બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / Rich in medicinal properties, jasmine oil is very useful for skin and hair

તમારા કામનું / શિયાળામાં સ્કીનને થતી તમામ સમસ્યાઓનો એક રામબાણ ઈલાજ: ચમેલીનું તેલ, આ રીતે કરો ઉપયોગ

Pooja Khunti

Last Updated: 07:57 AM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jasmine Oil: ઔષધીય ગુણોથી ભરપૂર જાસ્મીન તેલ ત્વચા અને વાળ માટે ખૂબ જ ઉપયોગી છે. ઠંડીમાં થતી ત્વચાની સમસ્યાઓને દૂર કરવા માટે જાસ્મીન તેલ ઘણું ફાયદાકારક છે.

  • જાસ્મીન તેલમાં ઔષધીય ગુણ હોય છે
  • વધતું જતું પ્રદૂષણ ચામડીના રોગનું કારણ બને છે
  • ખંજવાળને દૂર કરવામાં ખૂબ જ અસરકારક

શિયાળાની ઋતુ ત્વચાના સ્વાસ્થ્યને ખૂબ પ્રભાવિત કરે છે.  આ મોસમમાં ઠંડો પવન અને પ્રદૂષણ ત્વચાને ખરાબ કરી દે છે. આ મોસમમાં સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચાને નુકસાન પોચાળે છે.  ઠંડીની ઋતુમાં ખંજવાળની સમસ્યા વધી જાય છે.  આ ઋતુમાં વધતું જતું પ્રદૂષણ ચામડીના રોગનું કારણ બને છે.  આ સિઝનમાં તમારી ત્વચાને સુરક્ષિત રાખવાં માટે જાસ્મીન તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ તેલમાં ગ્લાયકોસાઇડ્સ, ફિનોલિક કમ્પાઉન્ડ્સ, ફ્લેવોનોઇડ્સ, ટેનીન, કાર્બોહાઇડ્રેટ સેપોનિન જેવા પોષક તત્વો હોય છે જે ત્વચા અને વાળ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. આ તેલનો ઉપયોગ ત્વચા અને વાળ પર કરવાથી ઘણાં ફાયદાઓ થાય છે.  આ તેલ ત્વચાને નરમ બનાવે છે અને ચામડીના રોગથી બચાવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર જાસ્મીન તેલનો ઉપયોગ દુ:ખાવા, ઘા, મોતિયા, સોજો અને તાવને ઘટાડવા માટે કરવામાં આવે છે.  ડિપ્રેશનને દૂર કરવા માટે એરોમાથેરાપીમાં જાસ્મીન તેલનો ઉપયોગ કરવામાં આવે છે.  ઠંડીમાં થતી ત્વચાની સમસ્યાઓને દૂર કરવા માટે જાસ્મીન તેલ ઘણું ફાયદાકારક છે.  

જાસ્મીન તેલના ફાયદા 

જાસ્મીન તેલમાં ઔષધીય ગુણ હોય છે.  આ તેલને ત્વચા પર લગાવવાથી ત્વચાની મોટાભાગની સમસ્યાઓ દૂર થાય છે.   આ તેલના ઉપયોગથી ત્વચા પર થતી ફોલ્લીઓ , ડાઘ અને ઘા દૂર થાય છે.  આ તેલમાં બેન્ઝિલ બેન્ઝોએટ સંયોજન હોય છે. જે ખંજવાળને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે.  શિયાળામાં ત્વચાની શુષ્કતાને દૂર કરવા અને ફોલ્લીઓને નિયંત્રણમાં રાખવાં માટે જાસ્મીન તેલનો ઉપયોગ કરવામાં આવે છે. 

ત્વચા પર જાસ્મીન તેલનો ઉપયોગ કેવી રીતે કરવો 

શિયાળામાં ત્વચાને નરમ અને સ્વસ્થ રાખવાં માટે રાત્રે સૂતા પહેલા ત્વચા પર તેલને લગાવો, સવારે તમારા ચહેરાને સાફ કરી લો.  આ તેલ ત્વચાની શુષ્કતા અને ખંજવાળને દૂર કરશે.  જાસ્મીન તેલનો ઉપયોગ હળદરની પેસ્ટ સાથે કરો.  તમારી ત્વચા પર જાદુઇ અસર જોવા મળશે.  હળદરમાં જાસ્મીન તેલનાં ઉપયોગથી તમારી ત્વચા ચમકદાર બનશે. તમે  સીરમ, મોઇશ્ચરાઇઝર અને માસ્કમાં જાસ્મીન તેલને ઉમેરી તમારા ચહેરા પર લગાવી શકો છો.
 
જાસ્મીન તેલને કેવી રીતે લગાવવું 

સૂતા પહેલા જાસ્મીન તેલને ચહેરા પર લગાવો, જેથી તમારી ત્વચા પર એક ચમક આવી જશે. રાત્રે તમારા ચહેરાને સાફ કરો અને જાસ્મીન તેલ સાથે નાળિયેલ તેલનાં 1-2 ટીપાં ઉમેરો.  બંનેને સારી રીતે મિક્સ કરી,  ચેહરા પર લગાઓ. બીજા દિવસે તમારા ચેહરાની શુષ્કતા દૂર થશે અને ચેહરો ચમકદાર દેખાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ