બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / સ્પોર્ટસ / rohit sharma indian cricket team asia cup 2023 super 4 india vs pakistan

ક્રિકેટ / Asia Cup Super-4માં જાણો ક્યાં, ક્યારે અને કોની સાથે થશે ટીમ ઇન્ડિયાની ટક્કર? કેવી રીતે ફાઇનલમાં પહોંચશે IND vs PAK, જાણો

Manisha Jogi

Last Updated: 10:23 AM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપનું ગૃપ સ્ટેજ પૂર્ણ થઈ ગયું છે ને સુપર 4ની ટીમ ફાઈનલ થઈ ગઈ છે. સુપર-4માં ભારતીય ટીમનું શિડ્યુલ શું છે અને એશિયા કપના ફાઈનલમાં ભારત-પાકિસ્તાન કેવી રીતે આમને સામને આવી શકે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • એશિયા કપનું ગૃપ સ્ટેજ પૂર્ણ થઈ ગયું છે
  • સુપર-4માં ફરી વાર બંને ટીમ આમને સામને આવશે
  • સુપર-4 રાઉન્ડમાં તમામ ટીમ કુલ ત્રણ ટીમ મેચ રમશે

લાહોરમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલ છેલ્લી લીગ મેચ પછી એશિયા કપનું ગૃપ સ્ટેજ પૂર્ણ થઈ ગયું છે ને સુપર 4ની ટીમ ફાઈનલ થઈ ગઈ છે. પાકિસ્તાન સૌથી પહેલા સુપર 4માં પહોંચ્યું હતું. વરસાદના કારણે ભારત અને પાકિસ્તાનના ગૃપ સ્ટેજની મેચ રદ્દ રહી હતી, પરંતુ સુપર-4માં ફરી વાર બંને ટીમ આમને સામને આવશે. બંને ટીમની ત્રીજી ટક્કર એશિયા કપની ફાઈનલમાં પણ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, એશિયા કપની ફાઈનલમાં ક્યારેય પણ ભારત પાકિસ્તાનની ટક્કર થઈ નથી. સુપર-4માં ભારતીય ટીમનું શિડ્યુલ શું છે અને એશિયા કપના ફાઈનલમાં ભારત-પાકિસ્તાન કેવી રીતે આમને સામને આવી શકે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

સુપર-4 રાઉન્ડમાં ભારતનું શિડ્યુલ
સુપર-4 રાઉન્ડમાં તમામ ટીમ કુલ ત્રણ ટીમ મેચ રમશે. સુપર 4માં ભારતની પહેલી મેચ પાકિસ્તાન સાથે છે. કોલંબોમાં 10 સપ્ટેમ્બરના રોજ આ મેચ રમવામાં આવશે. 12 સપ્ટેમ્બરના રોજ કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. કોલંબોમાં 15 સપ્ટેમ્બરના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. 

પહેલી વાર ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ શકે છે
સુપર-4 રાઉન્ડમાં કુલ 6 મેચ રમવામાં આવશે અને ટોપ-2 ટીમ ફાઈનલમાં પહોંચશે. સુપર-4 રાઉન્ડ પૂર્ણ થયા પછી ભારત અને પાકિસ્તાન ટોપ-2માં રહેશે તો કોલંબોમાં 17 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાશે. એશિયા કપના ઈતિહાસમાં આ પ્રકારે થશે. બાંગ્લાદેશ અને શ્રીલંકાની સરખામણીએ ભારત-પાકિસ્તાનની ટીમ મજબૂત હોવાથી એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ થવાની સંભાવના વધુ છે. 

શ્રીલંકાની ટીમમાં અનેક સ્ટાર ખેલાડી નથી રમી રહ્યા. ભારત અને પાકિસ્તાનની ટીમ ટુર્નામેન્ટમાં સંપૂર્ણ તાકાત સાથે મેદાન પર ઉતરી છે. ભારતીય ટીમમાં શ્રેયસ અય્યર, જસપ્રીત બુમરાહની વાપસી થઈ શકે છે. પાકિસ્તાનના શાહીન અફરીદી, હારિસ રઉફ અને નસીમ શાહ પણ સારું રમી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની ફાઈનલને નકારી ના શકાય, પરંતુ ક્રિકેટમાં કોઈપણ સમયે બાજી પલટી શકે છે. આ કારણોસર 15 સપ્ટેમ્બર સુધી રાહ જોવાની રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ