તમારા ઘરમાં તણાવ સતત વધી રહ્યો છે, તો તે દૂર કરવા માટે બાલ્કની અથવા ગાર્ડનમાં કેટલાક છોડ લગાવી શકો છો. માનવામાં આવે છે કે, આ છોડ સ્ટ્રેસ રિલીવિંગ પ્લાન્ટ છે.
ભાગદોડભર્યા જીવનમાં તણાવ થવો તે એક વ્યાજબી છે
તણાવ દૂર કરવા માટે બાલ્કનીમાં લગાવો આ છોડ
ઘરનું વાતાવરણ સારું રહેશે તણાવ દૂર થશે
ભાગદોડભર્યા જીવનમાં તણાવ થવો તે એક વ્યાજબી વાત છે. તણાવને કારણે માનસિક આરોગ્ય પર અસર થવાની સાથે સાથે કામ પર પણ અસર થાય છે. તમારા ઘરમાં તણાવ સતત વધી રહ્યો છે, તો તે દૂર કરવા માટે બાલ્કની અથવા ગાર્ડનમાં કેટલાક છોડ લગાવી શકો છો. માનવામાં આવે છે કે, આ છોડ સ્ટ્રેસ રિલીવિંગ પ્લાન્ટ છે, જેથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે.
તણાવથી રાહત આપતા છોડ
એલોવેરા- એલોવેરા એક એવો છોડ છે, જેમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ રહેલા છે. જે ચિંતા અને તણાવયુક્ત માહોલમાં રાહત આપવાનું કામ કરે છે.
પોથોસ- પોથોસ પ્લાન્ટની સરળતાથી દેખભાળ કરી શકાય છે. દિમાગ શાંત રાખવા માટે આ પ્લાન્ટ લગાવવામાં આવે છે. પોથોસ પ્લાન્ટ ક્યારેય પણ તડકામાં ના રાખવો અને હંમેશા પાણીથી ભરપૂર રાખવો.
સ્નેક પ્લાન્ટ- આ પ્લાન્ટની વધુ દેખભાળ રાખવાની જરૂર નથી. આ છોડ વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઈડનું અવશોષણ કરે છે અને હવામાંથી વિષાક્ત પદાર્થ દૂર કરીને હવાને શુદ્ધ કરે છે. જેથી તણાવ અને માથાના દુખાવાથી રાહત મળે છે, ઉપરાંત મૂડ પણ સારો રહે છે તથા એનર્જી પણ બૂસ્ટ કરે છે.
લેવેન્ડર પ્લાન્ટ- લેવેન્ડર પ્લાન્ટથી તણાવ અને ડિપ્રેશન દૂર થાય છે. આ છોડની સ્મેલથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને સારી ઊંઘ પણ આવે છે.
પીસ લિલી- પીસ લિલી પ્લાન્ટથી તણાવ અને ચિંતા દૂર થાય છે. જે લોકોને ઊંઘ આવવાની સમસ્યા રહે છે, તે લોકો માટે આ છોડ ખૂબ જ લાભદાયી છે. આ છોડ સરળતાથી બાલ્કનીમાં લગાવી શકાય છે, જે કોઈપણ તાપમાન અને માટીમાં સરળતાથી જીવિત રહી શકે છે.