બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ravi pushya yog 2023 on 5 november time purchase gold property muhurta and importance

ધર્મ / Ravi Pushya Yog 2023: આ દિવસે બની રહ્યો છે પુષ્પ નક્ષત્રનો દુર્લભ સંયોગ, બસ કરો આ મંત્રનો જાપ, મળશે તમામ કાર્યોમાં સફળતા

Manisha Jogi

Last Updated: 08:12 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી પ્રગતિની સાથે સાથે વિશેષ લાભ પણ થાય છે. 5 નવેમ્બરના રોજ રવિવારે પુષ્ય નક્ષત્ર છે, આ કારણોસર તેને રવિ પુષ્ય નક્ષત્ર કહે છે.

  • આ દિવસે પુષ્ય નક્ષત્રનો દુર્લભ સંયોગ બની રહ્યો છે
  • રવિ પુષ્ય અને ગુરુ પુષ્યનો યોગ ખૂબ જ ઓછો સર્જાય છે
  • બિઝનેસ શરૂ કરવાથી બિઝનેસની પ્રગતિ થાય છે

5 નવેમ્બરના રોજ પુષ્ય નક્ષત્રનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી પ્રગતિની સાથે સાથે વિશેષ લાભ પણ થાય છે. 5 નવેમ્બરના રોજ રવિવારે પુષ્ય નક્ષત્ર છે, આ કારણોસર તેને રવિ પુષ્ય નક્ષત્ર કહે છે. રવિ પુષ્ય અને ગુરુ પુષ્યનો યોગ ખૂબ જ ઓછો સર્જાય છે. આ નક્ષત્રમાં કોઈ નવું કાર્ય શરૂ કરવાથી વિશેષ લાભ થાય છે. નવો બિઝનેસ શરૂ કરવાથી બિઝનેસની પ્રગતિ થાય છે. 

તંત્ર મંત્ર યંત્ર કારગર
પ્રાચીન સમયમાં વેદ મુનિ રવિ પુષ્ય નક્ષત્રના દિવસે અપામાર્ગના જડ ઉખાડીને રાખતા હતા. જે વ્યક્તિને તાવ આવે તેને બાંધી દેતા હતા અને તાવ મટી જતો હતો. જે લોકોને દાંતમાં દુખાવો થાય છે, તેમનો દુખાવો દૂર થાય છે. ગર્ભવતી મહિલાઓને આ જડ બાંધવાથી ગર્ભ ક્યારેય પણ નષ્ટ થતો નથી. રવિ પુષ્ય અને ગુરુ પુષ્યમાં યંત્રનું ખૂબ જ મહત્ત્વ છે, જેનાથી લાભ અને પ્રગતિ થાય છે. 

સોનુ ખરીદવાનો નિયમ
આ નક્ષત્રમાં સોનું ખરીદવામાં આવતું નથી. જો સોનું ખરીદવામાં આવે તો લાભ થાય છે. આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવી જોઈએ. ओम् श्रेये नमः, ओम या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण सनस्तिथं, नमःतस्ये नमः तस्ये नमो नमः મંત્રનો જાપ કરવો જઈએ. 

રવિ પુષ્ય નક્ષત્ર ખૂબ જ ખાસ ગણાય છે
દર મહિને પુષ્ય નક્ષત્ર આવે છે. રવિવારે પુષ્ય નક્ષત્ર હોવું તે એક સંયોગ ગણવામાં આવે છે. 27 નક્ષત્રમાંથી પુષ્ય નક્ષત્રને વિશેષ ગણવામાં આવે છે. રવિવારે પુષ્ય નક્ષત્ર હોય તો તેને અતિ ઉત્તમ માનવામાં આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ