બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / RRR fane actor death ray stevenson passes away at age of 58

દુઃખદ સમાચાર / RRR ફેમ આ એક્ટરનું થયું નિધન, 58 વર્ષની ઉંમરમાં દુનિયાને કહ્યું અલવિદા

Arohi

Last Updated: 08:37 AM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Film RRR fame Ray Stevenson Passes Away: એસએસ રાજામૌલીની ફિલ્મ RRRમાં મુખ્ય ભુમિકા નિભાવનાર આ એક્ટરનું 58 વર્ષની ઉંમરમાં જ નિધન થઈ ગયું છે. આ ટેલેન્ટેડ એક્ટરે ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.

  • RRRમાં આ એક્ટરે કર્યું હતું કામ 
  • એક્ટરનું 58 વર્ષની ઉંમરે નિધન 
  • એક્ટરે ઘણી મોટી ફિલ્મોમાં કર્યું છે કામ 

ઈન્ડસ્ટ્રીને એક મોટો ઝટકો લાગ્યો છે. બોલિવુડ અને હોલિવુડના એક મોટા એક્ટરે થોડા સમય પહેલા જ 58 વર્ષની ઉંમરમાં પોતાના અંતિમ શ્વાસ લીધા છે. જણાવી દઈએ કે આ એક્ટરે એસએસ રાજામૌલીની ફિલ્મ RRRમાં પણ એક મહત્વપૂર્ણ ભુમિકા નિભાવી છે અને તેના ઉપરાંત તેમણે ઘણા મોટા અંગ્રેજી શોઝ અને ફિલ્મોમાં કામ પણ કર્યું છે. 

આ ટેલેન્ટેડ એક્ટરે વર્ષ 1998માં ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો અને તે ત્યારથી કામ કરી રહ્યા છે. થોડા કલાકો પહેલા આ એક્ટરનું નિધન થઈ ગયુ અને આ વાતની પુષ્ટિ તેમના પબ્લિસિસ્ટે કરી છે. આ એક્ટર કોણ છે તેમણે કઈ ફિલ્મોમાં કામ કર્યું છે RRRમાં તેમની શું ભુમિકા હતી અને તેમના નિધનની પાછળનું કારણ શું છે. આવો જાણીએ...

RRR ફેમ આ એક્ટરનું થયું નિધન 
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અમે અહીં એક્ટર રે સ્ટીવેન્સનની વાત કરી રહ્યા છીએ જેમણે રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ RRRમાં મેઈન વિલનની ભુમિકા નિભાવી હતી. રે સ્ટીવેન્સના પાત્રનું નામ 'સર સ્કોટ' હતું અને આ ફિલ્મથી તેમણે ભારતીય સિનેમામાં પગ મુક્યો હતો. 

58ની ઉંમરમાં એક્ટરે લીધા અંતિમ શ્વાસ 
જણાવી દઈએ કે રે સ્ટીવેન્સનની ઉંમર ફક્ત 58 વર્ષ હતી જ્યારે તેમનું નિધન થયું. 25 મે, 1964એ જન્મેલા રે સ્ટીવેન્સનનું નિધન કેવી રીતે થયું તેના વિશે હાલ કોઈ જાણકારી સામે નથી આવી. જણાવી દઈએ કે RRRની સાથે સાથે રે સ્ટીવેન્સને પનિશર: વોર ઝોન, માર્વલની થોર મૂવીઝ અને વોકિંગ ધ ડેડ અને ડેક્સટર જેવા ટીવી શોઝમાં કામ કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ