બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Sachin Pilot may leave the party before assembly elections in Rajasthan. According to information received from sources, he may announce the name of his new party on June 11.

જૂન 11 જજમેન્ટ ડે / મોટા એલાન સાથે કોંગ્રેસમાંથી 'ટેકઑફ' કરશે સચિન પાયલટ? ચૂંટણી પહેલા આપી શકે છે સૌથી મોટો ઝટકો

Pravin Joshi

Last Updated: 01:39 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા સચિન પાયલટ પાર્ટી છોડી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તેઓ 11 જૂને પોતાની નવી પાર્ટીના નામની જાહેરાત કરી શકે છે. રાજસ્થાનમાં બે પાર્ટીના નામ રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે.

  • રાજસ્થાનના રાજકારણમાં નવો નળાંક આવ્યો
  • સચિન પાયલટ કોંગ્રેસ છોડી પોતાની પાર્ટી બનાવશે
  • પાયલટ 11 જૂને કરી શકે છે નવી પાર્ટીની જાહેરાત 

રાજસ્થાન કોંગ્રેસમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલ ઝઘડો હવે નવા વળાંક પર આવી ગયો છે. સચિન પાયલટે માત્ર અલગ રસ્તો અપનાવવાનું નક્કી કર્યું નથી, પરંતુ નવી પાર્ટી બનાવીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં અશોક ગેહલોતને ધૂળ ચટાડવાની રણનીતિ પણ બનાવી છે. આ માટે રાજસ્થાનમાં બે રાજકીય પાર્ટીની નોંધણી કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે 11 જૂને આમાંથી એક નામ અપનાવીને સચિન પાયલટ નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. એટલું જ નહીં સચિન પાયલટ રાજસ્થાનમાં પોતાની જમીન મજબૂત કરવા માટે રેલી કાઢવાના છે. આ માટે નવા પક્ષના સંભવિત નામના આધારે રથ તૈયાર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. સચિન પાયલટના આ નિર્ણયને કારણે ચૂંટણીના વર્ષમાંથી પસાર થઈ રહેલા રાજસ્થાનની રાજકીય હવામાં અચાનક ગરમી વધી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા નિર્ણય સાથે પાયલટે પોતાના પ્રાદેશિક સંગઠનને મજબૂત કરવા માટે દિવસ-રાત એક કરી દીધા છે.

રાજસ્થાનમાં સંકટ વધ્યું... સચિન પાયલટે કોંગ્રેસ હાઈકમાન્ડને આપ્યું 15  દિવસનું અલ્ટિમેટમ, માંગ નહીં સંતોષાય તો કરશે આ કામ | Sachin Pilot gave a  15-day ...

રાજસ્થાનમાં રજિસ્ટર્ડ બે પાર્ટી

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં બે પાર્ટીના નામ રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે. આમાંથી એક પક્ષનું નામ પ્રોગ્રેસિવ કોંગ્રેસ અને બીજી પાર્ટીનું નામ રાજ જન સંઘર્ષ પાર્ટી છે. સચિન પાયલટ આ બેમાંથી કોઈ એક નામની જાહેરાત કરી શકે છે.

કોંગ્રેસમાં મોટા બદલાવના એંધાણ: પાયલટને CM બનાવવા હલચલ તેજ, જાણો શું છે  સમીકરણ | sachin pilot started lobbying for the post of rajasthan CM

નવી પાર્ટીના નામનો રથ પણ તૈયાર 

પાયલટ તેમની મોટી જાહેરાત પહેલા મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે. આંદોલનને આગળ લઈ જવા માટે નવા પક્ષના નામનો રથ પણ તૈયાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તેઓ આ રથ સાથે સમગ્ર રાજસ્થાનનો પ્રવાસ કરશે. આ રથયાત્રાનો રોડ મેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે. સચિન પાયલટનો પ્રવાસ મારવાડથી શરૂ થઈ શકે છે.

રાજસ્થાન રાજનૈતિક જંગનો આજે આવી શકે છે અંત! મલ્લિકાર્જુન ખડગે પાયલટ અને  ગેહલોત સાથે કરશે ખાસ મીટિંગ I Rajasthan Political Controversy: Congress  Mallikarjun Kharge meeting ...

પાયલટ પોતાની જ સરકાર સામે મોરચો ખોલ્યો

જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી સચિન પાયલટે પોતાની જ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેમણે રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર અને સરકારી ભરતી પરીક્ષાઓના પેપર લીક સામે જન સંઘર્ષ પદ યાત્રા પણ કાઢી હતી. તેઓ સતત ભ્રષ્ટાચારના આરોપમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને ઘેરી રહ્યા છે. પરંતુ ચૂંટણીના વર્ષમાં કેન્દ્રીય નેતૃત્વ અશોક ગેહલોતને હટાવીને કોઈ જોખમ લેવા માગતું નથી. આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસ અહીં ફરી પોતાની સરકાર બનાવવાની આશા રાખી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ