બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / RBI order on Paytm: Will payments stop at shops What will happen to Fasteg know

જાણી લો / Paytm પર RBIનો આદેશ: શું દુકાન પર બંધ થઈ જશે પેમેન્ટ? ફાસ્ટેગનું શું થશે? દૂર કરો તમામ કન્ફ્યુઝન

Megha

Last Updated: 10:43 AM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIની Paytm પર કાર્યવાહી બાદ યુઝર્સ મૂંઝવણમાં છે કે તેઓ આ મહિના પછી Paytmની સુવિધાઓનો લાભ લઈ શકશે કે નહીં? કોને અસર પડશે? Paytm FASTagનું શું થશે? જાણો દરેક જવાબ

  • ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ પેટીએમ યુઝર્સ મૂંઝવણમાં છે. 
  • આ મહિના પછી તેઓ Paytmની તમામ સુવિધાઓનો લાભ લઈ શકશે કે નહીં?
  • આ નિર્ણયથી કોને અસર પડશે? Paytm FASTagનું શું થશે? જાણો દરેક જવાબ 

Paytm પર ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ પેટીએમ યુઝર્સ મૂંઝવણમાં છે. તેઓ સમજી શકતા નથી કે આ મહિના પછી તેઓ Paytmની તમામ સુવિધાઓનો લાભ લઈ શકશે કે નહીં. શું એ શક્ય છે કે ફેબ્રુઆરી પછી પેટીએમ એપ બંધ થઈ જાય? Paytm વોલેટમાં પૈસાનું શું થશે? જો તમારા મનમાં પણ આવા જ કેટલાક સવાલો છે તો અમે અહીં તમારા બધા સવાલોના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ.  

Topic | VTV Gujarati

એ વાત તો જાણીતી જ છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બુધવારે પેટીએમ પેમેન્ટ્સ બેંકને 29 ફેબ્રુઆરી, 2024 પછી તેના ખાતા અથવા વૉલેટમાં નવી ડિપોઝિટ સ્વીકારવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે. Paytm પેમેન્ટ્સ બેંક એ Paytm નો એક ભાગ છે, જે દેશની સૌથી મોટી પેમેન્ટ કંપનીઓમાંની એક છે. RBI દ્વારા કહેવામાં આવ્યું છે કે 29 ફેબ્રુઆરી પછી Paytm નવી ડિપોઝિટ લઈ શકશે નહીં. તે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સુવિધા સહિત ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, ફંડ ટ્રાન્સફરની સુવિધા પૂરી પાડી શકશે નહીં.

શું Paytm એપ બંધ થઈ જશે? 
જો તમારી પાસે Paytmની એપ છે અને તમે Paytmની પેમેન્ટ બેંક નથી વાપરતા, તો તમારે આ નિર્ણય વિશે ચિંતા કરવાની જરૂર નથી. Paytm પર તમે તમારી બધી એક્ટિવિટી પહેલાની જેમ જ કરી શકશો. ઉદાહરણ તરીકે મોબાઇલ રિચાર્જ, બિલની ચુકવણી સમયે જો તમે SBI, HDFC જેવી તમારી બેંકમાંથી UPI દ્વારા ચુકવણી કરો છો તો તમે એ કરવાનું ચાલુ રાખી શકો છો. 

આ નિર્ણયથી કોને અસર પડશે?
Paytm પેમેન્ટ બેંક વાપરતા લોકોને આનાથી અસર પડશે. RBIના નિર્ણય બાદ હવે Paytm પેમેન્ટ્સ બેંકની સેવા પર પ્રતિબંધ લાગશે. આ પ્રતિબંધ 29 ફેબ્રુઆરી પછી લાગુ થશે. મતલબ કે, જો તમે Paytm પેમેન્ટ્સ બેંકમાં જમા પૈસાથી કોઈપણ પ્રકારનું બિલ ચૂકવી શકશો નહીં. 

પેટીએમ પેમેન્ટ બેંક શું છે?
Paytm પેમેન્ટ બેંક માત્ર પૈસા જમા કરાવી શકે છે, તેમની પાસે લોન આપવાની સત્તા નથી. તેઓ ડેબિટ કાર્ડ ઈશ્યુ કરી શકે છે પરંતુ ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા માટે તેમને ધિરાણકર્તા નિયમનકાર સાથે વ્યવહાર કરવો પડશે. તેનો અર્થ એ છે કે તે એક બેંક ખાતું છે જેમાં પૈસા રાખી શકાય છે, સામાન્ય રીતે વેપારીઓ દ્વારા પ્રાપ્ત ચુકવણી તેમના Paytm પેમેન્ટ એકાઉન્ટમાં જાય છે અને પછી પૈસા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. બદલામાં, Paytm તેના ગ્રાહકોને ક્રેડિટ પોઈન્ટ આપે છે. Paytm ની મૂળ કંપનીનું નામ One97 Communications છે અને આ કંપની પાસે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI લાઇસન્સ છે જેનો ઉપયોગ વર્ષ 2017માં Paytm પેમેન્ટ બેંક શરૂ કરવા માટે કરવામાં આવ્યો હતો.

તો Paytm FASTagનું શું થશે? 
તમે તમારા હાલના Paytm FASTag બેલેન્સનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો પરંતુ તે 29 ફેબ્રુઆરી પછી નિષ્ક્રિય થઈ જશે. Paytm Fastag યુઝર્સે નવો ટેગ ખરીદવો જોઈશે. 

શું દુકાનદારો Paytm દ્વારા પેમેન્ટ મેળવી શકશે?
જો તેઓ Paytm પેમેન્ટ બેંકમાં ચુકવણી મેળવે છે, તો તેઓ 29 ફેબ્રુઆરી પછી પૈસા પ્રાપ્ત કરી શકશે નહીં. આ એટલા માટે છે કારણ કે તેમના ખાતામાં ક્રેડિટની મંજૂરી નથી, પરંતુ ઘણા વેપારીઓ અથવા કંપનીઓ પાસે અન્ય કંપનીઓના QR સ્ટિકર હોય છે જેના દ્વારા તેઓ ડિજિટલ ચૂકવણી સ્વીકારી શકે છે.

તમારા વૉલેટ અને UPIનું શું થશે? 
29 ફેબ્રુઆરી સુધી પેટીએમની તમામ સેવાઓ સામાન્ય રીતે કામ કરશે. આ પછી, Paytm વૉલેટ અને UPI સેવાનો ઉપયોગ કરતા લોકો માટે કેટલાક ફેરફારો થશે. સૌથી અગત્યની વાત એ છે કે જો તમારા વોલેટમાં પહેલાથી જ પૈસા હોય તો તમે તેને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો પરંતુ વોલેટમાં કોઈ રકમ જમા કરાવી શકાતી નથી. જો કે, જો તમે તમારું Paytm એકાઉન્ટ થર્ડ પાર્ટી બેંક સાથે લિંક કર્યું છે, તો તમારું Paytm કામ કરવાનું ચાલુ રાખશે અને તમે UPI પેમેન્ટનો ઉપયોગ કરવાનું પણ ચાલુ રાખશો. 

વધુ વાંચો: 'અમે તમામ નિર્દેશનું પાલન કરીશું', RBIની કાર્યવાહી બાદ PAYTM ફાઉન્ડરની સ્પષ્ટતા, જુઓ શું કહ્યું

થર્ડ પાર્ટી કે બીજી બેંકનો અર્થ છે કે જો તમે પેટીએમ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક અથવા પંજાબ નેશનલ બેંક સહિત કોઈપણ માન્યતા પ્રાપ્ત બેંકના ખાતાનો ઉપયોગ કરો છો, તો તમારા માટે કંઈપણ બદલાશે નહીં. પરંતુ જો તમે Paytm બેંક સાથે જોડાયેલા વોલેટનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે આ કરી શકશો નહીં. 29મી ફેબ્રુઆરી પછી બેંક ખાતામાં કે વોલેટમાં કોઈ ક્રેડિટ લઈ શકાશે નહીં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ