બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Rape on Minor in Gomtipur, Ahmedabad, death after giving birth to a child

ક્રાઈમની કહાની / અમદાવાદની સગીરાનું મૃત બાળકની ડિલિવરી બાદ મોત, હેવાન પ્રેમીએ દુષ્કર્મ આચરીને જિંદગી ખેદાનમેદાન કરી દીધી

Shyam

Last Updated: 10:35 PM, 22 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ગોમતીપુરમાં એક ચોંકાવનારી ઘટનામાં.સગીરાનું મહિનાઓ પહેલાં પ્રેમીએ લાલચ આપી અપહરણ કર્યા બાદ આચર્યુ હતું દુષ્કર્મ, એક મૃત બાળકને જન્મ આપ્યા બાદ સગીરાનું પણ મૃત્યુ

  • અમદાવાદના ગોમતીપુરમાં સગીરા સાથે દુષ્કર્મની નોંધાઇ ફરિયાદ
  • સગીરાને દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી
  • ગર્ભમાં બાળકનું મોત થતા સગીરાનું પણ થયું મોત

અમદાવાદમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરની એક સગીરા સાથે દુષ્કર્મ થતાં તે ગર્ભવતી બની હતી અને તેણે એક મૃત બાળકને જન્મ આપ્યો હતો. સારવાર દરમિયાન સગીરાનું પણ મૃત્યુ નિપજ્યું છે. હાલમાં પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં સગીરાનું મહિનાઓ પહેલાં પ્રેમીએ લાલચ આપી અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે સગીરા ગર્ભવતી થઇ હતી. જો કે, આ મામલે કોઇને જાણ કરી ન હતી. આ દરમિયાન સગીરાને દુઃખાવો થતા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેની ડિલીવરી થઇ ગઇ હતી. જેમાં મૃત બાળકનો જન્મ થયો હતો. બીજી તરફ થોડા જ સમયમાં સગીરાનું પણ મોત નિપજ્યું હતું. 

આ મામલે ગોમતીપુર પોલીસે આ મામલે તપાસ કરતા પ્રેમી યુવકે ત્રણ વખત બળાત્કાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આરોપી યુવક અને સગીરા અવાર-નવાર મળતા હતા. આ દરમિયાન આરોપી સગીરાને ત્રણ વાર હોટલમાં લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે સગીરાને નવ માસનો ગર્ભ હોવા છતાં પરિવારના કોઈ સભ્યને આ બાબતની જાણ ના હતી. 

હાલમાં પોલીસે સગીરાના પ્રેમીની શોધખોળ શરૂ કરી છે. અને આરોપી પ્રેમી સામે અપહરણ, બળાત્કાર, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી છે. પોલીસે મૃત બાળકના DNA માટેના પણ સેમ્પલ લીધા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ