બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / rare earth metal detected at an exoplanet

Rare Earth Metal / આકાશગંગાના એક્ઝોપ્લેનેટ પર મળી પૃથ્વીની દુર્લભ ધાતુ, વૈજ્ઞાનિકો થયા આશ્ચર્યચકિત

Bijal Vyas

Last Updated: 11:49 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખગોળશાસ્ત્રીઓને એક્સોપ્લેનેટ KELT-9b ના વાતાવરણમાં બાષ્પયુક્ત ધાતુનો વાદળ મળ્યો છે. તે એક દુર્લભ ધાતુ છે જે પૃથ્વી પર પણ જોવા મળે છે, વાંચો વિગત

  • પહેલીવાર અત્યંત દુર્લભ તત્વ એલિયન વિશ્વમાં મળી આવ્યું છે
  • ટેર્બિયમ આ પહેલા ક્યારેય કોઈ એક્સોપ્લેનેટના વાતાવરણમાં જોવા મળ્યું નથી
  • બધા જાણીતા તારાઓના ઓછામાં ઓછા 80 ટકા કરતાં વધુ ગરમ છે

આકાશગંગામાં મળી આવેલા એક્ઝોપ્લેનેટમાંથી એકમાં એક રસપ્રદ વસ્તુ મળી આવી છે. ખગોળશાસ્ત્રીઓને એક્સોપ્લેનેટ KELT-9b ના વાતાવરણમાં બાષ્પયુક્ત ધાતુનો વાદળ મળ્યો છે. તે એક દુર્લભ ધાતુ છે જે પૃથ્વી પર પણ જોવા મળે છે. તેનું નામ ટેર્બિયમ(Terbium) છે. આ પહેલીવાર છે જ્યારે આ અત્યંત દુર્લભ તત્વ એલિયન વિશ્વમાં મળી આવ્યું છે.

ટીમે અહીં વેનેડિયમ, બેરિયમ, સ્ટ્રોન્ટીયમ, નિકલ અને અન્ય તત્વો પણ શોધી કાઢ્યા છે. જેના કારણે તેણે અગાઉની શોધોની પુષ્ટિ કરી અને કહ્યું કે KELT-9b પર જે પણ થઈ રહ્યું છે તે હકીકતમાં ખૂબ જ વિચિત્ર છે.

સ્વીડનના એસ્ટ્રોફિઝિસિસ્ટ નિકોલસ બોરસાટો (Nicholas Borsato) કહે છે કે, અમે એક નવી પદ્ધતિ શોધી કાઢી છે જેણે અમને વધુ સારી માહિતી આપી છે. આનો ઉપયોગ કરીને, અમે દુર્લભ પદાર્થ ટર્બિયમ સહિત સાત તત્વો શોધી કાઢ્યા છે. ટેર્બિયમ આ પહેલા ક્યારેય કોઈ એક્સોપ્લેનેટના વાતાવરણમાં જોવા મળ્યું નથી. એક્સોપ્લેનેટના વાતાવરણમાં ટર્બિયમ શોધવું આશ્ચર્યજનક છે.

KELT-9b લગભગ 670 પ્રકાશ-વર્ષ દૂર સ્થિત છે અને વાસ્તવમાં સૌથી દૂરના એક્સોપ્લેનેટ્સમાંનું એક છે. તેને 'હોટ જ્યુપિટર' (Hot Jupiter)અથવા ગરમ ગુરુ પણ કહેવામાં આવે છે. એક ગેસ જાયન્ટ ગ્રહ તેના યજમાન તારા સાથે એટલી નજીકની ભ્રમણકક્ષામાં બંધ છે કે તેનું તાપમાન ખૂબ ઊંચું થઈ જાય છે.

KELT-9b માત્ર 1.48 દિવસની ખૂબ જ નાની ઓર્બિટમાં - વાદળી સુપરજાયન્ટ તારાની ભ્રમણકક્ષા કરે છે - જે ત્યાંના સૌથી ગરમ તારાઓમાંનો એક છે. તેની આટલી નજીક હોવાને કારણે આ ગ્રહ ખૂબ જ બાષ્પીકૃત બની રહ્યો છે. દિવસ દરમિયાન, KELT-9b 4,327 ડિગ્રી સેલ્સિયસ થી વધુ તાપમાને ગરમ થાય છે. એક્સોપ્લેનેટમાં આ અત્યાર સુધીનું સૌથી ગરમ તાપમાન છે. તે બધા જાણીતા તારાઓના ઓછામાં ઓછા 80 ટકા કરતાં વધુ ગરમ છે.

આપણા માટે સારી બાબત એ છે કે KELT-9b એવી રીતે ભ્રમણ કરે છે કે, તે આપણી અને તારા વચ્ચેથી પસાર થાય છે. આ કારણોસર, વૈજ્ઞાનિકો તેના પર્યાવરણને શોધી શક્યા.

જ્યારે તારાઓનો પ્રકાશ KELT-9b ના વાતાવરણમાંથી પસાર થાય છે, ત્યારે પ્રકાશની કેટલીક તરંગલંબાઇ ગેસમાંના અણુઓ દ્વારા શોષાય છે અને ફરીથી ઉત્સર્જિત થાય છે. પછી એક ખૂબ જ નાનો સંકેત પ્રાપ્ત થાય છે, પરંતુ જ્યારે ગ્રહ આગળ વધી રહ્યો હોય, ત્યારે ખગોળશાસ્ત્રીઓ તારાના પ્રકાશ સ્પેક્ટ્રમના તેજસ્વી અને ઘાટા ભાગોને જોવા માટે સંકેતને એપ્લીફાઇ કરી શકે છે. વૈજ્ઞાનિકો આ ઘાટા અને હલ્કા ભાગોને જોઈ શકે છે અને શોધી શકે છે કે, કયા તત્વો પ્રકાશમાં ફેરફારનું કારણ બની રહ્યા છે.

આ ડેટા સાથે, KELT-9b 2018 માં તેના વાતાવરણમાં શોધાયેલ આયર્ન અને ટાઇટેનિયમ સાથેનો પ્રથમ એક્સોપ્લેનેટ બન્યો. પછી, એક વર્ષ બાદ વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી કે તેમને સોડિયમ, મેગ્નેશિયમ, ક્રોમિયમ અને દુર્લભ પૃથ્વીની ધાતુઓ સ્કેન્ડિયમ અને યટ્રીયમ પણ મળી આવ્યા છે. હવે, બોર્સાટો અને તેની ટીમે KELT-9b અને તેના હોસ્ટ તારાના સ્પેક્ટ્રમમાં જોવા મળતા તત્વો વિશે વધુ શીખ્યા છે.

ટર્બિયમનો પરમાણુ નંબર 65 છે. અને તેને ત્યાં મળીને આશ્ચર્ય થયું. આ તત્વ અહીં પૃથ્વી પર ખૂબ જ દુર્લભ છે. તે બાકીના તત્વો સાથે અહીં જોવા મળે છે. આજ સુધી કોઈ કુદરતી ટર્બિયમ-ડોમિનેંટ મિનરલની ઓળખ કરવામાં આવી નથી. તે પૃથ્વીના ક્રસ્ટમાં લગભગ 0.00012 ટકા છે.

અન્ય વિશ્વોમાં તેને શોધવું રસપ્રદ છે, કારણ કે ટર્બિયમ જેવા ભારે તત્વો ફક્ત સુપરનોવા વિસ્ફોટ અથવા બે ન્યુટ્રોન તારાઓ વચ્ચેની અથડામણ જેવી પરિસ્થિતિઓમાં જ બનાવી શકાય છે. આ સંશોધનને એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ જર્નલમાં પ્રકાશન માટે સ્વીકારવામાં આવ્યું છે. તે હાલમાં arXiv પર ઉપલબ્ધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ