બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ravichandran ashwin reviews drs decision in tnpl viral on internet

ક્રિકેટ / એક જ બોલ પર બે વખત રિવ્યુ! અશ્વિને DRSના નિર્ણયને જ આપી ચેલેન્જ, થર્ડ અમ્પાયરના ઊડી ગયા હોશ, જુઓ VIDEO

Arohi

Last Updated: 12:19 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ravichandran Ashwin Reviews DRS: એક જ બોલ પર બે વખત DRS લેવામાં આવ્યું, ક્રિકેટમાં અનોખો નજારો પહેલી વખત જોવા મળ્યો હતો. થયુ એવું કે ઈનિંગની 13મી ઓવરમાં અશ્વિન બોલિંગ કરી રહ્યા હતા. એવામાં ઓવરના અનોખા બોલ પર બેટર રાજકુમારે મોટો શોર્ટ મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ બોલ તેનાથી મિસ થઈ ગયો અને વિકેટકિપરની પાસે જતો રહ્યો.

  • એક જ બોલ પર બે વખત રિવ્યુ!
  • અશ્વિને DRSના નિર્ણયને જ આપી ચેલેન્જ
  • થર્ડ અમ્પાયરના ઊડી ગયા હોશ  

ભલે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં અશ્વિનને રમવાનો મોકો ન મળ્યો પરંતુ આ દિગ્ગજ બોલર પરત ભારત આવીને તમિલનાડુ પ્રીમિયર લીગમાં રમશે. જણાવી દઈએ કે TNPLમાં અશ્વિન શામ ડિંડિગુલ ડ્રેગન્સની ટીમના કેપ્ટન છે. એવામાં ટૂર્નામેન્ટને ચોથી મેચમાં અશ્વિનની ટીમનો મુકાબલો ત્રિચિ ટીમની સાથે હતો. આ મેચમાં અશ્વિને કંઈક એવું કર્યું છે જેની ચર્ચા થઈ રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashwin (@rashwin99)

હકીકતે એક જ બોલ પર બે વખત DRS લગાવી દીધો. ક્રિકેટમાં એવો અનોખો નજારો પહેલી વખત જોવા મળ્યો હતો. થયું એવું કે ત્રિચિની ઈનિંગની 13મી ઓવરમાં અશ્વિન બોલિંગ કરવા આવ્યા હતા. એવામાં ઓવરના અનોખા બોલ પર બેટર રાજકુમારે મોટો શોર્ટ મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ બોલ મિશ થઈ ગયો અને વિકેટકીપરની પાસે જતો રહ્યો.  

એમ્પાયરે આપ્યું હતુ આઉટ 
એવામાં વિકેટકિપર અને બોલર અશ્વિને કેચ આઉટની અપીલ કરી, જેમાં મેદાની એમ્પાયરે માન્યું અને આઉટ આપી દીધુ. પરંતુ બેટ્સમેને આ નિર્ણય વિરૂદ્ધ DRS લેવાનો નિર્ણય કર્યો. થર્ડ એમ્પાયરે ટીવી રિપ્લે જોયા બાદ માન્યું કે બોલ બેટથી નથી પરંતુ જમીનથી અથડાયો છે જેના કારણે અલ્ટ્રા એજ પર લાઈન દેખાઈ રહી છે. 

એવામાં થર્ડ એમ્પાયરે મેદાનના એમ્પાયરના નિર્ણયને પલટતા બેટરને નોટ આઉટ જાહેર કરી દીધો. તેના તરત બાદ જેવું થર્ડ એમ્પાયરે બેટરને NOT આઉટ આપ્યું અશ્વિનને પોતાની તરફથી DRS લઈ લીધુ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashwin (@rashwin99)

બીજી વખત કરવામાં આવ્યું DRS
ત્યાર બાદ અશ્વિન મેદાનના અમ્પાર સાથે કંઈ વાત કરવા લાગ્યા. બન્ને મેદાનના એમ્પાયરની સાથે અશ્વિનની હલ્કી બહેસ પણ થઈ. ત્યાં જ ફરી થર્ડ એમ્પાયરે બીજી વખત ટીવી રિપ્લે પર કેચને જોયો અને ફરી બેટ્સમેનને આઉટ જાહેર કર્યો. થર્ડ એમ્પાયરનું માનવાનું હતું કે બોલ બેટથી નહીં પરંતુ બેટ જમીન પર અથડાવવાના કારણે અલ્ટ્રા એજ પર હરકત જોવા મળી રહી હતી. 

સોશિયલ મીડિયા પર ઘટનાને લઈને ચર્ચા 
એવામાં એખ વખત ફરી અશ્વિન દ્વારા કરવામાં આવેલા DRS પર બેટરને નોટ આઉટ જાહેર કરવામાં આવ્યો. પછી અશ્વિન શાંત થયા અને બહેસને ત્યાં જ છોડી દીધુ. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને જોરદાર રિએક્શન મળી રહ્યા છે. ત્યાં જ મેચની વાત કરીએ તો અશ્વિનની ટીમ આ મેચ 6 વિકેટથી જીતવામાં સફળ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ