બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / RTO new circular will be a problem for farmers

મુસીબત / RTOના નવા પરિપત્રથી ખેડૂતોની સૂડી વચ્ચે સોપારી, ટ્રેક્ટર ખરીદવા ઇચ્છતાને પડશે તકલીફ, નિયમમાં તાત્કાલિક બદલાવની માંગ

Dinesh

Last Updated: 05:08 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RTOના નવા નિયમને લઈ ટ્રેક્ટર ખરીદવા ઇચ્છતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે; કારણ કે, પોર્ટલ ઉપર અરજી કર્યા બાદ જ ટ્રેક્ટર ખરીદનારને સબ્સિડીનો લાભ મળે છે અને જ વર્ષમાં માત્ર એક જ વખત આ પોર્ટલ ખુલે છે.

  • RTOનો નવો પરિપત્ર ખેડૂતો માટે મુસીબત બનશે
  • પરિપત્રને લઈને ટ્રેક્ટર ખરીદવા ઇચ્છતા ખેડૂતો મુકાશે મુશ્કેલીમાં
  • ટ્રેક્ટર ડિલરોએ RTO સમક્ષ કરી લેખિત રજૂઆત


ગુજરાતમાં વાહનોની નંબર પ્લેટને લઈને નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. જે મુજબ 1 જુલાઈથી નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમજ નંબર પ્લેટ વિનાના વાહનોને મોટો દંડ ફટકારવામાં પણ આવશે. RTOનો આ નવા પરિપત્ર ખેડૂતો માટે મુસીબત સમાન બનશે.

વર્ષમાં માત્ર એક જ વખત ખુલે છે પોર્ટલ
1 જુલાઈથી નંબર પ્લેટ વગરના વાહન શો-રૂમની બહાર નહીં કાઢવાનો RTO દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે ત્યારે આ પરિપત્રને લઈને ટ્રેક્ટર ખરીદવા ઇચ્છતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે. કારણ કે, પોર્ટલ ઉપર અરજી કર્યા બાદ જ ટ્રેક્ટર ખરીદનારને સબ્સિડીનો લાભ મળે છે અને અત્રે ખાસ વાત એ છે કે, વર્ષમાં માત્ર એક જ વખત આ પોર્ટલ ખુલે છે.

નિયમમાં બદલાવ કરવા રજૂઆત કરી
ટ્રેક્ટરના નંબર ફાળવી દીધા બાદ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકે નહીં જે મામલે ટ્રેક્ટર ડિલરોએ મહેસાણામાં RTO સમક્ષ લેખિત રજૂઆત પણ કરી છે.  વાહન વેચાણ બાદ તરત જ નંબર ફાળવી દેવાના નિયમમાં બદલાવ કરવાની માગ પણ કરાઈ છે. 

નંબર પ્લેટ વિનાના વાહનોને ફટકારાશે દંડ
રાજ્યમાં નંબરપ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી થશે. 1 જુલાઈથી નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી થશે. નંબર પ્લેટ વિનાના વાહનોને મોટો દંડ ફટકારાશે. વાહનમાં એપ્લાઈડ ફોર રજિસ્ટ્રેશનનું સ્ટીકર ચાલશે નહીં. આવતા મહિનાથી RTOને બદલે શો-રૂમમાંથી નંબર પ્લેટ મળે તેવી વ્યવસ્થા કરાશે. તમામ વાહનો એટલે કે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, 7. 5 ટનથી ઓછી ક્ષમતાવાળા માલસામાન, ટ્રેક્ટર અને અન્ય સાધનો પર નવો નિયમ લાગુ કરાશે.

આ વાહનચાલકોને અપાશે છૂટ
જુલાઈના પ્રથમ સપ્તાહ પહેલા જો કઈ નવા વાહનની ડિલિવરી થઈ હશે તો તેને આમાંથી છૂટ આપવામાં આવશે. પરંતુ જુલાઈના પહેલા સપ્તાહ પછી જો કોઈ વાહનોમાં આ મુજબ રજિસ્ટ્રેશન નહીં થયું હોય તો ચાલકને દંડ ફટકારવામાં આવશે. નવો નિયમ લાગુ થતાં 15 દિવસનો સમય લાગી શકે તેમ છે. વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, વાહનોને RTOમાં ફિઝિકલ વેરિફિકેશનની જરૂર રહેશે નહીં. એક વખત પેપર અપલોડ થતાં જ વાહનનો નંબર પણ એલોટ કરી દેવામાં આવશે અને ડિલરે જ નંબર પ્લેટ ફીટ કરી આપવાની રહેશે.

No description available.

નંબર પ્લેટની પ્રક્રિયા શો-રૂમથી જ થશે
આ ઉપરાંત હવેથી વાહનોના રજિસ્ટ્રેશનથી લઈ નંબર પ્લેટની પ્રક્રિયા શો-રૂમથી જ થશે. આ પ્રક્રિયા આગામી 1 જુલાઈથી શરૂ કરાશે. મહત્વનું છે કે પહેલાં RTOમાંથી જ વેરિફાઇ અને એપ્રૂવલની કામગીરી થતી હતી અને આરટીઓમાંથી નંબર એલોટમેન્ટ થતા હતા. પરંતુ હવે તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી જ કરાશે. ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ નવા વાહનને નંબર પ્લેટ લાગી જશે. આ માટે શો-રૂમના ડીલર્સને RTO દ્વારા તાલીમ આપવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ