બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / ranip underpass water logging residents are in trouble

હાલાકી / સ્માર્ટ સિટી અમદાવાદમાં 15 દિવસથી અંડરપાસ બન્યો સ્વિમિંગ પૂલ, રેલવે ટ્રેક પર જવા લોકો મજબૂર

Khyati

Last Updated: 11:11 AM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી.. છેલ્લા 15 દિવસથી અંડરપાસ પાણીમાં ગરકાવ. અંડરપાસની કામગીરી હોય કે પાણીના નિકાલની વાત, તંત્ર લાપરવાહ કેમ ?

  • રાણીપમાં નવા બનેલા અંડરપાસમાં ભરાયા પાણી
  • છેલ્લા 15 દિવસથી પાણી ભરાતા અંડરપાસ સ્વિમિંગ પુલ બન્યો
  • 15 દિવસ બાદ પણ પાણીના નિકાલની નથી કરાઈ વ્યવસ્થા

રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હજી તો આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે જો મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં રખડતા ઢોર અને ખરાબ રોડ રસ્તાને કારણે લોકો ભારે પરેશાન થયા છે. તો બીજી સમસ્યા છે ઠેર ઠેર ગંદકી અને પાણી ભરાવવાની. જેને કારણે વાહનચાલકો સહિત નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

અંડરપાસ બંધ રહેતા રહીશો પરેશાન 

અમદાવાદમાં ન્યૂ રાણીપ અને રાણીપનો જોડતા અંડરપાસ વરસાદી માહોલને કારણે સ્વિમિંગ પુલ બન્યો છે. છેલ્લા 15 દિવસથી આની આજ સ્થિતિ છે. પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી. અંડરપાસમાંથી પાણી બહાર આવતુ હોવાથી સ્થાનિકોએ રસ્તો બંધ કરી દીધો છે. એક તો પાણીનો કોઇ નિકાલ નહી અને બીજી તરફ પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ. 

ટ્રેક પાર કરીને જવા મજબૂર

આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યુ છે કે અંડરપાસ આખો પાણીમાં ગરકાવ થયો હોવાથી લોકોએ અવરજવરમાં તકલીફ પડી રહી છે. આથી તેઓ રેલવે ટ્રેક પરથી પસાર થવા મજબૂર બન્યા છે. જોઇ શકાય છે કે રેલિંગ પણ તૂટી ગયેલી છે. ટ્રેન જાય એટલે શાળાના બાળકો સહિત મહિલાઓ અને વૃદ્ધો ટ્રેક ક્રોસ કરતા નજરે પડી રહ્યા છે. આવામાં જો કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ?

જાતે કર્યું હતું અંડરપાસનું લોકાર્પણ 

ઉલ્લેખનીય છે કે અંડરપાસની કામગીરી 3 વર્ષ ચાલી.  હજુ પણ કામ પુરુ કર્યુ નહી તેમાં પણ બે મહિનાથી કામકાજ સંપૂર્ણ બંધ રહ્યુ એટલે પ્રજાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. જનતાનુ કહેવુ છે કે આ અંડરપાસ બંધ રહેવાથી અમારે 3 કિલોમીટર ફરીને જવુ પડે છે.  બલોલ નગર બ્રિજની થઇને લોકોએ જવુ પડતુ હતુ. વળી વિદ્યાર્થીઓને પણ શાળાએ જવા મુશ્કેલી વેઠવવાનો વારો આવે છે. આથી આખરે કંટાળીને તેઓએ જાતે જ અંડરપાસનું લોકાર્પણ કરી દીધુ હતું. પરંતુ તંત્ર પણ બાકી કામગીરી પુરી કરવા કોઇ તસ્દી લઇ રહ્યું નથી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ