બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / સ્પોર્ટસ / Cricket / rohit frustrated on team india player while jadeja bowling during match against IND vs AUS video
Bijal Vyas
Last Updated: 12:24 PM, 8 June 2023
IND vs AUS: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (World Test Championship Final) શરૂ થઈ ગઈ છે. ભારતે પ્રથમ દિવસે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી અને ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. પહેલા દિવસે કાંગારૂઓએ ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની શાનદાર બેટિંગની મદદથી 327 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા ફિલ્ડ સેટઅપ દરમિયાન રેગિંગ કરતો જોવા મળ્યો હતો.
ભારતે ઓસ્ટ્રેલિયાના પ્રથમ 3 બેટ્સમેનોને ખૂબ જ ઝડપથી પેવેલિયન મોકલી દીધા હતા. પરંતુ ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની ઘાતક ભાગીદારી જોઈને રોહિત શર્મા પણ પરેશાન જોવા મળ્યો હતો. રવિન્દ્ર જાડેજાને બોલિંગ સોંપતી વખતે તે એક ખેલાડી પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. જોકે, તેને કોના પર ગુસ્સો આવ્યો, તે વીડિયોમાં સ્પષ્ટ નથી. તેણે ઠપકો આપ્યો અને કહ્યું, "શું હાર તમે લોકો...". આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
— No-No-Crix (@Hanji_CricDekho) June 7, 2023
ટ્રેવિસ હેડ અને સ્મિથ બન્યા માથાનો દુખાવો
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ ભારત માટે માથાનો દુખાવો બની ગયા છે. બંનેએ ઓવલ મેદાન પર પ્રથમ દિવસે 251 રનની ભાગીદારી કરી હતી. ભારતીય છાવણીને પરેશાન કરનારી બાબત એ છે કે તે હજુ પણ ક્રિઝ પર ઊભો છે. ટ્રેવિસ હેડે સદી ફટકારી છે. જ્યારે સ્ટીવ સ્મિથને સદી માટે માત્ર 5 રનની જરૂર છે.
રવિચંદ્રન અશ્વિન વિના મેદાનમાં ઉતરી ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ચોંકાવનારો નિર્ણય લીધો છે. તેણે રવિચંદ્રન અશ્વિન જેવા અનુભવી બોલરને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધો. ઘણા પૂર્વ ક્રિકેટરોએ પણ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. અશ્વિને બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તે WTCના બીજી સાઇકલમાં ભારત માટે સૌથી વધુ શિકાર કરનાર બોલર છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir