતમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ પાર્ટીમાં શામેલ થયા હતા. તેમની મેકઅપ આર્ટિસ્ટ જેબા હસન પણ તેમની સાથે આવી હતી. પરંતુ આ સેલિબ્રેશન વખતે તે શાહરૂખ ખાનની એક વાતથી ખૂબ જ નારાજ થઈ ગઈ છે.

ADVERTISEMENT

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 3 દિવસ સુધી ચાલેલી પ્રી-વેડિંગ બેશ ખતમ થઈ ગઈ છે. પરંતુ હવે અહીંથી એક વિવાદ પણ સામે આવી રહ્યો છે. હકીકતે સાઉથ સિનેમાના સુપરસ્ટાર રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ ઝેબા હસન શાહરૂખ ખાનથી નારાજ છે અને તેમણે તેને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ઝેબા હસનની સાથે સાથે રામ ચરણના ફેન્સ પણ શાહરૂખ ખાન પર ભડક્યા છે. 

અનંત અને રાધિકાના પ્રી વેડિંગ બેશમાં બોલિવુડ અને સાઉથ સિનેમાના સ્ટાર પણ પહોંચ્યા હતા. સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, કરીના કપૂર, દિલજીત દોસાંઝ, અનન્યા પાંડે, સારા અલી ખાન, જાહ્નવી કપૂર જેવા બોલીવુડના સ્ટાર્સે સ્ટેજ પર પરફોર્મ કરી મહેમાનોનું મનોરંજન કર્યું. 

પ્રી-વેડિંગ સેલિબ્રેશન વખતે શાહરૂખ સલમાન અને આમિરે એક સાથે પરફોર્મ કર્યું. પોતાની આ પરફોર્મન્સની સાથે આ ત્રણેયે ફિલ્મ આરઆરઆરના ઓસ્કર વિનિંગ ગીત નાટૂ નાટૂ પર પણ પરફોર્મ કર્યું, આ સમયે ફિલ્મના હીરો રામ ચરણ પણ આ ઈવેન્ટમાં હાજર હતા. 

શાહરૂખ ખાનથી નારાજ થઈ રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ 
એવામાં શાહરૂખ ખાને આ ગીત પર ત્રણેય ખાનની સાથે પરફોર્મ કરવા માટે રામ ચરણને પણ બોલાવ્યા. આ વાતને લઈને શાહરૂખ ખાનને આલોચના અને ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. 

હકીકતે શાહરૂખ ખાને રામ ચરણને સ્ટેજ પર બોલાવતી વખતે 'ઈડલી' શબ્દનો ઉપયોગ કર્યો જેનાથી ફેન્સ તેમના પર ભડકી રહ્યા છે. રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ ઝેબા હસને તો ઈન્સ્ટા સ્ટોરીમાં તેની આલોચના પણ કરી છે. 

ઈન્સ્ટા સ્ટોરીમાં વ્યક્ત કરી નારાજગી 
ઝેબા હસને પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં આ વીડિયોને શેર કરતા લખ્યું, "ઈડલી વડા રામ ચરણ ક્યાં છે તૂ? હું તેના બાદ બહાર જતી રહી. રામ ચરણ જેવા સ્ટાર માટે ખૂબ જ અપમાનજનક..."

ફેંસ પણ સોશિયલ મીડિયા પર ભડક્યા 
સોશિયલ મીડિયા પર ફેંસ પણ આ વીડિયોને શેર કરી શાહરૂખ ખાનની આલોચના કરી રહ્યા છે. એક ફેને લખ્યું, "શાહરૂખ ખાન સાઉથ ઈન્ડિયન રામ ચરણને ઈડલી કહીને તેમના પ્રતિ જાતિવાદી વ્યવહાર કરી રહ્યા છે. મને આશ્રચર્ય છે કે શું તેમની તથાકથિત એજુકેટેડ અને સોફિસ્ટિકેટેડ ફેંસ તેમની આલોચના કરશે."

વધુ વાંચો : VIDEO: ઉદિત નારાયણના ગીત પર આમિર ખાને નીતા અંબાણી સાથે કર્યો ડાન્સ, જુઓ વીડિયો

અન્ય એક યુઝરે લખ્યું, "એક સાઉથ ઈન્ડિયન ડાયરેક્ટર દ્વારા તેમના કરિયરની સૌથી મોટી હિટ આપ્યા બાદ શાહરૂખ ખાન રામચરણ ઈડલી કહીને દક્ષિણ ભારતીયોના પ્રતિ જાતિવાદી વહેવાર કરી રહ્યા છે."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Anant Radhika pre-wedding Ram Charan Shah Rukh Khan zeba hassan અનંત રાધિકા પ્રે વેડિંગ રામ ચરણ Shah Rukh Khan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ