બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Retired PSI of Navsari murdered in New Jersey, America

ક્રાઈમ / નવસારીના નિવૃત PSIનું અમેરિકાના ન્યૂજર્સીમાં મર્ડર, પત્ની અને પુત્રને પતાવી દીધા, દોહિત્રએ ખેલ્યો ખૂની ખેલ

Vishal Khamar

Last Updated: 07:01 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીનાં નિવૃત PSI ની અમેરિકાનાં ન્યૂજર્સીમાં તેમનાં જ દોહિત્ર દ્વારા ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારતા ચકરાચ મચી જવા પામી હતી. ત્યારે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ ઘર કંકાસને કારણે ખૂની ખેલ ખેલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • નવસારીના નિવૃત PSIની ન્યૂજર્સીમાં હત્યા
  • નિવૃત PSI, તેમની પત્ની અને પુત્રની પણ હત્યા
  • ઘરકંકાસમાં દોહિત્રએ જ ઉતાર્યા મોતને ઘાટ

નવસારી જિલ્લાના રહેવાસીની અમેરિકામાં હત્યા થયના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં આજે વહેલી સવારે નવસારીના બિલોમોરાના રહેવાસી પરિવારની હત્યા થઇ છે. ખાસ વાત છે કે, પરિવાર છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો હતો અને ત્યાં છેલ્લા કેટલાક સમયથી પારિવારિક ઝઘડા ચાલી રહ્યાં હતા. આ ઝઘડામાં આજે નિવૃત પીએસઆઇ, તેમના પત્ની અને તેમના દીકરાની તેમના જ દોહિત્રએ હત્યા કરી દીધી હતી. હાલ હત્યારા દોહિત્રની ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી લીધી છે. 

મળતી માહિતી પ્રમાણે, છેલ્લા 15 વર્ષથી નવસારી જિલ્લાના બિલીમોરાનો પરિવાર અમેરિકામાં સ્થાયી થયો હતો, દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ જે આ પહેલા બિલીમોરામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, અને અત્યારે પરિવાર સાથે અમેરિકાના સાઉથ પ્લેનફિલ્ડ, ન્યૂજર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં પોતાના ઘરે રહેતા હતા, જ્યાં તેઓને ઝઘડો તેમના દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટ સાથે થયો હતો, આ ઝઘડો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો હતો. આ ઝઘડામાં નિવૃત્ત પીએસઆઇ દિલીપ કુમાર બ્રહ્મભટ્ટના 23 વર્ષીય દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટે દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ તેમના પત્ની બિન્દુ બ્રહ્મભટ્ટ અને તેમના દીકરા યશ બ્રહ્મભટ્ટની હત્યા કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ઘરમાં પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો. આ હત્યાની ઘટના બાદ મૃતક દિલીપ કુમાર બ્રહ્મભટ્ટના દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટની ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ