બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Rush at Ahmedabad Airport after Vibrant Summit: Record 400 flights in a single day, orders given to domestic passengers

ગાંધીનગર / વાયબ્રન્ટ સમિટને પગલે અમદાવાદ એરપોર્ટ પર ધસારો: એક જ દિવસમાં 400 ફ્લાઈટનો રેકોર્ડ, ડોમેસ્ટિક પેસેન્જરોને અપાયો આ આદેશ

Vishal Khamar

Last Updated: 11:22 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયબ્રન્ટ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટોનો ઘસારો જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં 400 ફ્લાઈટનો રેકોર્ડ સર્જાયો છે. એરપોર્ટ પર VIP ના 150 થી વધુ જેટ આવશે.

  • વાયબ્રન્ટ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટ પર ધસારો
  • ડોમેસ્ટિક પેસેન્જરોને 3 કલાક પહેલા પહોંચવા સૂચના
  • વાયબ્રન્ટના 3 દિવસ દરમિયાન એરપોર્ટ પર VIP લોકોનો ધમધમાટ

 ગાંધીનગર ખાતે તા. 10 થી 14 જાન્યુઆરી દરમ્યાન યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ ચાર દેશનાં રાષ્ટ્ર પ્રમુખ, 18 દેશનાં ગવર્નર- મંત્રીઓ, 14 દેશનાં 1 લાખ પ્રતિનિધિઓ હાજરી આપવાનાં છે. વડાપ્રધાન  વાયબ્રન્ટ સમિટનાં એક દિવસ પહેલા એટલેકે આજે ગુજરાત આવી રહ્યા છે.  અમદાવાદ એરપોર્ટ પર દેશ-વિદેશનાં ઉદ્યોગપતિઓ સહિતનાં VVIP મહાનુભાવો  વિમાનમાં આવશે. 

 150 થી વધુ ચાર્ટડ ફ્લાઈટોની અવર જવરથી એરપોર્ટ ધમધતું રહેશે
અમદાવાદ એરપોર્ટ પર ત્રણ દિવસ દેશ-વિદેશનાં 150 થી વધુ ચાર્ટડ ફ્લાઈટોની અવર જવરથી ધમધતું રહેશે. ત્યારે ચાર્ટેડ પ્લેનનાં પાર્કિગની પૂછપરછ પણ શરૂ થઈ જવા પામી છે. ચેક રિપબ્લિકનાં વડાપ્રધાન પેટર ફિયાલા તેમનાં ડેલિગેશન સાથે 9 તારીખે ગુજરાત આવવાનાં છે. તો સાઉદી અરેબિયાનાં મંત્રી ખાલિદ એ. અલ-ફલિહ તા. 10 તારીખે ગુજરાત આવશે. ત્યારે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટને લઈ એરપોર્ટ પર એક દિવસમાં 400 ફ્લાઈટ આવશે. 

આજથી 31મે સુધી રોજ 9 કલાક માટે <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/અમદાવાદ' title='અમદાવાદ'>અમદાવાદ</a> એરપોર્ટ રહેશે બંધ, આ કારણ છે જવાબદાર  | Ahmedabad Airport will be closed for 9 hours from today till May 31 due  to maintenance of runway

ચાર્ટડ પ્લેન માટે વડોદરા, રાજકોટ, સુરત એરપોર્ટ પર પાર્કિંગ વ્યવસ્થ કરાશે
એરપોર્ટ પર 43 જેટલા વિમાનો માટે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારે ત્રણ દિવસ ડોમેસ્ટિક ફ્લાઈટોની સાથે ચાર્ટડ પ્લેનની અવર જવરથી અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિક રહેશે. તેમજ વધુ ચાર્ટડ પ્લેનનાં પાર્કિગ માટે વડોદરા, રાજકોટ, સુરત એરપોર્ટ પર પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવનાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ