બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / riots have not ended in sweden over quran burning issue 40 people injured

BIG NEWS / ધાર્મિક ગ્રંથ સળગાવવા મામલે આ દેશમાં ભયંકર રમખાણો ફાટી નીકળ્યા, અનેક શહેરોમાં અજંપો, પોલીસે કર્યું ફાયરિંગ

Pravin

Last Updated: 10:36 AM, 19 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વીડનમાં કુરાનની કોપી સળગાવવાના કટ્ટર દક્ષિણપંથી સંગઠનોની યોજનાનો વિરોધમાં કેટલીય જગ્યાએ હિંસક અથડામણો થયા છે.

  • સ્વીડનમાં ધાર્મિક ગ્રંથ સળગાવતા હિંસા ભડકી
  • કેટલાય લોકો ઘાયલ થયાં 
  • પોલીસ કર્યું ફાયરીંગ

સ્વીડનમાં કુરાનની કોપી સળગાવવાના કટ્ટર દક્ષિણપંથી સંગઠનોની યોજનાનો વિરોધમાં કેટલીય જગ્યાએ હિંસક અથડામણો થયા છે. જેમાં લગભગ 40 લોકો ઘાયલ થઈ ગયા છે અને કેટલાય લોકોની ધરપકડ પણ થઈ છે. એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર પોલીસે સોમવારે જણાવ્યું છે કે, સ્વિડનમાં ભડકેલા રમખાણઓમાં 26 પોલીસકર્મી અને 14 સામાન્ય નાગરિકો પણ ઘાયલ થયા છે, જ્યારે ઉગ્ર ભીડે 20થી વધારે વાહનોને આગ પણ લગાવી દીધી છે. સ્વિડનમાં કેટલાય શહેરોમાં હિંસા ભડકી ઉઠી છે. પોલીસનું કહેવુ છે કે, હિંસાની ઘટનાઓમાં 200થી વધારે લોકો સામેલ હતા અને 40 લોકોની ધરપકડ પણ થઈ ચુકી છે. 

હિંસામાં પોલીસ જવાનો પણ ઘાયલ થયાં

પોલીસનું માનવું છે કે, આ હિંસા ગુનાહિત ગેંગના નેટવર્કે આયોજીત કરી છે. હિંસામાં સામેલ અમુક લોકો પોલીસ અને સ્વીડન સુરક્ષાદળ પહેલાથી જાણતા હતા. એક રિપોર્ટ અનુસાર સ્વીડનમાં શુક્રવારે ઓરેબ્રો શહેર અને રિંકેબાઈમાં શનિવારે માલ્મો શહેરમાં હિંસા ભડકી જ્યારે રવિવારે નોર્કોપિંગમાં હિંસા થઈ હતી. સ્વીડનના રાષ્ટ્રીય પોલીસ મુખ્ય એેંડર્સ થોર્નબર્ગે કહ્યું કે, તેમણે અત્યાર સુધી નોર્કોપિંગ જેવી હિંસા જોઈ નથી. 

પોલીસ ફાયરિંગમાં ત્રણ લોકો ઘાયલ

પોલીસે હિંસ ભીડ પર કાબૂ મેળવવા માટે હવામાં ગોળીઓ ચલાવી, જેનાથી ત્રણ લોકો ઘાયલ થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર સ્વીડિશ નેતા રાસમુસ પાલુદાને થોડા દિવસ પહેલા સ્વીડનના એક મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં કથિત રીતે કુરાનની એક કોપી સળગાવી હતી અને કહ્યું હતું કે, તે પોતાની રેલી દરમિયાન કુરાનની હજૂ પણ કોપીઓ સળગાવશે. રૈસ્મસે વર્ષ 2017માં હાર્ડ લાઈન એટલે કે સ્ટ્રામ કર્સ નામના દક્ષિણપંથી પાર્ટીનું ગઠન કર્યું હતું. તે વ્યવસાયે વકીલ છે અને યૂટ્યૂબર પણ છે. ઈસ્લામ માટે કુરાન એક પવિત્ર ગ્રંથ છે.

અરબ દેશોએ કરી નિંદા

કુરાન સળગાવવાની ઘટનાની અરબ દેશોએ પણ ટીકા કરી છે. સઉદી અરબ તરફથી કહેવામાં આવ્યું છે કે, પાલુદાન જાણી જોઈને કુરાન સળગાવી રહ્યો છે. સઉદી અરબના વિદેશ મંત્રાલય તરફથી ભાર આપીને કહ્યું કે, વાતચીત અને સહિષ્ણુતા તથા શાંતિપૂર્ણ રીતે સહઅસ્તિત્વ માટે સતત પ્રયાસ કરવાની જરૂર છે. આ નિવેદનમાં ધૃણા અને અતિવાદની ટિકા કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ