બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / Reduce High Cholesterol with the help of garlic lasun

તમારા કામનું / લસણ ન ખાતા હોય તો આજે જ ચાલુ કરી દેજો.! હાર્ટ એટેક માટે જવાબદાર કોલેસ્ટ્રોલનો કરે છે સફાયો , બસ જાણી લો કેવી રીતે કરવું સેવન

Vaidehi

Last Updated: 07:06 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીરમાંથી હાઈ કૉલેસ્ટ્રોલને ઘટાડવામાં 'લસણ' અકસીર સાબિત થઈ શકે છે. જાણો કેવી રીતે લસણનું સેવન કરવું.

  • આયુર્વેદની દ્રષ્ટિએ લસણ સ્વાસ્થ્ય માટે અકસીર
  • હાઈ કૉલેસ્ટ્રોલ અને બ્લડ શુગરને કંટ્રોલમાં લાવવામાં મદદરૂપ
  • જાણો કઈ રીતે કરવું લસણનું સેવન

લસણ એક એવી ઔષધી છે જેને આયુર્વેદિકની એક એકસીર દવા માનવામાં આવે છે. સામાન્યરીતે રસોઈમાં સ્વાદ વધારવા અને ફ્લેવર માટે લસણનો ઉપયોગ થતો હોય છે પરંતુ શું તમને ખબર છે કે લસણ તમારા શરીરથી ગંદા કૉલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદરૂપ બની શકે છે. આ સાથે જ લસણનાં સેવનથી તમે હાઈ બ્લડ શુગરને પણ કંટ્રોલ કરી શકો છો.

લસણમાં એલિસિન નામક કંપાઉંડ હાજર હોય છે જે શરીરનાં ખરાબ કૉલેસ્ટ્રોલને ઘટાડવામાં અસરકારક હોય છે. તેથી જો તમે પણ કૉલેસ્ટ્રોલને ઘટાડવા ઈચ્છો છો તો ચોક્કસથી લસણનું આ રીતે સેવન કરજો.

લસણ અને પાણી 
દરરોજ સવારે 1 ગ્લાસ પાણીની સાથે કાચા લસણની 1 કળીને પીસીને તેનું સેવન કરવું. તેનાથી તમારા શરીરમાં જમા થયેલ ગંદા કૉલેસ્ટ્રોલને સરળતાથી બહાર નિકાળી શકાશે.

મધ અને લસણ
1 લસણને 4-5 ટૂકડાઓમાં કાપી લો. પછી આ ટૂકડાઓમાં થોડું મધ ઉમેરવું. પછી આ મિક્સચરને સવારે ખાલી પેટે ખાઈ લેવું. તેનાથી એસિડિટીની સમસ્યાની સાથે-સાથે વજન પણ ઘટશે.

લસણને રોસ્ટ કરીને ખાવું
જો તમે લસણને ડ્રાય રોસ્ટ કરીને સેવન કરો છો તો તેનાથી તમારા શરીરમાં જમા થયેલ ખરાબ કૉલેસ્ટ્રોલ સરળતાથી ઘટી શકે છે. ક્રશ કરેલ લસણ સ્વાદિષ્ટ હોય છે અને તે શરદી-ઉધરસમાં પણ રાહત પ્રદાન કરે છે.

લસણ ઑયલ
જો તમે રેગ્યુલર કુકિંગ ઑયલને લસણનાં તેલથી રિપ્લેસ કરો છો અને પછી શાક, પરાઠા વગેરે બનાવો છો તો તેનાથી તમારું વજન તો ઘટશે જ સાથે ગંદા કૉલેસ્ટ્રોલને શરીરની બહાર ફેંકવામાં પણ મદદ મળશે. જો કે લસણનું વધુ સેવન તમારા શરીરને નુક્સાન પણ પહોંચાડી શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ