બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / rocky aur rani kii prem kahaani shabana azmi on her kiss with dharmendra

મનોરંજન / એમને KISS કરવાની કોણ ના પાડી શકે! ધર્મેન્દ્ર સાથે કિસીંગ સીનને લઈને અભિનેત્રીએ આપ્યો જવાબ

Manisha Jogi

Last Updated: 12:19 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમીએ કિસિંગ સીન કર્યો છે, જે બાબતે ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે.

  • બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’એ ધૂમ મચાવી
  • ફિલ્મમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમીએ કિસિંગ સીન કર્યો
  • ‘એમને KISS કરવાની કોણ ના પાડી શકે!’

આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ બાબતે લોકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મલી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમીએ કિસિંગ સીન કર્યો છે, જે બાબતે ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે. અભિનેત્રી શબાના આઝમીએ આ બાબતે રિએક્શન આપ્યું છે. 

શબાના આઝમી જણાવે છે કે, ‘મેં ક્યારેય પણ નહોતુ વિચાર્યું કે, આટલી હદે બઝ થશે. જ્યારે અમે ફિલ્મમાં કિસ કરીએ છીએ ત્યારે લોકો હસે છે અને ખુશ થાય છે. શુટિંગ દરમિયાન આ બાબતે કોઈ મુદ્દો ઊભો થયો જ નહોતો. મેં સ્ક્રીન પર વધુ કિસિંગ સીન કર્યા નથી, પરંતુ ધર્મેન્દ્ર જેવા હેન્ડસમ પુરુષને કિસ કરવાની ના કોણ પાડે?’

કિસિંગ સીન બાબતે જાવેદ અખ્તરનું રિએક્શન
શબાના આઝમી જણાવે છે કે, તેમના પતિ અને ગીતકાર જાવેદ અખ્તરે કિસિંગ સીન બાબતે રિએક્શન આપ્યું છે. શબાના આઝમી કહે છે કે, ‘તેમને કોઈ ફરક પડતો નથી, પરંતુ તેમને મારા રાઉડી બિહેવિયરથી ફરક પડે છે. આખા ફિલ્મ દરમિયાન હું તાળીઓ વગાડી રહી હતી, સીટી મારી રહી હતી, બૂમો પાડી રહી હતી અને તેઓ મારી બાજુમાં એ રીતે બેઠા હતા કે, મને ઓળખતા જ નથી. હું ખૂબ જ એક્સાઈટેડ હતી.’

કરણ જોહરે ફિલ્મ ’રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ને ડાયરેક્ટ કરી છે. તમને જણાવી દઈએ કે, કરણ જોહરે ઘણા સમય પછી કોઈ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે. આ ફિલ્મમાં જયા બચ્ચન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મ ’રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ ખૂબ જ એન્ટરટેઈનિંગ છે અને દર્શકોને આ જોડી ખૂબ જ પસંદ આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ