બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Sadhus-saints steadfast on 11 Sanat resolutions including Tilak and Granth

નિવેદન / સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો દૂર થવાથી વિવાદનો અંત નહીં.!, તિલક અને ગ્રંથ સહિત 11 સનાતની ઠરાવો પર સાધુ-સંતો અડગ

Vishal Khamar

Last Updated: 11:02 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુર હનુમાન મંદિરનાં ભીંતચિત્રોનાં વિવાદનો સુખદ અંત આવ્યો છે. ત્યારે આ વિવાદનો સુખદ અંત આવ્યા બાદ સાધુ-સંતો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ પ્રતિક્રિયા આપી હતી કે, હનુમાનની મૂર્તિ પર પણ સ્વામિનારાયણ તિલક છે. જેને દૂર કરવા રણનીતિ ઘડવામાં આવશે.

  • સાળંગપુર હનુમાનજી ભીંતચિત્રોનો આવ્યો અંત
  • મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું નિવેદન
  • બેઠકમાં અમારા 11 મુદ્દાની વાત કરવામાં આવી નથી

સાળંગપુર હનુમાન મંદિરના ભીંતચિત્રો મુદ્દે ચાલી રહેલા વિવાદનો સુખદ નિર્ણય આવ્યો છે.  ત્યારે ગાંધીનગરમાં  મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક બાદ અમદાવાદમાં પણ તમામ સંતો-મહંતોની સદભાવના બેઠક યોજાઈ હતી. બેઠક બાદ લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા કહેવામાં આવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મનો ભાગ છે.  જે ભીંતચિત્રો છે, તે આવતીકાલે સૂર્યોદય સુધીમાં હટાવી લેવામાં આવશે. ત્યારે વિવાદનો અંત આવવાથી ભક્તોમાં ખુશી જોવા મળી છે.  તેમજ આ બેઠકમાં વડતાલના  સ્વામિનારાયણ સંતોને વાણી-વિલાસ ન કરવાનું પણ ખાસ સૂચન કર્યું છે.

મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું નિવેદન
સાળંગપુર હનુમાનજીનાં ભીંતચિત્રોનાં વિવાદનો સુખદ અંત આવ્યો છે. ત્યારે ભીંતચિત્રોને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું નિવેદન છે. બેઠકમાં અમારા 11 મુદ્દાની વાત કરવામાં આવી નથી. તેમજ સ્વામિનારાયણ મંદિરમાં જે સનાતન ધર્મના ભગવાનને નીચે દેખાડવાનાં પ્રયાસ થઈ રહ્યા છે તેને દૂર કરવા માંગ તેમજ આવતીકાલે લીંમડી ખાતે મહાસંમેલન યોજાશે.  આજની બેઠકમાં મને બોલાવવામાન આવતા નથી. અને હનુમાનની મૂર્તિ પર સ્વામિનારાયણ તિલક છે. જેને દૂર કરવા રણનીતિ ઘડાશે.

જૂનાગઢના મહંત મહાદેવ ગીરી બાપુનું નિવેદન
સાળંગપુરમાં હનુમાનજીનાં ભીંતચિત્રોનાં વિવાદનો સુખદ અંત આવ્યા બાદ એક પછી એક સાધુ સંતોનાં નિવેદન આવી રહ્યા છે. ત્યારે ભીંતચિત્રોને આવતીકાલ સવારે સૂર્યોદય પહેલા હટાવાશે. તેવું વડલાત ટ્રસ્ટ્રનાં સંતો અને વીએચપીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. જૂનાગઢનાં મહંત મહાદેવગીરી બાપુનું નિવેદન સામે આવ્યું છે. જેમાં હજુ પણ તેમનાં ગ્રંથો વિવાદિત છે તે દૂર કરવા જોઈએ. 
મહંત ચૈતન્ય શંભુ મહારાજનું નિવેદન 
સાળંગપુર હનુમાનજી ભીંતચિત્રોનાં વિવાદનો સુખદ નિરાકરણ બાદ ભીંતચિત્રોને આવતીકાલે સવારે સૂર્યોદય પહેલા હટાવવાની બાંહેધરી વડતાલ ટ્રસ્ટ્રનાં સંતો અને વીએચપીની બેઠકમાં નિર્ણય કરાયો છે. મહંત ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે બેઠકમાં નિર્ણય લેવાયો તે આવકાર્ય છે. તેમજ લીંબડીની બેઠક યથાવત છે. હું તેમાં જવાનો છું. અને વિવાદનો સુખદ અંત આવ્યો છે. 

સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને સર્જાયેલા વિવાદનો ઉકેલ આવી ગયો છે. જે ભીંતચિત્રોનો વિવાદ સરકાર સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને VHPના આગેવાનો સાથે મહત્વની બેઠક થઈ હતી. જે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવતીકાલે સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસથી વકરેલા વિવાદનો ઉકેલ આવ્યો છે. 


સ્વામી પરમાનંદજીએ જણાવ્યું કે, આવતીકાલે સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવાશે. સમાજમાં સમરસતા સ્થાપવા બેઠક કરવામાં આવશે તેમજ કોઈએ વિવાદાસ્પદ વાણીનો ઉપયોગ ન કરવો. આ વિવાદનો પૂર્ણ વિરામ લાવવા પહેલ થઈ છે. અત્રે જણાવી દઈએ કે, સ્વામિનારાયણ સંતો, સ્વામી વડતાલ તેમજ વી એચ પીના સંતોની આજે શિવાનંદ આશ્રમમાં મીટીંગ થઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના તત્વધાનમાં શ્રી શિવાનંદ આશ્રમ ખાતે હિંન્દુ ધર્મના આચાર્યો/સંતો તથા વડતાલ ગાદીના વડીલ સંતોની સદભાવના બેઠક થઈ હતી. લગભગ બેઠક બે કલાક ચાલી હતી. જેમાં 5 પાંચ ઠરાવ કરવામાં આવ્યા છે.

પાંચ ક્યા ક્યાં ઠરાવ કરાયા 
1. વડતાલ પીઠાધીશ્વર પરમ પૂજ્ય આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજનો સ્પષ્ટ મત છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય વૈદીક સનાતન ધર્મનું એક અંગ જ છે અને વૈદિક ધર્મની પરંપરાઓ અને પૂજા પદ્ધતીઓ, હિન્દુ આચરોનું આદરપૂર્વક પાલન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનું અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભાવવા ઈચ્છતું નથી તેથી અમે એ જણાવી છીએ.
 
2. સાળંગપુર મંદિર ખાતેના જે ભીંતચિત્રોથી લાગણી દુભાઈ છે, તે ભીંતચિત્રોને કાલે સૂર્યોદય થતા પહેલા તે લઈ લેવામાં આવશે.

3.સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બીજા બધા વિવાદસ્પદ મુદ્દાઓ અંગે વિશ્વ હિન્દુ સનાતન ધર્મના આચાર્યો/સંતો સાથે વિચાર પરામર્શ બેઠક ટૂક સમયમાં યોજાશે. સમાજમાં વિસંવાદીતતા દૂર કરવા માટે અમે કટીબધ્ધ છીએ. આ ઉદેશ્યને પૂર્ણ કરવા માટે દ્વારકા પીઠાધીશ્વર શંકારાચાર્ય પરમ પૂજ્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી તેમજ વડતાલ ગાદીપતી આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે બેઠક કરવામાં આવશે.

4.વડતાલ પીઠાધીશ્વર પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી તેમજ વડીલ સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આદેશ આપ્યો છે કે, કોઈએ વિવાદસ્પદ વાણી વીલાસ કરવો નહી

5. વિશ્વ હિન્દુ પરિષદ સંતોના ચરણોમાં તથા હિન્દુ સમાજને કરબદ્ર પ્રાર્થના કરે છે. આ વિવાદને પૂર્ણ ઉકેલ લાવવા માટે સક્રિય પહેલ થયેલ છે. તેથી સૌ કોઈ સમાજની સમરસતા તૂટે તેવા નિવેદનો ન કરે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ