બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Riotous elements in Banaskantha attack toll plaza with sticks, swords fly between 2 brothers in Bardoli

કાર્યવાહી / બનાસકાંઠામાં તોફાની તત્વોએ લાકડી-ધોકા વડે ટોલ પ્લાઝા પર હુમલો કર્યો, બારડોલીમાં 2 ભાઈઓ વચ્ચે તલવારો ઉડી

Vishal Khamar

Last Updated: 05:40 PM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં બારડોલી અને બનાસકાંઠામાં કેટલાક અસામાજી તત્વોનાં આતંકને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આ બાબતે પોલીસે ગુનો નોંધી અસામાજીક તત્વોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

  • બારડોલીનાં આશિયાનાનગરમાં અસામાજીક તત્વોનો આતંક
  • પોલીસે તલવાર લઈને નીકળેલા ત્રણ શખ્સોની અટકાયત કરી
  • ખેમાણાનાં ટોલ પ્લાઝા અસામાજીક તત્વોએ કરી તોડફોડ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોનાં કારણે અન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં સુરતનાં બારડોલીમાં બોલાચાલી થતા તલવાર લઈને બહાર નીકળતા થોડીવાર માટે સમગ્ર વિસ્તારમાં અરાજકતા વ્યાપી જવા પામી હતી. બનાસકાંઠામાં ટોલ પ્લાઝા પર કેટલાક અસામાજીક તત્વો દ્વારા તોડફો કરી ફરાર થઈ જતા પોલીસે અસામાજીક તત્વોને પડકી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

પોલીસે તલવાર લઈને નીકળેલા ત્રણ શખ્સોની કરી અટકાયત
સુરતનાં બારડોલીમાં આશિયાનાનગરમાં અસામાજીક તત્વોનો આતંકથી લોકો પરેશાન થયા હતા. બે ભાઈ વચ્ચેનાં ઝઘડાને કારણે બબાલ થઈ હતી. બોલાચાલી થતા તલવાર લઈને બહાર નીકળતા લોકો વચ્ચે પડ્યા હતા. આ અંગે બારડોલી ટાઉન પોલીસે તલવાર લઈને નીકળેલા ત્રણ શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ટોલપ્લાઝામાં તોડફોડ કરી હુમલાખોર પલાયન થઈ ગયા
બનાસકાંઠાના પાલનપુર સ્થિત ખેમાણાના ટોલપ્લાઝ પર તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો હતો. ટોલ આપવા જેવી નજીવી બાબતે બબાલ કરીને ટોળાએ ટોલકર્મી પર હુમલો કર્યો. લાકડી અને ધોકા વડે હુમલો કરી ટોલપ્લાઝામાં તોડફોડ કરી હુમલાખોર પલાયન થઈ ગયા હતા.  હુમલામાં ટોલકર્મી ઈજાગ્રસ્ત થયો જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જીવલેણ હુમલાથી ઘટના CCTVમાં કેદ થઈ. હતી. તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ