બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Salman Khan threat case till Rajasthan.., Mumbai police arrested Dhakdram, know the case

ધરપકડ / સલમાન ખાન ધમકી કેસના તાર રાજસ્થાન સુધી.., મુંબઈ પોલીસે ધાકડરામની કરી ધરપકડ, જાણો કેસ

Vishal Khamar

Last Updated: 06:33 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનને ધમકી આપવાના કેસની તાર ફરી એકવાર રાજસ્થાન સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ પોલીસે આ કેસમાં જોધપુરના ધાકડરામ વિશ્નોઈની ધરપકડ કરી છે.

  • બોલિવુડ અભિનેતા સલમાનખાનને ધમકી આપવાનો મામલો
  • જોધપુરથી ધાકડરામ  વિશ્નોઈની ધરપકડ કરી મુંબઈ પોલીસને સોંપાયો
  • અભિનેતા સલમાન ખાનને ઈ-મેલ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી

ફિલ્મ અભિનેતા સલમાન ખાનને ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં આરોપીઓના તાર જોધપુર સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જોધપુર અને મુંબઈ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને આ સંબંધમાં જોધપુરના રોહિચા કલાનમાંથી એક આરોપીની ધરપકડ કરી છે. જોધપુર પોલીસે આરોપીને મુંબઈ પોલીસને સોંપી દીધો છે. આ આરોપીની શોધમાં પંજાબ પોલીસ પણ એક વખત આવી ચુકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પંજાબી ગાયક સિદ્દુ મુસેવાલાના પિતાને ધમકી આપવાના કેસમાં પણ વોન્ટેડ છે.
 સલમાન ખાનને ઈ-મેલથી આપી હતી મારી નાંખવાની ધમકી
મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ નંબર 497/2023માં પોલીસે આરોપીને શોધી કાઢ્યો. જેણે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈ-મેલ મોકલ્યો હતો. તપાસ બાદ ખબર પડી કે તેનાં તાર રાજસ્થાન સાથે જોડાયેલા છે. ત્યારે મુંબઈ પોલીસે જોધપુર પોલીસની મદદથી ધાકડરામ  વિશ્નોઈ (21)ની ધરપકડ કરી હતી. ધાકડરામ વિશ્નોઈ જોધપુરના લુની પોલીસ સ્ટેશન વિસ્તારના સિયાગોના ધાની રોહિચા કલાનનો રહેવાસી છે. આ બાબતને લઈને મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર બજરંગ જગતાપ તેમની ટીમ સાથે લુની પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બાદમાં જોધપુર પોલીસની મદદથી ધાકડરામ ઝડપાયો હતો.
ધાકડરામની શોધમાં પંજાબ પોલીસ પણ આવી હતી
ઉલ્લેખનીય છે કે પંજાબના સદર માનસા પોલીસ સ્ટેશન પણ આ આરોપીની શોધમાં આવી હતી. તે કેસમાં પણ ધાકડરામ  ગાયક સિદ્દુ મુસેવાલના પિતાને ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં વોન્ટેડ હોવાનું કહેવાય છે. જોકે, સોશિયલ મીડિયા પર ફિલ્મસ્ટાર સલમાન ખાન અને પંજાબી ગાયક સિદ્દુ મુસેવાલના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીને પકડીને મુંબઈ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા આરોપીના ગુનાહિત રેકોર્ડની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેની સામે વર્ષ 2022માં જોધપુરના સરદારપુરામાં આર્મ્સ એક્ટનો કેસ નોંધવામાં આવ્યો હતો.
 લોરેન્સ બિશ્નોઈ સાથે ધાકડરામનું કનેક્શન હોવાની શક્યતા
જોધપુરમાં લગભગ 22 વર્ષ પહેલા હરણના શિકારની ઘટના બાદ એક વખત લોરેન્સ બિશ્નોઈએ જોધપુર કોર્ટમાં તેઓને હાજરી વખતે  સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ સલમાનના વકીલને પણ જાનથી મારી નાખવાની ધમકીનો મામલો પણ સામે આવ્યો હતો. હવે ફરી એકવાર, સલમાનને આરોપી ધાકડરામ દ્વારા ધમકી આપવામાં આવ્યા બાદ, લોરેન્સ બિશ્નોઈ સાથે તેનું કનેક્શન હોવાની શક્યતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ