બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Rented a house and built a fake government office and got the grant passed! In Bodeli, the thugs wore the hat to the system itself

રી-કન્સ્ટ્રક્શન / ભાડે મકાન રાખી નકલી સરકારી ઓફિસ બનાવી અને ગ્રાન્ટ પણ પાસ કરાવી દીધી! બોડેલીમાં ઠગબાજોએ તંત્રને જ ટોપી પહેરાવી

Vishal Khamar

Last Updated: 06:53 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુરનાં બોડેલીમાં સિંચાઈ વિભાગની નકલી ઓફીસ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આજે પોલીસે આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રી-કન્ટ્રક્શન કર્યું હતું.

  • છોટા ઉદેપુરનાં બોડેલીમાં નકલી સિંચાઈ વિભાગની ઓફીસ પકડાવવાનો મામલો
  • ખોટી સરકારી ઓફીસ ઉભી કરી રૂા. 4.15 કરોડનું કર્યું કૌભાંડ
  • પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રી-કન્ટ્રક્શન કરાયું

રાજ્યમાં નકલી સરકારી અધિકારી બાદ હવે નકલી સરકારી કચેરીનો કેસ સામે આવ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં સિંચાઈ વિભાગની નકલી ઓફિસ બનાવી અને 4 કરોડ 15 લાખની ઉચાપત કર્યાની ઘટના સામે આવી છે. જે મુદ્દે બોડેલીના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ધવલ પટેલે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, પ્રાયોજના વહીવટ અધિકારીના કામોના આયોજન માટે મીટીંગ બોલાવી ત્યારે આ ધ્યાને આવ્યું હતુ. મીટિંગમાં ટ્રાયબલના કામોની ચર્ચા કરી હતી. સિંચાઈ વિભાગની ખોટી દરખાસ્ત ધ્યાને આવતા આ મામલો સામે આવ્યો હતો. આ મામલો બહાર આવતા અમે પોલીસને તપાસ સોંપી છે.

આરોપી સંદીપ રાજપૂત અને અબુ બક્કર સૈયદને સાથે રાખી કર્યુ રી-કન્ટ્રક્શન
છોટા ઉદેપુરનાં બોડેલીમાં સિચાઈ વિભાગની નકલી સરકારી ઓફીસ ઉભી કરી 4.15 કરોડનું કૌભાંડ મામલે પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રી-કન્ટ્રક્શન કર્યું  હતું. નકલી કાર્યપાલક ઈજનેરને ખાનગી કોમ્પ્લેક્ષમાં પોલીસ લઈ આવી હતી. આરોપી સંદીપ રાજપૂત અને અબુ બક્કર સૈયદને સાથે રાખી રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. ત્યારે પોલીસે ઓફિસનું તાળું તોડી તેમનાં દસ્તાવેજો અને અન્ય સામગ્રી કબ્જે કરી હતી. ત્યારે હવે આ સમગ્ર કૌભાંડમાં સિંચાઈ વિભાગનાં કર્મચારીઓ સંકળાયેલ છે કે નથી તે તપાસનો વિષય બન્યો છે. ત્યારે આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

કંચનબેન (સંદીપની માતા)

સંદીપને ભરમાવી કેટલાક લોકો બોડેલી લઇ ગયા હતાઃ કંચનબેન (સંદીપની માતા)
બોડેલીમાં નકલી સિંચાઈ વિભાગની ઓફીસ પકડાવવા મામલે આરોપી સંદીપ રાજપૂતનાં માતા કંચનબેન રાજપૂતે નિવેદન આપ્યું હતું કે, મારો પુત્ર નિર્દોષ છે. એનાં ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કર્યો છે. મારો દીકરો મકાન બાંધકામનું કામ કરે છે. તાંદલજાના સાહેવનું કામ મારા દીકરાએ લીધું હતું. ફરદીન કરીને કોઈ સાહેબ છે. એમના માટે મારો દીકરો કામ કરતો હતો. આ કાંડમાં અનેક મોટા માથા સંડોવાયેલા છે. સંદીપને ભરમાવી કેટલાક લોકો બોડેલી લઈ ગયા હતા. 2 દિવસ પહેલા જ ખબર પડી કે સંદીપની પોલીસે ધરપકડ કરી છે. સંદીપે 4.15 કરોડનું કૌભાંડ કરવું હોત તો મકાન લોન પર ન મેળવ્યું હોત. 

ધવલ પટેલ ( કાર્યપાલ ઈજનેર, બોડેલી સિંચાઈ વિભાગ)

સિંચાઈ વિભાગ દ્વારા આવી કોઈ દરખાસ્ત કરાઈ નથીઃ ધવલ પટેલ ( કાર્યપાલ ઈજનેર, બોડેલી સિંચાઈ વિભાગ)
આ સમગ્ર કૌભાંડ મામલે બોડેલી સિંચાઈ વિભાગનાં કાર્યપાલક ઈજનેર ધવલ પટેલે નિવેદન આપ્યું હતું કે, પ્રાયોજના વહીવટ અધિકારીનાં કામોનાં આયોજન માટે મીટિંગ બોલાવી ત્યારે ધ્યાને આવ્યું હતું. સિંચાઈ વિભાગની ખોટી દરખાસ્ત ધ્યાને આવતા મામલો સામે આવ્યો હતો. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા આવી કોઈ દરખાસ્ત કરાઈ નથી. આવા કોઈ અધિકારી અમારે ત્યાં ફરજ બજાવતા નથી. અગાઉ પ્રાયોજના વહીવટદાર દ્વારા આવા કોઈ કામોની ચર્ચા કરાઈ નથી. સમગ્ર મામલે પ્રાયોજનાં વહીવટદારની કચેરી શંકાનાં દાયરામાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ